તા.24-06-2024 ના સમાચાર અને દિન વિશેષ
આજ ના સમાચાર 24-06-2024
આજે વિક્રમ સવંત 2080 જેઠ વદ ત્રીજ વાર સોમવાર
• આજથી ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર,વિવાદનાં એંધાણ
• ગુજરાતમાંશુથી પાંચ વર્ષના ૮૩.૭૨ લાખ પોલિયો ટીપાં પીવડાવાશે
• રાજ્યની યુનિવર્સિટીઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ, આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
• છેલ્લી ઘડીએ NEET-PG રદ થતાં હજારો વિદ્યાર્થીઓએ હેરાનગતિ ભોગવવી પડી ગ વહિારક્ષણ સાદર
• NEET: બિહારમાં CBIની ટીમ ઉપર હુમલો
• સુપર-૮ સ્ટેજમાં સૌથી મોટો ઊલટફેર, અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
• આત્મવિશ્વાસથી છલકાતી ભારતીય ટીમ આજે ઓસી.ના બોરિયા-બિસ્તરાં બંધાવી શકે
આવા રોજના સમાચાર મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાવ. અમારા ગ્રુપમાં જોઈન થવા આ નંબર 9512089290 પર ‘માં’ મેસેજ કરો.
તા.24-06-2024 ના દિન વિશેષ
પંડિત ઓમકારનાથ ઠાકુરની જન્મજયંતિ
૨૪ જૂન દિન વિશેષ વ્યક્તિ
SHAN SARV VO EDUCATIO
CHAN SARVODAY EDUCA CATION
ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન જ્યોતિર્ધર પંડિત ઓમકારનાથ ઠાકુરનો જન્મ ૨૪ જૂન,૧૮૯૭ના રોજ આણંદ જીલ્લાના જહાજ નામના એક નાનકડા ગામમાં થયો હતો.તેમના પિતા ગૌરીશંકર ઠાકુર વડોદરા રાજ્યમાં કારકૂન તરીકે સરકારી નોકરી કરતા હતા.માતાનું નામ ઝવેરીબા હતું.તેમના પિતા ૐકાર મંત્રના સાધક હતા.તેમનું બાળપણ ગરીબી અને સંઘર્ષ વચ્ચે શરૂ થયું હતું.બચપણથી જ સંગીતનો ખૂબ જ શોખ હતો.ભરૂચના એક શ્રીમંત પારસી એ મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કર પાસે શિક્ષણ માટે આર્થિક સહાય કરી હતી.તેઓ ગુરુ પાસે સાતેક વર્ષ મુંબઈમાં રહીને સંગીતની સાધના કરી.પંડિત વિષ્ણુ દિગંબર પુલસ્કરએ લાહોર ખાતેની ગાંધર્વ સંગીત વિદ્યાલયના આચાર્યપદે તેમની નિમણૂંક કરી.ત્યાં ત્રણેક વર્ષ રહી વિદ્યાલયના કુલગુરૂ બન્યા.નર્મદાકાંઠે ઝૂંપડીમાં રહીને અંબુભાઈ પુરાણી સાથે તેમણે સાધના કરી.ભરૂચમાં તેમણે ‘ગાંધર્વ નિકેતન’ નામની એક સંગીત સંસ્થાની સ્થાપના કરી.ઈ.સ.૧૯૨૨માં ઇન્દીરાબેન ભટ્ટ સાથે લગ્ન કર્યા.દેશભરમાં જ્યાં પણ સંગીત સંમેલનો ભરાય ત્યાં તેમણે આદરપૂર્વક આમંત્રણ મળતા હતા.ઈ.સ.૧૯૩૩માં ફ્લોરેન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સંગીત પરિષદમાં તેમણે ભાગ લીધો અને ભારતીય સંગીતની ખ્યાતી વધારી હતી.તેમણે જર્મની,હોલેન્ડ,ઇટાલી,ઈંગ્લેન્ડ,ફ્રાંસ, સ્વિટ્ઝર્લૅન્ડ જેવા અનેક દેશોના પ્રવાસ કર્યો.ઈ.સ.૧૯૩૩માં એક પ્રવાસ દરમ્યાન પ્રસુતિમાં પત્ની અને બાળકનું અવસાન થતાં તેઓ ખૂબ જ વ્યથિત થયા ત્યારપછી તેઓ ભરૂચ છોડી મુંબઈમાં વસવાટ કર્યો.તેમનો કંઠ બુલંદ છતાં કર્ણપ્રિય હતો.પંડિતજીનું ગાયકીનું ઘરાણું મશહૂર ગાયક હસુન ખાનનું હતું.તેઓ ધ્રુવપદ અને ઠૂમરીનું સફળ નિદર્શન કરી શકતા હતા.ઈ.સ.૧૯૩૮માં તેઓ કરાંચી ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં સંગીત વિભાગના અધ્યક્ષ બન્યા હતા.ઈ.સ.૧૯૪૩માં શ્રી રણજીતરામ સુવર્ણચંદ્રક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિશ્વ શાંતિ પરિષદમાં તેમણે પ્રસ્તુત કરેલું ‘વંદે માતરમ્’ ગીત શ્રોતાઓની અપ્રિતમ લોકચાહના મેળવી હતી.ઈ.સ.૧૯૫૦માં બુડાપેસ્ટ ખાતે મળેલી વિશ્વ વિદ્યાલયમાં સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે સેવા આપી ત્યારપછી તેમણે ‘કલા સંગીતભારતી’ નામે અકાદમીની સ્થાપના કરી.તેમણે અનેક પુસ્તકો જેવા કે ‘રાગ અને રસ’, ‘સંગીતાજલિ’ અને ‘પ્રણવભારતી’ લખ્યા છે.ઈ.સ.૧૯૫૫માં ભારત સરકારે ‘પદ્મશ્રી ‘નો ખિતાબ આપી સન્માનિત કર્યા છે.ઈ.સ.૧૯૬૩માં સંગીત નાટ્ય અકાદમીએ સન્માનિત કર્યા હતા.ઈ.સ.૧૯૬૩માં હિંદુ વિશ્વ વિદ્યાલય, વારાણસી તરફથી તેમને ‘ડોક્ટર ઓફ લેટર્સ’ ની પદવી મળી હતી.’સંગીતસમ્રાટ’ની પદવીથી સન્માનિત પંડિત ઓમકારનાથજીનું અવસાન ૨૯ ડીસેમ્બર,૧૯૬૭ના રોજ થયું હતું.ઈ.સ. ૧૯૯૭માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની સ્મારક ટિકિટ બહાર પાડવામા આવી હતી.