સમાચાર તા. 19-06-2024
આજે વિક્રમ સવંત 2080 જેઠ સુદ અગિયારસ વાર બુધવાર
- મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે મધ્યથી ભારે વરસાદની આગાહી
- પ્રાથમિક સ્કૂલોમાં ૨,૭૫૦ શિક્ષકની ભરતીની જાહેરાતના ૨૧ મહિના પછી પણ કાર્યવાહી નહીં
- સિંગર અલકા યાજ્ઞિક દુર્લભ બીમારીનો શિકાર લોકોને લાઉડ મ્યુઝિક નહીં સાંભળવા અને હેડફોનનો ઉપયોગ ઘટાડવા સૂચન કર્યું.
- શાકભાજીના ભાવો વધારો ટમેટા બટાટા નાં ભાવ આસમાને
- વિક્રમોની વણઝાર વચ્ચે વિડીને અફઘાનને ૧૦૪ રનથી હરાવ્યું
- સાઉથ આફ્રિકા અને અમેરિકાની મેચ સાથે આજથી સુપર-૮નો પ્રારંભ થશે
આવા રોજના સમાચાર મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાવ. અમારા ગ્રુપમાં જોઈન થવા આ નંબર 9512089290 પર ‘HI’ મેસેજ કરો.
દિન વિશેષ ડૉ.જયંત નારલીકરનો જન્મદિવસ
ભારતના પ્રસિદ્ધ નક્ષત્રશાસ્ત્રી અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી ડૉ.જયંત નારલીકરનો જન્મ ૧૯જુલાઈ,૧૯૩૮ના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો.પિતાનું નામ વિષ્ણુ વાસુદેવ જેઓ ગણિતના પ્રાધ્યાપક હતા.તેમના માતા સુમતિ સંસ્કૃતના વિદુષી હતા.તેમણે ઈ.સ.૧૯૫૭માં બનારસ હિંદુ યુનિવર્સિટીની વિજ્ઞાનના સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી.ઈ.સ.૧૯૬૩માં કેમ્બ્રીજથી પી.એચ.ડી.ની પદવી મેળવી હતી.ઈ.સ. ૧૯૬૪માં બીજા બ્રિટીશ ખગોળ ભૌતિક વિજ્ઞાની ફ્રેંડહોઈલ સાથે તેમણે જે સંશોધનો કર્યા હતા,તે લંડન રોયલ સોસાયટી સમક્ષ રજૂ કર્યા હતા.તે સમયે ભૌતિકશાસ્ત્રના ગુરુત્વાકર્ષણ, સાપેક્ષતા,દ્રવ્યમાન જેવા વિષયોમાં ઘણી અસ્પષ્ટતા પ્રવર્તતી હતી.તેમણે આ બધા વિષયોને સરળ બનાવ્યા.તેમણે જણાવ્યું કે પદાર્થનું દ્રવ્યમાન અચલ નથી.ઈ.સ.૧૯૬૩માં ગુરુત્વાકર્ષણ સિધ્ધાંત અને કેસ્મોલોજી સબંધી નૂતન અનુસંધાનો પર પોતાનો શોધ નિબંધ તૈયાર કર્યો હતો.આ શોધ નિબંધ માટે એમને ડોકટરેટની ઉપાધી પ્રાપ્ત થઈ હતી.તેઓ ટાટા ફન્ડામેન્ટલ રિસર્ચ ઇન્સ્ટીટયુટ મુંબઈમાં વૈજ્ઞાનિકપદે પણ રહ્યા હતા.ઈ.સ.૧૯૮૮માં દિવંગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એ તેમને નક્ષત્રશાસ્ત્ર અને નાભિકીય ભૌતિકશાસ્ત્રી અતંર્ગત વિશ્વ વિદ્યાલય કેન્દ્રપૂણે ના પ્રથમ નિર્દેશક તરીકે નિમણૂંક કરી હતી.એનસીઇઆરટી દ્વારા પ્રકાશિત વિજ્ઞાન અને ગણિતના પાઠયપુસ્તકો વિકસાવવા માટે જવાબદાર પાઠયપુસ્તક વિકાસ સમિતિના સલાહકાર જૂથના વિજ્ઞાન અને ગણિતના સલાહકાર જૂથના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી હતી.તેઓ મરાઠી,સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.મરાઠીમાં વૈજ્ઞાનિક સત્યો ઉપર આધારિત વાર્તાઓ અને લેખન કરનારા તેઓ પ્રથમ છે.આ સાથે ‘પેષિત’ નામની લઘુનવલ પણ તેમણે લખી છે. વિજ્ઞાનમાં તેમણે આપેલા પ્રદાન માટે તેમને દેશવિદેશમાં ઉત્તમ માનસન્માન મળ્યાં છે.ઈ.સ. ૧૯૬૫માં માત્ર ૨૭ વર્ષની વયે તેમને ‘પદ્મવિભૂષણ’નો ખિતાબ એનાયત કરવામાં આવેલો.ઈ.સ. ૧૯૬૦માં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ ખગોળવિજ્ઞાનનો ટાયસન પદક,ઈ.સ.૧૯૬૨માં સ્મિથ પારિતોષિક તથા ઈ.સ.૧૯૬૭માં એડમ્સ પારિતોષિક એનાયત થયેલ છે.ઈ.સ.૧૯૭૮માં શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડ,ઈ.સ.૧૯૮૫માં વિશ્વ ભારતી યુનિવર્સિટી તરફથી રવિન્દ્ર એવોર્ડ અને ઈ.સ.૧૯૯૦માં ઈન્દિરા ગાંધી એવોર્ડ પણ એનાયત થયેલ છે.
સમાચાર તા. 19-06-2024