આજ ના સમાચાર
22-06-2022
આજે વિક્રમ સવંત 2080 જેઠ પૂનમ વાર શનિવાર
- ૨૦૩૬ના ઓલિમ્પિકની યજમાનીનો થનગનાટ
- CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે ૧૦મો વિશ્વ | યોગ દિવસ ઊજવાયો
- આજે જળયાત્રા સાથે રથયાત્રા મહોત્સવનો પ્રારંભ 108 કવવામાં નડીના જેક જળાભિષેક • બાદ જગન્નાથજી સાંજે મોસાળ જશે
શિક્ષણ સર્વોદય
- યોગ દિવસની દુનિયાભરમાં અનેરા ઉત્સાહભેર ઉજવણી
- પટના જ નહીં ઝારખંડના રાંચી સુધી NEETનું પેપર લીક થયું હતું
- રોહિત સહિત ભારતના ટોચના ક્રમનું ફોર્મ ચિંતાજનક, આજે બાંગ્લાદેશ સામે
આવા રોજના સમાચાર મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાવ. અમારા ગ્રુપમાં જોઈન થવા આ નંબર 9512089290 પર ‘માં’ મેસેજ કરો.
દિન વિશેષ
પંડિત સૂર્યનારાયણ વ્યાસની પુણ્યતિથિ
૨૨ જૂન દિન વિશેષ વ્યક્તિ
પંડિત સૂર્યનારાયણ વ્યાસ ભારતીય જ્યોતિષી હતા,જેમને ભારતની આઝાદીના સમયનું મુહૂર્ત કાઢવાનાર જ્યોતિષી તરીકે યાદ કરવામાં આવે છે.તેમનો જન્મ મધ્ય પ્રદેશનાં ઉજ્જૈન શહેરમાં ૨ માર્ચ,૧૯૦૨ના રોજ પંડિત નારાયણજી વ્યાસ ના ઘરે થયો હતો.૧૯૪૭માં જ્યારે એ નક્કી થઈ ગયું કે, અંગ્રેજો ભારત છોડવા તૈયાર છે ત્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદે ગોસ્વામી ગણેશદત્ત મહારાજ થકી ઉજ્જૈનના પંડિત સૂર્યનારાયણ વ્યાસને બોલાવ્યા. પંડિત વ્યાસે પંચાગ જોઈ ૧૪ અને ૧૫ ઓગસ્ટને જ આઝાદી માટે શુભ ગણાવ્યા.જેમાં એક દિવસે ભારત અને એક દિવસે પાકિસ્તાનને આઝાદ કરી શકાય.પંડિત વ્યાસે જ પાકિસ્તાન માટે ૧૪ અને ભારત માટે ૧૫ ઓગસ્ટ આઝાદી દિવસ રાખવા સલાહ આપી હતી.તેમના સૂચન પર પાકિસ્તાન ૧૪ ઓગસ્ટે આઝાદ થયું અને તે દિવસે જ સ્વતંત્રતા દિવસ ઊજવે છે.પંડિત વ્યાસના કહેવાને કારણે આઝાદી બાદ રાત્રે સંસદ ભવનને મંત્રોચ્ચાર સાથે ધોવામાં આવ્યું.તેમણે જણાવેલા મુહૂર્તના આધાર પર ગોસ્વામી ગિરધારીલાલે સંસદની શુદ્ધિ કરાવી હતી.પંડિતજીનું માનવું હતું કે,સંસદ ભવનને અંગ્રેજોના આભા મંડલથી મુક્ત કરાવવું જરુરી છે.તેથી જ સંસદ ભવન ધોવડાવવામાં આવ્યું હતું.પંડિત સૂર્યનારાયણ વ્યાસના પુત્ર રાજશેખરે તેમના જીવન અને ભવિષ્યવાણીઓ પર એક પુસ્તક લખ્યું છે.’યાદ આતે હૈ’ ટાઈટલવાળી આ પુસ્તકના ૧૯૭-૧૯૮ પેજ પર આઝાદીના દિવસના મુહૂર્તનો ઉલ્લેખ છે.પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીના તાશકંદ જતા પહેલા પંડિત વ્યાસે તેમના જીવીત પરત ન ફરવાનો એક લેખમાં ઉલ્લેખ કર્યો હતો.આ માહિતી શાસ્ત્રી સુધી પહોંચી તો તેમણે હસીને ટાળી દીધી.જોકે આ ભવિષ્યવાણી સાચી પડી.તેમણે સરદાર પટેલના સ્વાસ્થ્ય વિશે પણ ભવિષ્યવાણી કરી હતી અને તેમણે દર્શાવેલા સમય દરમિયાન જ તેમનું મોત થયું હતું.તેમણે ૩૦૦ ભૂકંપની યાદી એક અખબારમાં આપી હતી,જે આજે પણ અખબાર પાસે સુરક્ષિત છે.આ યાદીમાંના ઘણા ભૂકંપની ભવિષ્યવાણીઓ સાચી પડી છે. પંડિત વ્યાસે નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ તથા મહાત્મા ગાંધીજી વિશે કરેલી ભવિષ્યવાણીઓ પણ સાચી પડી હતી.મહાત્મા ગાંધીની હત્યાની ભવિષ્યવાણી પણ તેમા હતી.આઝાદી સમયે તેમણે દેશના વિકાસ અને ૨૦૨૦ સુધીમાં દેશની વિશ્વ સ્તરે ઓળખ અને દબદબાની ભવિષ્યવાણી કરી હતી. ૧૯૬૭થી ૧૯૬૯ દરમ્યાન ગોવિંદ નારાયણ સિંહના સમયગાળામાં તેઓ મધ્ય પ્રદેશ સરકારના સલાહકાર મંડળમાં સભ્ય હતા.તેમણે જ્યોતિષશાસ્ત્રમાં કરેલા યોગદાનો બદલ ભારત સરકારે ૧૯૫૮માં તેમને પદ્મભૂષણ એનાયત કર્યો હતો.૨૨ જૂન,૧૯૭૬ના દિવસે તેમનું અવસાન થયું.ભારતીય ટપાલ સેવાએ વર્ષ ૨૦૦૨માં તેમના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી છે.
સંકલન કરનાર :- શાહ વિજયકુમાર કેશવલાલ