તા.23-06-2024 ના સમાચાર અને દિન વિશેષ

By admin

Published on:

તા.23-06-2024 ના સમાચાર

આજ ના સમાચાર 23-06-2024

આજે વિક્રમ સવંત 2080 જેઠ વદ બીજ વાર રવિવાર

  • પ્લેટફોર્મ ટિકિટ સહિતની રેલવે સેવા પર GST नहीं
  • NTAના વડા હટાવાયા, NEET-PG પરીક્ષા પણ મોકૂફ
  • દેશમાં એન્ટિ પેપર લીક કાયદો અમલમાં રૂ. એક કરોડનો દંડ અને ૧૦ વર્ષની કેદ
  • રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે 130 લોકોની ધરપકડ

શિક્ષણ સર્વોદય

  • ખાનગી પ્રિ-સ્કૂલોની નોંધણી વિના ૧૦૦ ટકા નામાંકનના આયોજન પર પાણી ફરશે.
  • પુસ્તકો, યુનિફોર્મ સહિતની સામગ્રી ખરીદવા દબાણ ન કરવા તાકીદ
  • બાંગ્લાદેશને ૫૦ રનથી હરાવી ભારતે સેમિફાઈનલનો દાવો મજબૂત કર્યો

આવા રોજના સમાચાર મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાવ. અમારા ગ્રુપમાં જોઈન થવા આ નંબર 9512089290 પર ‘માં’ મેસેજ કરો.

દિન વિશેષ

ગિજુભાઈ બધેકાની પુણ્યતિથિ

૨૩ જૂન દિન વિશેષ વ્યક્તિ

ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો એવા ગિજુભાઈ બધેકા શિક્ષણવિદ્ હતા.તેઓ “મૂછાળી મા” ના હૂલામણાં નામથી જાણીતા હતા.તેમનો જન્મ ૧૫ નવેમ્બર,૧૮૮૫ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચિત્તળ ગામમાં થયો હતો.તેમના માતાનું નામ કાશીબા અને પિતાનું નામ ભગવાનજીભાઈ હતું.તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું.તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો.૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફ્રિક્રા અને પછી મુંબઈ ગયા હતા.તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ હતા.તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી.૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.પછીથી,નાનાભાઈ ભટ્ટ,હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈએ ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી.ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ ગુજ્જુ લેખકે બાળકો ના કુતુહાલ ને ઉત્તેજે,એમની કલ્પનાઓને જાગૃત કરીને એમના પસંદીદા રસ ને પોષી એમને માહિતી સાથે આનંદ આપનારું કવિતા,વાર્તા અને નાટક રૂપી સાહિત્ય વિપુલ પ્રમાણ માં પ્રગટાવ્યું.તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા,જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે.ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા,જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરું છે,સ્વતંત્ર બાલશિક્ષણ,મોન્ટેસરી પધ્ધતિ,અક્ષરજ્ઞાન યોજના,આ તે શી માથાફોડ?,બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો,ઘરમાં બાળકે શું કરવું વગેરે તેમના શિક્ષણ ને લગતાં પુસ્તકો છે.ઈસપનાં પાત્રો,કિશોર સાહિત્ય (1-6),બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો),બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા),જંગલ સમ્રાટ ટારઝનની અદભુત કથાઓ (1-10),બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો) વગેરે તેમનું બાળસાહિત્ય છે.ઈ.સ.૧૯૨૯માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.ગાંધીજીએ તેમના વિશે કહ્યું હતું, “ગિજુભાઈ વિષે હું લખનાર કોણ? એમના ઉત્સાહ અને એમની શ્રધ્ધાએ મને હંમેશા મુગ્ધ કર્યો હતો.એનું કામ ઉગી નિકળશે “

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-8 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-7 તમામ વિષય | Std-7 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-7 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

પત્રક-અ ધોરણ-6 તમામ વિષય | Std-6 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-6 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!