ધોરણ 3 પાઠ્યપુસ્તક

ધોરણ 3 પાઠ્યપુસ્તક: STD 3 ALL TEXT BOOK

By admin

Published on:

Textbook of Class 8

ગુજરાતી(કલશોર) – અહિ ક્લિક કરો

ગણિત – અહિ ક્લિક કરો

પર્યાવરણ – અહિ ક્લિક કરો

ગુજરાતી (મયુર) (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો

Textbook of Class 8
Textbook of Class 8

 

પ્રસ્તાવના 

 પ્રાથમિક શિક્ષણ સંદર્ભે પર્યાવરણ શિક્ષણના અધ્યયન – અધ્યાપનમાં ચિંતન કરવા યોગ્ય જરૂરી વિવિધ પાસાઓને રજૂ કરે છે, જે નીચેનાં મુદ્દાઓ દ્વારા વિગતવાર રજૂ કરેલ છે.

 શૈક્ષણિક હેતુઓ.

પ્રાથમિક તબક્કે પર્યાવરણ શિક્ષણનું સ્વરૂપ, સ્થિતિ અને સહ-અભ્યાસક અપેક્ષાઓ.

પર્યાવરણ શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓ અને અઘ્યાપન અભિગમો.

શિક્ષણશાસ્ત્રીય અભિગમોને સમજાવવા માટે ‘પાણી’ વિષયને ઉદાહરણ સ્વરૂપે લેવાયેલ છે.

આ વિષયમાં જ્યાં શકય અને અનુરૂપ હોય ત્યાં વિવિધતા, લૈંગિકતા, કલા અને સૌંદર્ય, મૂલ્યો વગેરે સમજાવવા માટેના પ્રયત્નો કરાયેલ છે.

તાલીમાર્થી માટેની પ્રવૃત્તિઓ તેઓના શિક્ષણશાસ્ત્રીય પરિમાણોની સાથે પર્યાવરણ શિક્ષણની વિવિધ વિષયવસ્તુની ઊંડાણપૂર્વક સમજ વિકસાવવામાં મદદ કરી શકે.

આ મૉડ્યૂલમાં મૂલ્યાંકન માત્ર અલિપ્ત પ્રવૃત્તિ ન રહેતા અધ્યયન – અધ્યાપન પ્રક્રિયા સાથે જોડી શકાય. તેવી બાબતનો સમાવેશ કરાયો છે.

(ર) શૈક્ષણિક હેતુઓ :

આ મૉડ્યૂલના અભ્યાસ બાદ આપ આ બાબતોમાં સમજ કેળવશો.

પ્રાથમિક કક્ષાએ પર્યાવરણ શિક્ષણને એક સંકલિત અભ્યાસક્રમ તરીકે પ્રોત્સાહિત કરી શકાય.

પાઠ્યક્રમમાં સમાવિષ્ટ સંકલ્પનાઓ અને મુદ્દાઓ સાથે તેના હેતુઓને સાંકળી શકાય.

પાઠ્યપુસ્તકોમાં સંકલ્પનાઓ અને મુદ્દાઓના સ્થાન નિર્દેશ કરી શકે અને વર્ગખંડમાં તેઓના વ્યવહારમાં જુદા જુદા અભિગમો પ્રત્યે જાગૃત કરી શકાય.

બાળકોનાં નિશ્ચિત શૈક્ષણિક અનુભવોની જરૂરિયાત અને સંદર્ભોનું આયોજન અને રચના કરી શકાય.

બધા – વિદ્યાર્થીઓને અર્થસભર રીતે પ્રવૃત કરવા શીખવાની તકોનું આયોજન કરી શકાય.

પર્યાવરણ શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓની સાપેક્ષમાં અધ્યયન પ્રગતિ ચકાસવા વિવિધ મૂલ્યાંકન વ્યૂહરચનાઓનો ઉપયોગ કરી શકાય.

(૩) અભ્યાસક્રમનાં ક્ષેત્ર તરીકે પર્યાવરણ શિક્ષણ :

પર્યાવરણ શિક્ષણનો ધોરણ 3 થી 5 માં એક વિષય તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. પર્યાવરણ શિક્ષણ વિજ્ઞાન (પ્રાકૃતિક અને ભૌતિક) અને સામાજિક વિજ્ઞાન (કુદરતી, ભૌતિક, સામાજિક, (સાંસ્કૃતિક) ની સંકલ્પનાઓ અને મુદ્દાઓને સંકલિત કરે છે. નાના બાળકોના અભ્યાસક્રમના ભારણને ઘટાડવાના હેતુથી પર્યાવરણ ધોરણ-1 અને ધોરણ-2માં અલગથી સમાવેશ કરવાના બદલે ગણિત અને ભાષામાં તેના આ મુદ્દાઓનો સમાવેશ કરેલ છે.

પ્રવર્તમાન પર્યાવરણીય મુદ્દાઓ પ્રત્યે બાળકોને જોડવા. જાગૃત કરવા. પ્રોત્સાહિત કરવા અને સંવેદનશીલ બનાવવા માટે તેમના આસપાસની વાસ્તવિક પરિસ્થિતિઓ પ્રત્યે પ્રાથમિક કક્ષાએ પર્યાવરણ શિક્ષણની હિમાયત કરી છે. બાળકના નજીકના વાતાવરણ (કુદરતી, ભૌતિક, સામાજિક અને સંસ્કૃિતિક બાબતો સહિત) કે જેમાં પોતે ઘર. કુટુંબ અને શાળાના પર્યાવરણથી વિસ્તૃત પર્યાવરણ સાથે સામાન્ય રીતે પાડોશ અને સમુદાય જોડાશે. પર્યાવરણ શિક્ષણ માટે બાળકોને શીખવા માટેની કોઇએ, તેના બદલે એવા પ્રયત્નો થવા જોઇએ કે જેમાંથી બાળકો જાતે શનનું સાર્જન કરી શકે આ પક્રિયા દરમિયાન તેઓ પાઠ્યપુસ્તક ઉપરાંત જ્ઞાનના વિવિધ સંદર્ભના ઉપયોગ કરી શકે છે.

વાસ્તવિક દુનિયાના સંપર્કથી બાળકોની સામાજિક સમસ્યાઓ જેવી કે, નિઝલેશ મુખ્યારથી અલિપ્ત હોય તેવા, બાળમજુરી, નિરક્ષરતા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાથી જાતિ અને વર્ગની અસમાનતાઓ, વૃદ્ધો, અશક્તો, બીમાર વ્યક્તિ વગેરેના પડકારોનો સામનો કરવાની તક આપવી જોઈએ. શૈક્ષણિક સાધન સામગ્રી ઉપરાંત વર્ગખંડનું વાતાવરણ અને અધ્યાપન પ્રક્રિયાને સખાવેશ થવી જોઈએ. તેની ખાત્રી થવી જોઇએ. જેમ કે, શીખનારની ક્ષમતાઓ (દિવ્યાગનો સમાવેશ કરતા, ગતિ, પદ્ધતિ વગેરેના પરિપ્રેક્ષ્યમાં શીખનારની વિવિધતાને પોષે છે. પર્યાવરણ સંબધી વાસ્તવિક વૈશ્વિક સમસ્યાઓ (જેવી કે, કુદરતી સંસાધનોનું સંરક્ષણ, જાળવણી, કાળજી તેમજ પર્યાવરણીય ન્યાય અને અન્ય પર્યાવરણીય મુદ્દાઓ) પણ મહત્ત્વની છે. બાળકો અને તેના પર્યાવરણ વચ્ચે એક મજબૂત સેતુ બાંધવાની પહેલ થવી જોઇએ. બાળકોના નિર્ણયો અને પ્રતિક્રિયાઓ પર્યાવરણને કઈ રીતે અસર કરે છે. તે બાબત બાળકો અનુભવી શકે, તેનો પર્યાવરણના અધ્યયન અને અધ્યાપન દરમિયાન વિચાર થવો જોઇએ. તેની આસપાસના પડકારોનો સામનો કરવા માટે તેના જ્ઞાન અને અમુક કૌશલ્ય વિકસાવવામાં પણ મદદરૂપ થાય છે. તેના દ્રારા બાળક પર્યાવરણનો હિમાયતી અને રક્ષક બને છે, આખરે, આ સ્થિર ભવિષ્ય વિકસાવવામાં મદદરૂપ થશે.

ચાલો ચિંતન કરીએ.

પર્યાવરણ શિક્ષણની આ સમજણ પ્રમાણે, પ્રાથમિક કક્ષાનાં બાળકો પાસેથી શું શીખવાની અપેક્ષા રાખી શકાય ?

કઇ રીતે આ અપેક્ષા પરિપૂર્ણ કરી શકાય ?

આ માટે કઇ વ્યૂહરચનાનો ઉપયોગ કરી શકાય ?

વિભાગ ૪ અને ૫ દ્રારા ઇચ્છનીય, વ્યવહારુ અને પરિપૂર્ણ અભ્યાસક્રમ માટેનું જોડાણ પ્રસ્થાપિત કરવાની સમજ કેળવી શકાશે. પર્યાવરણ શિક્ષણમાં અધ્યયન નિષ્પત્તિઓ અને અભ્યાસને લગતી અપેક્ષાઓ નીચે દર્શાવેલ છે. શું આપ વિચારી શકો આ બધું કઈ રીતે જોડાયેલું છે ?

gyan sadhana

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

પત્રક-અ ધોરણ-3 તમામ વિષય | Std-3 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-3 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

દૈનિક આયોજન નોંધપોથી pdf – Day to Day Aayojan STD 3 to 8

જો આપ કોઈ શાળાના શિક્ષક હોય તો દૈનિક નોંધપોથી શું છે? તેના વિષે પરિચય આપવાની કોઈ જરૂર નથી. છતાં પણ વ્યાખ્યા કરવી હોય તો ” વિધાર્થીને ભણાવવાના વિષય ...

અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ,Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

Larning outcomes 2024-25 std 1 to 8 : અહીં ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. GCERT દ્વારા તૈયાર કરાયેલ આ અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ...

ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS

ધોરણ 9 પાઠ્યપુસ્તક : STD 9 ALL TEXT BOOKS ગુજરાતી – અહિ ક્લિક કરો ગણિત – અહિ ક્લિક કરો ગણિત નમુનારુપ પ્રશ્નો – અહિ ક્લિક કરો વિજ્ઞાન – ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!