દિન વિશેષ & સમાચાર તા. 18-06-2024

By admin

Updated on:

નેલ્સન મંડેલાની જન્મજયંતિ

૧૮ જુલાઈ દિન વિશેષ વ્યક્તિ

દક્ષિણ આફ્રિકાને વિદેશીઓની ગુલામીમાંથી મુક્ત કરાવનાર અને રંગભેદની નીતિની વિરૂધ્ધ સંઘર્ષ કરનાર નેલ્સન મંડેલાનો જન્મ ૧૮ જુલાઈ, ૧૯૧૮ના રોજ દક્ષિણ આફ્રિકાના ટ્રાંસકી ક્ષેત્રનાં ઉટાટા નજીક આવેલા એક ગામમાં થયો હતો.તેમણે સ્થાનિક મિશન સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યુ હતું.મેટ્રિક સુધીની પરીક્ષા હીલ્ડટાઉન બોર્ડિંગ સ્કૂલમાં પ્રાપ્ત કરી હતી.બી.એ. માટે વધુ અભ્યાસ અર્થે કોર્ટ હેયર સ્થિત યુનિવર્સિટી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.કોલેજ જીવનમાં જ તેઓ રાજનીતિમાં સક્રિય બન્યા હતાં.જ્હોનિસબર્ગમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેઓ સન ૧૯૪૨માં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રાજનીતિક દળ આફ્રિકી નેશનલ કોંગ્રેસ ‘એ.એન.સી.’ના સદસ્ય બન્યા હતા.એ દિવસોમાં દક્ષિણ આફ્રિકા ગોરા લોકોને આધિન હતું. તેઓ દક્ષિણ આફ્રિકાને ગોરા લોકોની ગુલામીમાંથી મુકત કરવા માંગતા હતાં. ૧૯૪૭માં એમના કાર્યથી પ્રભાવિત થતા કેટલાક અગ્રણીઓએ તેમને યુથના સચિવ બનાવી દીધા.તેમણે લોકોમાં જાગૃકતા લાવવા માટે એ.એન.સી. અને યૂથ લીગની નીતિઓને લોકો સમક્ષ પ્રસારિત કરીને બધાને એક જૂથ કર્યા હતા.તેઓ ૨૭ વર્ષ સુધી જેલના સળિયા પાછળ રહ્યા હતાં. જ્યારે તેઓ જેલમાં હતાં ત્યારે દક્ષિણ આફ્રિકામાં નરસંહારમાં અનેક લોકોને પશુની જેમ હણી નાંખ્યા હતાં.ગોરા લોકોએ એમની સાથે પાશવી અત્યાચાર કરીન ગુલામ બનાવીને રાખ્યા હતાં.જેલમાંથી મુકત થયા બાદ તેમણે જોશીલા શબ્દોમાં કહ્યું હતું કે, અમારું લક્ષ્ય દક્ષિણ આફ્રિકાને ગોરાઓથી મુકત કરાવવાનું છે,એના માટે મારી લડત ચાલુ રહેશે.’છેવટે તેમની લડતે રંગ રાખ્યો અને દક્ષિણ આફ્રિકાને આઝાદ કરાવ્યું અને તેમને મહાન હીરોની સંજ્ઞા આપવામાં આવી.તેઓ ૧૯૯૦માં સત્તાવીશ વર્ષની કેદ બાદ મુકત થતા પ્રથમવાર ભારત આવ્યા ત્યારે તેમને સર્વોચ્ચ આફ્રિકી નેતાના રૂપમાં સન્માન મળ્યું હતું. તદ્ઉપરાંત ભારત તરફથી દશનો સર્વોચ્ચ પુરસ્કાર નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.એ સમયે તેઓ આફ્રિકાના રાષ્ટ્રપતિ નહોતા બન્યા. આફ્રિકાના વિકાસમાં ભરપૂર સહયોગ આપ્યો અને અશ્વેત લોકોને સન્માન અપાવ્યું હતું.એમના ભાષણો અને લેખોને ‘નો ઈઝી વોક ટુ ફ્રીડમ’ (૧૯૬૮), ‘ધ સ્ટ્રગલ ઈઝ માય લાઈફ’ (૧૯૭૮) તથા ‘આઈ એમ પ્રિયેયર ટૂ ડાઈ (૧૯૭૯)માં સંગ્રહિત કરવામાં આવ્યા છે.૧૯૭૯માં આંતરરાષ્ટ્રીય દૂરંદેશી બદલ જવાહરલાલ નહેરૂ પારિતોષિક અને ૧૯૯૩માં નોબેલ શાંતિ પુરસ્કાર સમેત મંડેલાને આશરે ૨૫૦ કરતાં વધુ સન્માનો પ્રાપ્ત થયા હતા.’દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપિતા’ અને ‘દક્ષિણ આફ્રિકાના ગાંધી’ તરીકે વિખ્યાત નેલ્સન મંડેલાને લાંબા સમય સુધી શ્વાસનળીમાં તકલીફ રહેવાથી ૫ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ ૯૫ વર્ષની વયે અવસાન પામતા વિશ્વમાં એક શાંતિના દૂતને ગુમાવવાનો આઘાત પ્રસર્યો હતો.દર વર્ષે ૧૮ જુલાઈનો દિવસ તેમનાં માનમાં આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

આજ ના સમાચાર

આજે વિક્રમ સવંત 2081 શુક્લ પક્ષ ની એકાદશી (અગિયારસ) તા.18- 06-2024 વાર મંગળવાર, પ્રસ્તુત છે આજ નાં સમાચાર

  • ૫.બંગાળની ઘટના : કંચનજંગા એક્સપ્રેસમાં ગુડ્ઝ ટ્રેન ઘૂસી ઊભેલી પેસેન્જર ટ્રેન સાથે માલગાડી ટકરાઈ, ૧૫ મોત
  • રાજ્યમાં આજથી સાત દિવસ સુધી હળવાથી મધ્યમવરસાદની આગાહી
  • અત્યાર સુધીમાં સામાન્યથી ૨૦% ઓછો વરસાદ : IMD
  • શાકભાજીના ભાવો આસમાનેઃ ડુંગળી બટાકા કિલોના ૧૫થી સીધા જ રૂપિયા ૪૪
  • સુપર-8 માટે આઠ ટીમો નિશ્ચિત, ભારત 20મીએ અફઘાનિસ્તાન સામે ટકરાશે
  • ઓનલાઈન ૧ ઠગવા માટે ૩૦ હજારથી વધુ એપ્લિકેશન ધમધમે છે

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-8 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-7 તમામ વિષય | Std-7 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-7 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-6 તમામ વિષય | Std-6 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-6 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!