ધોરણ 1 પાઠ્યપુસ્તક: STD 1 ALL TEXT BOOK

By admin

Published on:

Textbook of Class 8

ગુજરાતી(કલવર) -પર્યાવરણ – અહિ ક્લિક કરો

ગણિત – અહિ ક્લિક કરો

ગુજરાતી (કલકલિયો)-પર્યાવરણ (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો

Textbook of Class 8
Textbook of Class 8

 

રાષ્ટ્રીય અભ્યાસક્રમનીરૂપરેખા :

NCF 2005 એ ખૂબ જ અગત્યનો દસ્તાવેજ છે. વર્ગખંડમાં તેને અપનાવતા પહેલાં વિવિધ નીતિઓ અને રૂપરેખાઓની ઐતિહાસિક ભૂમિકા જાણવી જરૂરી છે. શાલેય શિક્ષણના ક્ષેત્રમાં અભ્યાસક્રમ સામગ્રીનો વિકાસ કરવાના મુખ્ય હેતુથી 1961 માં NCERTની સ્થાપના કરવામાં આવી. 1975 માં NCERT પ્રથમ અભ્યાસક્રમ માળખું ઘડવામાં આવ્યું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 અનુસાર રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું પ્રારંભિક અને માધ્યમિક શિક્ષણ એક રૂપરેખા – 1988 બનાવવામાં આવ્યું હતું.

જે 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ સૂચવેલ મુખ્ય સિદ્ધાંતોને ઉજાગર કરનાર હતું. વર્ષ 2000 માં રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું શાલેય શિક્ષણ, 2000 તૈયાર કરવામાં આવ્યું. આ અભ્યાસક્રમના મુખ્ય મુદ્દા એ હતા કે અધ્યેતાના સામાજિક, સાંસ્કૃતિક, લાગણીસભર તથા આર્થિક જરૂરિયાતોને સમજવી તથા અસમાનતાનો પ્રતિકાર કરવામાં મદદરૂપ થવું. જ્યારે 2005 માં NCERT દ્વારા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ઘડવામાં આવ્યો જેની સમગ્ર ભારતમાંથી લોકશાહી ઢબે વિદ્રાનો, શિક્ષણશાસ્ત્રીઓ, વિષય નિષ્ણાતો, શિક્ષકો, આચાર્યો, અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી. આ દસ્તાવેજને સપ્ટેમ્બર- 2005 માં શિક્ષણના કેન્દ્રીય સલાહકાર બોર્ડ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે. જેમાં શાલેય શિક્ષણના વિવિધ 21 પાસાં પર સમજપત્રો (position papers) તૈયાર કરવામાં આવ્યાં હતાં.

મફત અને ફરજિયાત શિક્ષણના કાયદા – 2009માં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાને નિર્વિવાદરૂપે અમલ કરવામાં આવે. જેમાં અધ્યેતાઓ કોઈપણ તણાવ વિના અધ્યયન કરે. 

રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા-2005 (NCF 2005) એ આપેલાં સામાજિક અને આર્થિક પરિવર્તનોના સંદર્ભમાં શાળા શિક્ષણના નીચેના હેતુઓને જાણી, વિચાર અને ક્રિયામાં બાળકને સ્વતંત્ર બનાવવા અને અન્ય સારી બાબતો અને લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવા.

નવીન પરિસ્થિતિ પ્રત્યે લવચિક અને સર્જનાત્મક રીતે પ્રતિચાર આપવા સશક્ત બનાવવા અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેતા કરવા.

બાળકોમાં આર્થિક પ્રક્રિયાઓ અને સામાજિક પરિવર્તનમાં યોગદાન આપવા માટેની શક્તિઓ/ક્ષમતાઓ વિકસાવવી.

ઉપરોક્ત હેતુઓની પ્રાપ્તિ માટે શાળાઓએ આ બાબતો પર ભાર આપવો જરૂરી છે. : સમાનતા, ગુણવત્તા અને લવચિકતા દેશની વિવિધતા અને બાળકોની પૃષ્ઠભૂમિને વર્ગખંડમાં લાવવી અતિ મહત્ત્વની બાબત ગણવી જોઈએ.

NCF 2005 નીચેની બાબતો પર ભાર મૂકે છે :

શિક્ષકોની ભૂમિકા જેમાં તેઓનું પાઠ્યપુસ્તકની પાર (બહાર) જવું, જેથી વિદ્યાર્થીઓ રોલ પ્લે, ચિત્રકામ, નાટકો, ક્ષેત્રીય મુલાકાતો અને પ્રયોગો દ્વારા શીખી શકે.

મૂલ્યાંકનને અધ્યયનના ભાગ તરીકે જોવામાં આવે. જે વર્ગખંડ પ્રક્રિયાઓમાં જ સંકળાયેલું હોય.

આવા પ્રકારનું મૂલ્યાંકન કરવા માટે શિક્ષકોએ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવું પડશે. જેમાં શિક્ષકે વિદ્યાર્થીઓની કસોટીના પરિણામોની રાહ જોયા વિના જરૂર પડે ત્વરિત મદદ કરવી જોઈએ.

માત્ર ગણિત, ભાષા, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના અધ્યયન પર જ નહિ પરંતુ જીવન કૌશલ્યો, સામાજિક, વ્યક્તિગત, સાંવેગિક અને મનોક્રિયાત્મક કૌશલ્યોના અધ્યયન પર ભાર આપે છે.

અધ્યેતાકેન્દ્રી અધ્યયન પદ્ધતિ પર ભાર મૂકે છે. જેથી પાઠયક્રમ, પાઠ્યપુસ્તક અને વર્ગખંડ પ્રવૃત્તિઓનું આયોજન પણ એ મુજબ થવું જોઈએ.

પાઠ્યપુસ્તક સાથે જીવન વ્યવહાર/રોજિંદી ક્રિયાઓને જોડીને અનુભવો પુરા પાડવા પર ભાર મૂકે છે.

ચર્ચાના મુદ્દા :

જોડીમાં કાર્ય કરો અને શિક્ષકના કોઈ એક વિશિષ્ટ શાળાકીય દિવસને યાદ કરો. ઉપરોક્ત શિક્ષણના હેતુઓ પૈકીના કોઈ હેતુઓ સિદ્ધ થયા છે ? તમારા દિવસમાં શું ફેરફાર કરી શકો ?

શાળાકીય વિષયો અને NNCF-2005 :

ચાલો NCF 2005 અને વિવિધ વિષયોના શિક્ષણને ઝીણવટપૂર્વક જોઈએ. તે દર્શાવે છે કે ભાષાઓના શિક્ષણ દરમિયાન બહુભાષાકીય ક્ષમતા વધારવા માટે ભાષાનો એક સ્રોત તરીકે ઉપયોગ કરવાની જરૂર છે. સમગ્ર અભ્યાસક્રમમાં અને દરેક વિષયશિક્ષણમાં ભાષા અર્થગ્રહણને મહત્ત્વ આપવું જોઈએ. વાચન અને લેખન તથા શ્રવણ અને કથન વિદ્યાર્થીઓની પ્રગતિ માટેના બધા જ શૈક્ષણિક ક્ષેત્રોમાં ઉપયોગી છે. આ કૌશલ્યો અભ્યાસક્રમ આયોજનમાં પાયાના ગણવા જોઈએ.

ગણિતને એવી રીતે શીખવવું જોઈએ કે જેથી બાળકોમાં વિચારશક્તિ, તર્કશક્તિ, નિરીક્ષણ શક્તિ અને પ્રત્યક્ષીકરણ, સમસ્યા સંરચના અને તેમના સમાધાન જેવા કૌશલ્યોનો વિકાસ થાય.

વિજ્ઞાન શિક્ષણ એવી રીતે થવું જોઈએ કે જે બાળકોને પોતાના રોજિદા અનુભવોને તપાસવા અને વિશ્લેષણ કરવા સક્ષમ બનાવે.

પર્યાવરણના સબંધમાં પ્રોજેક્ટ સહિતની ઘણી બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય એ રીતે બધા જ વિષયો શીખવવામાં આવે.

સામાજિક વિજ્ઞાનનું અધ્યયન લઘુમતી જૂથોના બાળકોના તમામ પાસાઓને ઝીણવટપૂર્વક તપાસીને, શિસ્તને ઓળખવાનું શીખવવા માટે છે. સંવેદનાઓ સામાજિક વિજ્ઞાનનાં બધાં ક્ષેત્રોમાં શીખવવી જોઈએ

NCF 2005 અન્ય ચાર શૈક્ષણિક ક્ષેત્રો તરફ પણ ધ્યાન દોરે છે. કાર્યાનુભવ, કલા અને વારસો, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ અને શાંતિ એ આ ક્ષેત્રોને શૈક્ષણિક ક્ષેત્રમાં લાવવાની ભલામણ કરે છે. કાર્યાનુભવ સાથે અધ્યયનની શરૂઆત પ્રાથમિક કક્ષાએથી જ કરીને જ્ઞાનનું અનુભવમાં રૂપાંતરણ કરવાની અને મહત્વનાં વ્યક્તિગત અને સામાજિક મૂલ્યો જેવાં કે, સ્વાવલંબન, સર્જનાત્મકતા અને સહકાર જેવા ગુણોનો વિકાસ કરવાની ભલામણ કરે છે. બધા સ્તરે કલાને એક વિષય તરીકે રાખવાની ભલામણ કરે છે, જેમાં ચાર મુખ્ય આયામોનો સમાવેશ થાય છે : સંગીત, નૃત્ય, ર્દશ્યકલાઓ અને રંગમંચ તેમનો ઉપયોગ આંતરક્રિયાત્મક અભિગમ તરીકે થવો જોઈએ.

NCF 2005 ના અનુકાર્ય તરીકે પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોના વિકાસનો પ્રયત્ન એ રીતે કરવો જોઈએ કે જેથી તેમાં સમાવેશન પર્યાવરણમાં અધ્યેતાકેન્દ્રી શિક્ષણશાસ્ત્રના આયામોનું રૂપાંતરણ થાય. આપણે એ યાદ રાખવું જોઈએ કે દરેક બાળકમાં શીખવાની ક્ષમતા રહેલી હોય છે પરંતુ પર્યાવરણ પરિસ્થિતિ અને સામગ્રીનો સંદર્ભ અધ્યયનને રસપ્રદ બનાવે છે. માટે જ્યારે કોઈપણ પાઠ્યપુસ્તકને શીખવીએ ત્યારે આપણે તેના હેતુઓ અને કઈ રીતે તેનો ઉપયોગ ક્ષમતાવિહીન અને વંચિત બાળકો સહિત તમામ બાળકો માટે થશે તેનું ચિંતન કરવું જોઈએ.

 

 

 

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

ધો.1 અને 2 તાલીમ ના મુદ્દા તા 13-07-2024

*ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ :-* 𝓒𝓡𝓒 𝓬𝓸𝓻𝓭𝓲𝓷𝓪𝓽𝓸𝓻 𝓜𝓮𝓷𝓹𝓾𝓻𝓪 𝓣𝓪. 𝓖𝓪𝓵𝓽𝓮𝓼𝓱𝔀𝓪𝓻 𝓭𝓲𝓼𝓽.𝓴𝓱𝓮𝓭𝓪 🔖અભ્યાસક્રમ જીવન કૌશલ્ય અને એક્ટિવિટી બેસ પર ભાર. પાઠયપુસ્તક ઉદાહરણ સમજતો હોવો જોઇએ ...

દૈનિક આયોજન નોંધપોથી pdf – Day to Day Aayojan STD 3 to 8

જો આપ કોઈ શાળાના શિક્ષક હોય તો દૈનિક નોંધપોથી શું છે? તેના વિષે પરિચય આપવાની કોઈ જરૂર નથી. છતાં પણ વ્યાખ્યા કરવી હોય તો ” વિધાર્થીને ભણાવવાના વિષય ...

અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ,Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

Larning outcomes 2024-25 std 1 to 8 : અહીં ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. GCERT દ્વારા તૈયાર કરાયેલ આ અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ...

ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS

ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS ગુજરાતી – અહિ ક્લિક કરો ગણિત – અહિ ક્લિક કરો ગણિત નમુનારુપ પ્રશ્નો – અહિ ક્લિક કરો વિજ્ઞાન – ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!