ગુજરાતી (પલાશ) – અહિ ક્લિક કરો
ગણિત – અહિ ક્લિક કરો
વિજ્ઞાન – અહિ ક્લિક કરો
હિંન્દી સેમ 1 – અહિ ક્લિક કરો
હિંન્દી સેમ 2 – અહિ ક્લિક કરો
અંગ્રેજી સેમ 1 – અહિ ક્લિક કરો
અંગ્રેજી સેમ 2 – અહિ ક્લિક કરો
સામાજિક વિજ્ઞાન – અહિ ક્લિક કરો
સંસ્કૃત – અહિ ક્લિક કરો
સર્વાંગી શિક્ષણ – અહિ ક્લિક કરો
ગુજરાતી (કુક્કુટ) – (ગુજરાતી દ્વિતીય ભાષા) – અહિ ક્લિક કરો
શાળા શિક્ષણમાં ગણિતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. પ્રારંભિક કક્ષાએ તે એક ફરજિયાત વિષય કે ઝો કે. લોકો માને છે કે તે બાળકોમાં ભય. ડર અને તાણ પેદા કરે છે. વર્ગખંડ નિરીક્ષણ વિરયા જાણવા મળે છે કે અધ્યાપનની આ રીત જ આ તાણ પેદા કરે છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈ આ મોડ્યૂલ અધ્યેતા કેન્દ્રી ઉદાહરણ વડે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક કક્ષાએ ગણિત વિષયમાં કુશળતા અને પ્રૌશલ્યો વિકસવવા પર ભાર મૂકે છે. અને મૂલ્યાંકનને સાંકળે છે. આવા તણાવમુક્ત વર્ગખંડ વિવિધ ક્ષમતાઓ ધરાવતાં તમામ બાળકોને આવરી લે છે.
અધ્યયન હેતુઓ
આ મૉડ્યૂલ પરથી શિક્ષકો અધ્યાપનની અને મૂલ્યાંકનની એવી વ્યુહરચનાઓને જાણે જે બાળકોને અધ્યાપન પ્રક્રિયામાં સક્રિય રાખવા માટે અપનાવી શકાય તેઓ..
રાજ્ય પાઠ્યક્રમની સાથે અધ્યયન નિષ્પત્તિઓમાં દર્શાવેલક્ષમતાઓ અને કૌશલ્યોને જોડી શકશે. યોગ્ય અધ્યાપન પ્રક્રિયાઓ યોજી બાળકોને ધોરણવાર અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવામાં મદદરૂપ થશે. અધ્યાપન પ્રક્રિયાને મૂલ્યાંકન સાથે જોડી તમામ બાળકોની અધ્યયન પ્રક્રિયામાં સતત પ્રગતિની ખાતરી કરશે.
ગણિત વિષયનાં પરિરૂપની સમજ :
ગણિત આપણા વિચારોને માપવા, ચોક્કસ રહેવા અને આપણા દૈનિક જીવનમાં અવકાશી ખ્યાલોનો ઉપયોગ કરવા માટે મદદ કરી છે. તેનો ઉપયોગ કુદરતી વિજ્ઞાન, ઈજનેરી, દવા અને સામાજિક વિજ્ઞાન સહિતનાં ઘણા ક્ષેત્રોમાં જરૂરી સાધન તરીકે થાય છે. ગણિત રોજિંદી પરિસ્થિતિઓમાં તો મદદ કરે જ છે. આ ઉપરાંત તર્ક, અમૂર્ત વિચાર અને કલ્પના વિકસિત કરવા પણ મદદ કરે છે. આમ તે શાળા અભ્યાસક્રમમાં મહત્વનું સ્થાન ધરાવે છે અને તે ધોરણ-10 સુધી ફરજિયાત વિષય છે.
શાળામાં ગણિત શિક્ષણની કેટલીક સમસ્યાઓ
મોટાભાગના બાળકોમાં ગણિત પ્રત્યે ભય અને નિષ્ફળતાનો ભાવ હોય છે. માટેતેઓ પ્રારંભમાં જ હાર માની લે છે અને ગણિત શિક્ષણ છોડી દે છે.
ગણિતનો અભ્યાસક્રમ એ ઓછી સંખ્યામાં રહેલ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમને જરૂરી પડકારો આપવામાં અને વધુ સંખ્યામાં રહેલા અભ્યાસમાં ભાગ ન લેતા વિદ્યાર્થીઓ બંને માટે નિરાશાજનક છે.
દાખલાઓ, મહાવરો અને મૂલ્યાંકનની રીતો બધું યંત્રવત અને પુનરાવર્તિત છે, જેમાં ગણતરી પર ખૂબ ભાર આપવામાં આવે છે. ગણિતના ક્ષેત્રો, જેવા કે અવકાશી વિચારોનો અભ્યાસક્રમમાં વિકાસ થયો નથી.
શિક્ષકોમાં આત્મવિશ્વાસ, તૈયારી અને સહકારનો અભાવ છે.
આ અમને એક મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ દોરી જાય છે. શાળા સ્તરે ગણિત શિક્ષણનો મુખ્ય ધ્યેય શું છે? શું આપણે ફક્ત વિદ્યાર્થીઓમાં સંખ્યાત્મક કુશળતા વિકસાવવા માંગીએ છીએ કે જે તેમને રોજગારી મેળવનાર બનાવી શકે અથવા શું આપણે તેમને એવી વ્યક્તિઓ બનાવવા માગીએ છીએ કે જે લાંબા સમય સુધી સમાજના સામાજિક અને આર્થિક વિકાસમાં ફાળો આપે? સમાજમાં વિચારશીલ વ્યક્તિઓ વિકસાવવાની આ ચિંતા માટે શાળા સ્તરે ગણિત શિક્ષણ વધુ મહત્વ ધરાવે છે.
આ મૉડ્યૂલમાં આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે વિદ્યાર્થીઓને ગણિતશાસ્ત્ર અને તેમની ગાણિતિક વિચાર પ્રક્રિયાઓ વિશે વિચારતા કરી શકાય. ચાલો આપણે ગણિતશાસ્ત્ર શું છે તે જોઈને શરૂઆત કરીએ. ગણિત એટલે Mathematics. આ શબ્દ ગ્રીક શબ્દ ‘મેથેમા’ (Mathema) પરથી આવ્યો છે જેનો અર્થ ‘વિજ્ઞાન’ છે. ઓક્સફર્ડ ડિક્શનરી ગણિતને જગ્યા, સંખ્યાઓ અને જથ્થાના વિજ્ઞાન’ તરીકે વ્યાખ્યાયિત કરે છે. મુખ્યત્વે ગણિત એ માપન, ભાત અને સપ્રમાણતાના અધ્યયનની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં ચર્ચા કરવામાં આવતી વિભાવનાઓની, વ્યાખ્યાઓની કાળજીપૂર્વક રચના અને તર્કના આધારે ધારણાઓનું સ્પષ્ટ નિવેદન સામેલ છે. સચોટ તર્કના આધારે આ મૂળભૂત વ્યાખ્યાઓ અને ધારણાઓ તારવવામાં આવે છે.
પ્રાથમિક સ્તરે ગણિતશાસ્ત્ર :
સંપૂર્ણ સમાજ માટે પ્રાથમિક શાળાના શિક્ષકનું કાર્ય કેટલું અઘરું છે તે એક સમાજ તરીકે આપણે સમજવાનું બાકી છે. પ્રાથમિક શિક્ષક મોટી જવાબદારી સંભાળે છે અને તે પોતે જ બાળક આગળના વર્ષોમાં શું અને કેવી રીતે શીખશે તેમાં બદલાવ કરી શકે છે. પ્રાથમિક સ્તરે અધ્યાપનની ચોક્કસ પ્રકારની કુશળતા જરૂરી છે. જેમાં જ્ઞાન અને કુશળતા સામેલ હોય. આવી કુશળતા સમયાંતરે મેળવવામાં આવે છે. તે પોતાના કાર્ય વિશે વિચાર કરીને મેળવી શકાય છે. આ તબક્કે બાળકોની વિચારસરણી મોટાભાગે મૂર્ત અને પરિચિત વસ્તુઓની આસપાસ ફરે છે. આમ, તમામ શિક્ષણ-શીખવાની પ્રક્રિયાઓ બાળકોની મૂર્ત વસ્તુઓની ધારણાઓ રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરતી હોવી જોઈએ. આ તબક્કે શિક્ષણશાસ્ત્રમાં જુદી જુદી વિભાનાઓ, કુશળતા અને કૌશલ્યો સાથે વ્યવહાર કરતી વખતે નીચેના ક્રમમાં પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
શાળા કક્ષાએ ગણિત પ્રત્યેનો દ્રષ્ટિકોણ :
બાળકો ભય કરતાં ગણિતનો આનંદ માણતા શીખે.
બાળકો મહત્વપૂર્ણ ગણિતશાસ્ત્ર શીખે છે. ગણિતશાસ્ત્ર સૂત્ર અને યાત્રિક કાર્યવાહી કરતાં વધુ છે. બાળકો ગણિતને એકબીજા સાથે વાર્તાલાપ કરવા. ચર્ચા કરવા, કંઈક કહેવા અને સાથે કાર્ય કરવા માટે જુએ.
બાળકો અર્થપૂર્ણ સમસ્યાઓ ઊભી કરે છે અને હલ કરે છે.
બાળકો સંબંધોને જોવા, વસ્તુઓના કારણ સમજવા, સત્ય અથવા ખોટા નિવેદનોની દલીલ કરવા માટે અમૂર્તતાનો ઉપયોગ કરે છે.
બાળકો ગણિતના મૂળ માળખાને સમજે છે. અકગણિત, બીજગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિ.