આજ ના સમાચાર
20-06-2024
આજે વિક્રમ સવંત 2080 જેઠ સુદ તેરસ વાર ગુરુવાર
• સ્કૂલવર્ધી ચાલકોને ૪૫ દિવસનો સમય આપતા હડતાળ સમેટાઈ.
• ડિગ્રી ઈજનેરીમાં ૩૧,૫૨૭ને પ્રવેશ ફાળવ્યો, ૨૬ હજારથી વધુ બેઠક ખાલી.
• રાજ્યના ૨૮થીવધુતાલુકામાં વરસાદ,વલસાડના ઉમરગામમાં બે ઇંચ પડયો.
• બાલવાટિકામાં ૧૧.૭૩ લાખ-ધો.૧માં ૩.૬૨ લાખ બાળકોને પ્રવેશ.
• ભારત અને અફઘાન વચ્ચે આજે કુલ સુપર 8 નો મુકાબલો
• વાયુ પ્રદૂષણનો ભોગ : ૨૦૨૧માં ૮૧ લાખ લોકોનાં મૃત્યુ.
• ત્રણ મહિનામાં ધો.૯થી ૧૨માં TAT પાસ માટે ૭,૫૦૦ કાયમી શિક્ષકની ભરતી થશે.
આવા રોજના સમાચાર મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાવ. અમારા ગ્રુપમાં જોઈન થવા આ નંબર 9512089290 પર ‘HI’ મેસેજ કરો.
ડૉ.સલીમ અલીની પુણ્યતિથિ
૨૦ જૂન દિન વિશેષ વ્યક્તિ
ગુજરાતના વનસ્પતિશાસ્ત્રી અને આયુર્વેદાચાર્ય, પક્ષીવિદ, પ્રકૃતિવાદી,વન્યજીવન સંરક્ષણવાદી અને ભારતના ‘બર્ડ મેન’ તરીકે જાણીતા ડૉ.સલીમ મોહિઝુદ્દીન અબ્દુલ અલીનો જન્મ ૧૨ નવેમ્બર,૧૮૯૬ ના રોજ મુંબઈમાં થયો હતો.તેમનુ મૂળ વતન ખંભાત હતું.તેમના પિતાનું નામ મોઈઝુદ્દીન અને માતાનું નામ ઝિનત-ઉન-નિસા હતું.માતાપિતાના નિધન બાદ તેઓ તેમના નિ:સંતાન મામા અમીરુદ્દીન તૈયબજી અને મામી હમીદાની સાથે ખેતવાડી,મુંબઈ ખાતે રહેતા હતા.તેમણે ભારતમાં હૈદરાબાદ રાજ્યના પક્ષીઓની મોજણીની સર્વપ્રથમ કામગીરી કરી હતી.ત્યારપછી સમગ્ર ભારતના બધા જ પ્રદેશમાં પક્ષીઓની મોજણીની કામગીરી કરી હતી.સલીમ અલીએ દાયકાઓ સુધી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બી.એન.એચ.એસ)સાથે રહીને વિવિધ પ્રજાતિઓનાં પક્ષીઓ વિશે ગહન સંશોધનકાર્ય કર્યું હતું.ઈ.સ. ૧૯૪૭ પછી તેમણે ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ માં પ્રમુખ વ્યક્તિ તરીકે યોગદાન આપ્યું અને ‘ભરતપુર પક્ષી અભયારણ્ય'(કેઓલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન) ના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.તેમણે સાયલન્ટ વેલી નેશનલ પાર્કને બચાવવા માટે પણ મહત્વનું યોગદાના આપેલ છે.કચ્છ અને ત્રાવણકોરનાં પક્ષીઓ પર તો તેમણે સ્વંતત્ર ગ્રંથો લખ્યા છે.ડૉ.સલીમ અલી દ્વારા લખાયેલું अने १८४१ भां प्रङाशित थयेनुं “The Book of Indian Birds” BNHS & Oxford द्वारा पश પ્રકાશિત થયું અને બધા જ પક્ષીપ્રેમીઓ દ્વારા વખાણાયુ છે.જેમાં ભારતમાં જોવા મળતા ૫૦૦ થી વધુ પક્ષીઓની સચિત્ર માહિતી છે તથા પક્ષીનિરીક્ષણ માટેના ફિલ્ડમાર્ક અને પૂરક માહિતી પણ ખૂબ જ સરસ છે.તેમણે બીજુ એક પુસ્તક “Handbook of the birds of India and Pakistan * પણ લખ્યું છે,જેમાં તેમણે પક્ષીઓના ગુણ-અવગુણ,પ્રવાસી આદતો વિશે રોચક માહિતી આપેલ છે.’આપણાં સામાન્ય પક્ષીઓ’ એ તેમનું પ્રસિદ્ધ પુસ્તક છે.આ ઉપરાંત તેમણે પક્ષીઓ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે.તેમણે ‘ ધ હોલ ઓફ ધ સ્પેરો’ નામની આત્મકથા લખી હતી.તેમને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે.૧૯૫૮માં ભારત સરકારે તેમને ‘પદ્મ ભૂષણ’ અને ૧૯૭૬ માં ‘પદ્મવિભૂષણ’ આપી સન્માનિત કર્યા છે.૯૦ વર્ષની ઉંમરે ૨૦મી જૂન,૧૯૮૭ ના રોજ પ્રોસ્ટેટ કેન્સરના કારણે તેમનું મુંબઈ ખાતે અવસાન થયું હતું.