ધોરણ 2 પાઠ્યપુસ્તક: STD 2 ALL TEXT BOOK

By admin

Published on:

STD 7 ALL TEXT BOOK

ગુજરાતી(કલ્લોલ) -પર્યાવરણ – અહિ ક્લિક કરો

ગણિત – અહિ ક્લિક કરો

ગુજરાતી (બુલબુલ)-પર્યાવરણ (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો

 

STD 7 ALL TEXT BOOK
STD 2 ALL TEXT BOOK

 

પાઠ્યક્રમ :

પાઠ્યક્રમ વર્ગવાર અને વિષયવાર વિષયવસ્તુના મુદ્દાઓની યાદી પૂરી પાડે છે. તે જે સમયમાં આપણે મુદ્દો પૂરો કરવાના છીએ તે સમય અને મૂલ્યાંકનના માપદંડો પુરા પાડે છે. અભ્યાસક્રમ એક એવો દસ્તાવેજ છે કે જે કોર્ષની માહિતી, અપેક્ષાઓ અને જવાબદારીને વ્યાખ્યાયિત કરે છે. શિક્ષણ માટે આ જરૂરી દસ્તાવેજ છે. તે અભ્યાસક્રમના મૂળભૂત મુદ્દાઓનો સમાવેશ કરે છે. તેમાં મુદ્દાઓ, સાપ્તાહિક કાર્યક્રમ(શૈક્ષણિક કાર્યક્રમ)અને કસોટીના મુદ્દાઓ, સ્વાધ્યાય પત્રો અને તેના ભારાંકનો સમાવેશ થશે. અભ્યાસક્રમ અધ્યયન સૂચિત પ્રવૃત્તિઓ અને નિષ્પત્તિઓ, મૂલ્યાંકન. વિષયવસ્તુ અને પદ્ધતિઓને દર્શાવે છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન માર્ગદર્શન માટે રાહ સૂચવે છે. શૈક્ષણિક પાઠયક્રમના ચાર અગત્યના ઘટકો છે. વિષયવસ્તુ, પ્રશ્નો, શિક્ષક માટે સ્ત્રોતો અને નોંધ.

 પાઠ્યપુસ્તકો 

પાઠ્યક્રમમાં જે મુદ્દાઓ/વિષયોનો સમાવેશ કર્યો હોય તે પાઠયપુસ્તકમાં જોવા મળે છે. પાઠ્યપુસ્તક એ બધા જ વિદ્યાર્થીઓ માટે છાપેલો કે કમ્પ્યુટરાઇઝડ સ્ત્રોત છે. પાઠયપુસ્તકો અધ્યેતાને સરળતાથી ઉપલબ્ધ થાય તથા NCFના હેતુઓનું પ્રતિબિંબ પડે તેવા હોવા જોઈએ.

અધ્યેતાકેન્દ્રી પાઠયપુસ્તકની લાક્ષણિકતાઓ

ઓછી માહિતી અને વધુ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ

અધ્યેતાને પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ માટે જરૂરી તક ઉપલબ્ધ કરાવવી.

દેશના વૈવિધ્યને પોષે,

બંધારણીય મૂલ્યોનું નિદર્શન હોય.

જાતિ અને લિંગ જેવી બાબતો તરફ સંવેદનશીલતા પ્રગટાવે તેવી તકો હોય,

કાર્ય માટે અવકાશનો પ્રયાસ હોય.

માહિતી, પ્રત્યાયન અને પ્રૌદ્યોગિકી માટે જગ્યા પૂરી પાડે.

સંકલિત મૂલ્યાંકન હોય.

સરળ અને સાદી ભાષામાં રજૂઆત, અને

કલા, આરોગ્ય અને શારીરિક વિષયોનું સંકલન હોય

અધ્યયન નિષ્પત્તિઓ :

ગોખણપટ્ટીના બદલે ક્ષમતા આધારિત મૂલ્યાંકન પર ભાર મૂકવામાં આવેલ છે. સમગ્ર વર્ષ દરમિયાન બાળકો એક ચોક્કસ વર્ગમાં જ્ઞાન, કૌશલ્ય અને સામાજિક-વ્યક્તિગત ગુણો અને વલણમાં ફેરફાર આધારિત જે સિદ્ધિ મેળવે છે


 સમાવેશી વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા :

શિક્ષણની પ્રક્રિયાનો ભાગ કે જે વિકલાંગ અને બીજા તમામ બાળકો સાથે સમાવિષ્ટ છે તેના પર વિશ્લેષણ જરૂરી છે કે શા માટે અત્યારની પદ્ધતિ નિયમિત મુખ્ય પ્રવાહના તમામ શાળાકીય વયજૂથના તમામ બાળકો માટે સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં સફળ નથી ? તે સ્થાનિક પરિસ્થિતિમાં આવેલા સંસાધનો અને નવી પદ્ધતિઓ કઈ છે તેની પૃચ્છા કરે છે અને સક્રિય ભાગીદારી તેમજ શીખવામાં અવરોધાતી બાબતોની તપાસ કરે છે.

“એનિમલ સ્કુલ વાર્તાને આપેલ હેન્ડ આઉટમાંથી વાંચો. વાર્તાના આધારે આપેલા દરેક પ્રશ્ન પર તમારા વિચારોને સમગ્ર વર્ગ સમક્ષ રજૂ કરો. શિક્ષકે એ યાદ રાખવું જોઈએ કે અસરકારક અને વ્યાપક/સમાવિષ્ટ શિક્ષણ તમામ બાળકો માટે સારું છે. તે બાળકોની અનન્ય શક્તિઓ અને નબળાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને આ રીતે તેમના વ્યક્તિગત શિક્ષણની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અધ્યયન નિષ્પત્તિની સિદ્ધિ માટે તમામ શીખનારાઓ માટે અસરકારક શીખવાની તકો આપવા માટે વિશેષતાથી વિશિષ્ટતા સુધી નાટકીય પરિવર્તન જરૂરી છે. જો બાળકોએ શીખવું હોય અને શાળામાં સફળતા મેળવવી હોય તો આપણે બાળકોને માત્ર સાંસ્કૃતિક વિવિધતાને જ નહી પણ વિવિધ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિને અને ભૌતિક, માનસિક અને બૌદ્ધિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે.
રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા – 2005)

એનિમલ સ્કૂલ : વિશ્લેષણ માટેની વાર્તા

એક વખતે પ્રાણીઓએ ‘નવી દુનિયા’ ની સમસ્યાઓને હલ કરવા માટે કોઈ પરાક્રમ કરવાનુ વિચાર્યું. તેઓએ એક શાળા શરૂ કરી.

તેમણે દોડવું, ચઢવું, તરવું અને ઊડવાનો સમાવેશ કરતી પ્રવૃત્તિઓનો અભ્યાસક્રમ સ્વીકાર્યો હતો.

અભ્યાસક્રમને સરળતાથી ચલાવવા માટે બધા પ્રાણીઓએ બધા વિષયો શીખવાનું શરૂ કર્યુ.

બતક તરવામાં હોશિયાર હતી. હકીકતમાં તેના શિક્ષક કરતાં પણ વધુ સારી હતી, પણ ઊડવામાં તેણે પાસિંગ ગ્રેડ મેળવ્યો અને દોડવામાં ખૂબ જ નબળી સાબિત થઇ, તે દોડવામાં ધીમી હતી. માટે તેણે શાળા છૂટયા બાદ રોકાવું પડતું હતું અને દોડવાની પ્રેક્ટિસ માટે તરવાની પ્રેક્ટિસ છોડવી પડતી હતી. તેની તરવા માટેની ઉપયોગી પગની જાળ વધુ ધસાઈ ગઈ અને તે તરવા માટે સામાન્ય બની ગઇ ત્યા સુધી તેણે તે (દોડવાની ) પ્રેક્ટિસ ચાલુ રાખી પણ શાળામાં સામાન્ય શકિત સ્વીકાર્ય હતી તેથી કોઈએ પણ તેની ચિંતા કરી નહિ

સસલું દોડવામાં વર્ગમાં સૌથી પ્રથમ હતું પણ તરવામાં ઘણી પ્રેક્ટિસ કરવાના લીધે તે અશક્ત બન્ય (જ્યાં સુધી તે નિરુત્સાહી ન બની જાય ત્યાં સુધી) ખિસકોલી ઝાડ પર ચઢવામાં ખૂબ જ પાવરધી હતી. તેના શિક્ષકે ઝાડ પર ચઢવા ઉતારવાના બદલે જમીન પર દોડાવી હતી. એના કારણે તે ખૂબ થાકી અને ચઢવામાં C ગ્રેડ અને દોડવામાં D ગ્રેડ મેળવ્યો.

ગરુડ સમસ્યાત્મક બાળક હતું અને તે શિસ્તનું પાલન કરવાવાળું હતું. ચઢવાના વર્ગમાં તે ઝાડની ટોચ ! પર ચઢતાં બધાઓને પરાજિત કરતુ હતું. પણ ચઢવાની બાબતમાં પોતાની રીતનો જ આગ્રહ કરતું હોઈ કોઈને ગમતું ન હતું.

વર્ષના અંતે જોવા મળ્યું કે વિશિષ્ટ ઈલ (એક જાતની માછલી) બહુ સારી રીતે તરી શકતી હતી અને દોડવા, ચઢવા અને થોડુક ઊડવામાં પણ તેની સરાસરી ઊંચી હતી અને તે વિજેતા બની.

કૂતરાં શાળા બહાર રહેતાં હતાં અને તેઓ અભ્યાસક્રમ નિર્માતાઓ સામે પડયાં હતાં. કારણકે અભ્યાસક્રમમાં ખાડા ખોદવા અને બોડ બનાવવાનું સામેલ ન હતું.

 

 

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

ધો.1 અને 2 તાલીમ ના મુદ્દા તા 13-07-2024

*ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ :-* 𝓒𝓡𝓒 𝓬𝓸𝓻𝓭𝓲𝓷𝓪𝓽𝓸𝓻 𝓜𝓮𝓷𝓹𝓾𝓻𝓪 𝓣𝓪. 𝓖𝓪𝓵𝓽𝓮𝓼𝓱𝔀𝓪𝓻 𝓭𝓲𝓼𝓽.𝓴𝓱𝓮𝓭𝓪 🔖અભ્યાસક્રમ જીવન કૌશલ્ય અને એક્ટિવિટી બેસ પર ભાર. પાઠયપુસ્તક ઉદાહરણ સમજતો હોવો જોઇએ ...

દૈનિક આયોજન નોંધપોથી pdf – Day to Day Aayojan STD 3 to 8

જો આપ કોઈ શાળાના શિક્ષક હોય તો દૈનિક નોંધપોથી શું છે? તેના વિષે પરિચય આપવાની કોઈ જરૂર નથી. છતાં પણ વ્યાખ્યા કરવી હોય તો ” વિધાર્થીને ભણાવવાના વિષય ...

અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ,Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

Larning outcomes 2024-25 std 1 to 8 : અહીં ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. GCERT દ્વારા તૈયાર કરાયેલ આ અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ...

ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS

ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS ગુજરાતી – અહિ ક્લિક કરો ગણિત – અહિ ક્લિક કરો ગણિત નમુનારુપ પ્રશ્નો – અહિ ક્લિક કરો વિજ્ઞાન – ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!