ધોરણ 2 લેટેસ્ટ માહિતી

ધોરણ 2 ની તમામ માહિતી : All Information For Std 2

By admin

Published on:

All Information For Std 2

ધોરણ 2 ની તમામ માહિતી : All Information For Std 2 નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે ધોરણ 1 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા ના તૈયારી માટે આ ખરેખર ખૂબ ઉપયોગી અને આવતી આવશ્યક માહિતી છે આ વેબસાઇટનો હેતુ તમામ ધોરણ ના અભ્યાસ અને તૈયારી માટે છે. આ વેબસાઇટ દ્વારા પાઠ્યપુસ્તક,પાઠ આયોજન,ઓનલાઇન ક્વિઝ,યુનિટ ટેસ્ટ,જુના પેપર્સ અહી આપવમા આવેલ છે. ધોરણ 2 માટે શિક્ષણ સર્વોદય વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો

પાઠ્યપુસ્તક- અહિ ક્લિક કરો

પાઠ આયોજન – અહિ ક્લિક કરો

સ્વ અધ્ધયન પોથી – અહિ ક્લિક કરો

અધ્ધયન નિષ્પતિ – અહિ ક્લિક કરો

ઓનલાઇન ક્વિઝ – અહિ ક્લિક કરો

યુનિટ ટેસ્ટ – અહિ ક્લિક કરો

શિક્ષક આવૃતી – અહિ ક્લિક કરો

જુના પેપર્સ – અહિ ક્લિક કરો

 

All Information For Std 2
All Information For Std 2

 

અભ્યાસક્રમ :

આપણે સૌ શાલેય શિક્ષણ પ્રક્રિયામાંથી પસાર થયેલા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે શાલેય શિક્ષણમાં સમાવિષ્ટ અભ્યાસક્રમ અને પ્રવૃત્તિઓ આપણા વિકાસમાં ભાગીદાર હોય છે. અભ્યાસક્રમની સમજ અને તેનું રૂપાંતરણ પાઠ્યપુસ્તકના વિષયવસ્તુ, જ્ઞાનાત્મક અને માનવીય મૂલ્યોના વિકાસ માટે કામ કરનારાઓને મદદરૂપ બને છે. તેમજ અધ્યયન પ્રક્રિયામાં જોડાયેલા બધા જ અધ્યેતાઓના સમાવેશન અને લિંગભેદ સંબંધી બાબતો પર પ્રકાશ પાડે છે.

અભ્યાસક્રમ નિર્ધારિત કરનારાં પાયાનાં પરિબળો :

અધ્યાપનનું સ્વરૂપ, સ્વીકૃત સિદ્ધાંતો અને સામાજિક અસર દ્વારા વિકસિત માનવ વિકાસનું જ્ઞાન, આ ઉપરાંત સમાજની જરૂરિયાતો અને આકાંક્ષાઓ મહદ અંશે અભ્યાસક્રમનું સ્વરૂપ, વિષયવસ્તુ, વિષયો અને તેનું માળખું નક્કી કરે છે.

શિક્ષકો અને પ્રશિક્ષકો તરીકે આપણે જાણીએ છીએ કે કેટલાંક પાસાઓ કે જેને અનૌપચારિક રીતે શીખવવાનાં હોય છે, જે શાળા શિક્ષણમાં પ્રચ્છન્ન અપ્રગત અભ્યાસક્રમ તરીકે ઓળખાય છે. અધ્યયયન નિષ્પત્તિઓ લાવેલ છે. અધ્યયન નિષ્પતિઓ એ એવાં વિધાનો છે કે જે બાળકો ચોક્કસ વર્ગ કે અભ્યાસક્રમના અંતે જ્ઞાન અને કૌશલ્ય મેળવે છે. આ વિધાનોએ શિક્ષણશાસ્ત્ર દ્વારા સમર્થન મેળવેલ છે. તેથી જ શિક્ષકોએ શિક્ષણની પ્રક્રિયાને અસરકારક માટે અમલી બનાવવાં જરૂરી છે. આ એવા વિધાનો છે કે જે બાળકોમાં ગુણાત્મક અને સર્વગ્રાહી વિકાસ થયો છે તે જાણવા માટેના કેટલાક મુદ્દાઓ પૂરા પાડે છે. પર્યાવરણ શિક્ષણ માટે નીચે બે અધ્યયન નિષ્પત્તિનાં ઉદાહરણ આપેલ છે.

અધ્યેતા વિવિધ ઉંમરના લોકો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખોરાકની જરૂરિયાત અને પાણીની ઉપલબ્ધતા તેમજ ઘરમાં અને આસપાસના વિસ્તારમાં પાણીના ઉપયોગનું વર્ણન કરે છે.

અધ્યેતા કુટુંબના સભ્યોની ભૂમિકા, કુટુંબના પ્રભાવો(ખૂબીઓ, લાક્ષણિક્તાઓ, ટેવો, રીતો) સમૂહ જીવનની જરૂરિયાતો મૌખિક, લેખિત કે બીજી રીતે વર્ણવે છે.

ઉપરોકત અધ્યયન નિષ્પત્તિઓ આત્મસાત કરવા માટે શીખનારને જોડીમાં, જૂથમાં કે વ્યક્તિગત રીતે કામ કરવાની તકો પૂરી પાડવી જોઈએ. તે આસપાસના વિસ્તારનું અવલોકન અને સંશોધન કરે, તેની નોંધ કરે અને લેખિત, ચિત્ર સ્વરૂપે કે હાવભાવ દ્વારા રજૂ કરે તે માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. બાળકો વડીલો સાથે ચર્ચા કરે, વિવિધ સ્થળોની મુલાકાત લે, તેમની પસંદગીના મુદ્દા પર તેઓની પાસેથી માહિતી એકઠી કરે અને જે તારણો મળે તેની જૂથમાં ચર્ચા કરે તેવું વાતાવરણ પૂરું પાડવું જોઈએ.

પ્રાથમિક તબક્કે અધ્યયન નિષ્પત્તિનો અર્થ ખાસ જરૂરિયાતવાળાં બાળકો (CWSN) અને વંચિત જૂથના તથા અન્ય તમામ વિદ્યાર્થીઓને અસરકારક રીતે અધ્યયનની તકો પૂરી પાડવાનો છે. આ અધ્યયન નિષ્પત્તિઓ પર્યાવરણ, વિજ્ઞાન, ગણિત સામાજિક વિજ્ઞાન તથા ભાષાના અભ્યાસક્રમ માટે બનાવેલ છે. આ અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસક્રમની અપેક્ષાઓ અને શિક્ષણશાસ્ત્રની પ્રક્રિયાઓ સાથે જોડાયેલ છે. વંચિત જૂથના બાળકો માટે જે જોગવાઇઓ છે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે :

અધ્યયન પ્રક્રિયામાં તેઓની ભાગીદારીની ખાત્રી કરો અને બીજા બાળકોની જેમ તેઓના વિકાસ માટે મદદ કરો. બાળકોની સરખામણી કરવાનું ટાળો.

વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ થવા માટે અભ્યાસક્રમ અને શીખવવાના વાતાવરણમાં પરિવર્તન કરવું.

ઉંમર અને શીખવાના સ્તરને અનુરૂપ સુલભ પુસ્તકો અને સાહિત્ય પૂરું પાડવું.

વર્ગખંડોનું યોગ્ય સંચાલન – ઉદાહરણ તરીકે ઘોંઘાટ વગેરેનું સંચાલન

માહિતી અને સંચાર તકનીકી (ICT) વીડિયો અથવા ડિઝીટાઈઝડ ફોર્મેટનો ઉપયોગ કરી વધારાના સહયોગની જોગવાઈ કરવી.

હેરફેરનાં સાધનો (વ્હીલચેર, ચાલણ લાકડી, લાકડી), સાંભળવા માટેના સાધનો, ઓપ્ટિકલ અને નોન ઓપ્ટિકલ સાધનો, શૈક્ષણિક સાધનો aids (Taylor frame, મણકા ઘોડી, etc.)

CWSN બાળકોની શક્તિઓ અને નબળાઈઓ બાબતે અન્ય બાળકોને સંવેદનશીલ બનાવવાં.

મૂલ્યાંકનના સફળ સમાપન માટે વધારાનો સમય અને યોગ્ય પદ્ધતિ પસંદ કરવી.

ઘરની ભાષા અને સામાજિક-સાંસ્કૃતિક પરિસ્થિતિનું સન્માન કરે. (પરંપરા અને પરંપરાગત રૂઢિઓ)

 
gyan sadhana

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

ધો.1 અને 2 તાલીમ ના મુદ્દા તા 13-07-2024

*ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ :-* 𝓒𝓡𝓒 𝓬𝓸𝓻𝓭𝓲𝓷𝓪𝓽𝓸𝓻 𝓜𝓮𝓷𝓹𝓾𝓻𝓪 𝓣𝓪. 𝓖𝓪𝓵𝓽𝓮𝓼𝓱𝔀𝓪𝓻 𝓭𝓲𝓼𝓽.𝓴𝓱𝓮𝓭𝓪 🔖અભ્યાસક્રમ જીવન કૌશલ્ય અને એક્ટિવિટી બેસ પર ભાર. પાઠયપુસ્તક ઉદાહરણ સમજતો હોવો જોઇએ ...

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-8 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-7 તમામ વિષય | Std-7 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-7 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!