વિવિધ કાર્યક્રમ માટે ઉપયોગી શાયરીઓ
◆ પ્રાર્થના માટે ◆ ◆ દીપ પ્રાગટય માટે ◆
➡️ વક્રતુંડ મહાકાય,સૂર્ય કોટી સમપ્રભ.
નિર્વિઘ્નં કુરુમે દેવ,સર્વ કાર્યેશું સર્વદા.
➡️ શુભં કરોતુ કલ્યાણં, આરોગ્યં ધનસંપદા,
શત્રુ બુદ્ધિ વિનાશાય, દીપ જયોતિ નમોસ્તુતે…!
◆ અતિથિના સ્વાગત માટે ◆
➡️ કોયલ ને કુંજ વિના ન ચાલે ભમરા ને ગુંજન વિના ન ચાલે તમે તો અમારા એવા સ્નેહીજનો અમને તમારા સ્વાગત વિના ન ચાલે.
➡️ દરિયાકિનારે બેસી હું મોજાને સાંભરું,
પર્વત પર ચડી હું પથ્થરને સાંભરું,
એવો તો મોકો મળયો છે મને,
મારી જાતને ભુલી મહાનુભવોને સાંભળું.
➡️ તમારા અહીં પગલા થવાના
ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ
ફુલોની નીચી નજર થઇ ગઇ છે.
➡️ ઉપસ્થિત તમે છો તો, લાગે છે ઉપવન
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે.
જો ન તમે હો તો,બધા કહી ઊઠે કે;
વિધાતાની કોઈ કસર રહી ગઈ છે.
➡️ અવસર છે રૂડો આજ આંગણે,
ને હૈયે હરખ ઘણોયે વરતાય છે !
આપ તણી અહીં હાજરી નિરખી,
અમ આંખલડી આજ ઉભરાય છે.
➡️ આપ આયે તો લગા જિંદગી અપની તો નિહાલ હૂઈ,
મન જૈસે કશ્મીર હૂઆ ઓર આંખે નૈનિતાલ હૂઇ.
➡️ છે રસમ અહીંની જુદી,
ને છે રિવાજોયે નોંખા…!
અમારે મન તો કેવળ,
શબ્દો જ કંકુ ને ચોખા.
➡️ અમે હૈયાના હરખથી, એ ફૂલો ધર્યાં છે.
એ ફૂલો મહીં લાખ, ઉમંગોને ભર્યા છે.
એને લેજો સ્વીકારી, તમે પણ મનથી;
એને ખીલવવા અમે પણ, કૈં જતન જો કર્યાં છે.
◆ કાર્યક્રમ માટે ◆
➡️ એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે;
આતો પવનની લહેર હતી, હજી તુફાન બાકી છે.
➡️ ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે.
ને ફૂલોએ એમાં સુગંધને પાથરી છે.
આ સભાને છોડીને, ના જતા ઓ મિત્રો !
આ સભાની રોનક તો, આપની હાજરી છે.
◆ દાતાશ્રીઓ માટે ◆
➡️ ઈ નામને જરૂર યાદ રાખજો ઓ દોસ્તો !
જેહના કર-કમળથી,લો છો ઈનામ દોસ્તો !
➡️ દાતા વિના ધરમ સૂનો, દાતા વિણ ઘર,ગામ.
દાતા વિણ આ જગે કોઈ, ના થઈ શકે શુભ કામ…!
➡️ દાતાની દિલાવરી જુઓ, છૂટ્ટે હાથે કરે દાન.
દાતા થકી હર કાજમાં, ફૂકાય છે ભ’ઈ પ્રાણ…
➡️ દાતા-માતા જગમાં જુઓ, નિ:સ્વાર્થ છે બેઉનાં કામ…!
‘દાતા’ તો આ જગતમાં, પૂણ્ય તણું ભૈ ધામ…!
◆ વિદાય માટે ◆
➡️ કોઈ ને સમજાવતા પેહલા કોઈ ને સમજી તો જુઓ,
ભૂલવા નું કેહતા પેહલા કોઈ ને ભૂલી તો જુઓ,
સલાહ તો કોઈ પણ આપી શકે,
સલાહ આપતા પેહલા કોઈ ની મજબૂરી અનુભવી તો જુઓ…!
➡️ જિંદગીની હર એક પલ સરખી નથી હોતી ,
સમુદ્રમા રોજ ભરતી નથી હોતી,
મિલન અને જુદાઇ એ બે પ્રસંગ છે જિંદગીના,
જેમાં આંસુની કઈ કિંમત સરખી નથી હોતી…!
➡️ રાત સવારની રાહ નથી જોતી ,
ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી .
જે પણ ખુશીથી મળે છે દુનિયામાં ,
એને શાનથી સ્વીકાર જો કેમ કે ,
જિંદગી સમયની રાહ નથી જોતી.
➡️ મારી આ મુલાકાતને ચાહે તો મુસીબત કહેજે ,
તારી આ દ્રષ્ટિને મુજ પ્રત્યેની નફરત કહેજે.
પરંતુ એકાંતમાં આ અશ્રુભરી મારી વિદાય
યાદ આવીને રડાવે તો તેને તું મારી લાગણી કહેજે.
➡️ ગુનાહ વગરનો હું ગુન્હેગાર છુ,
તમારે જેમ ગણવું હોય એમ ગણો,
ઘડિયાળના કાંટા ફેરવી નાખ અરે દોસ્ત,
પછી નહિ મળે આ ક્ષણો !
➡️ સમયના વહેણમાં સમાઈ ન જતા,
દિલના દરિયામાં ડૂબી ન જતા,
આપની મૈત્રી છે જિંદગીથી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા.
➡️ સમયના બંધનના કદી વહેણ નથી હોતા,
ખરી ગયેલા પાન કદી લીલા નથી હોતા,
કહે છે દુનિયા બીજો દોસ્ત શોધી લે,
પણ કોણ સમજાવે એમને
કે સાચા દોસ્તના કદી “પુર્ણવિરામ” નથી હોતા…!
◆ આભાર વિધિ ◆
➡️ મોકો મળ્યો છે મુજને ત્યારે
આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં,
સૌ પ્રથમ કુદરતનો પછી
આપ સહુનો આભાર હુ મની લઉં,
ઋણ તો ચુકાવી શકતો નથી આપ સૌનું,
પણ આભાર માની આપ સૌને વધાવી લઉં.
➡️ આ ગરિમાપૂર્ણ કાર્યક્રમની સર્વાંગ સફળતા માટે અનુભવી માર્ગદર્શન હેઠળ અથાક મહેનત કરીને સુચારુ આયોજન, અસરકારક સંકલન, અને યોગ્ય અમલીકરણ થકી સોંપવામાં આવેલ જવાબદારી સુપેરે નિભાવી તે બદલ હું સંબંધીત તમામનો હ્યદયપૂર્વક આભાર માનું છું.
આપના આગમન બદલ શાળા પરિવાર આપ સર્વેનો આભાર વ્યક્ત કરવા ઉત્સુક છે. વાલીગણ એવા સર્વેના અમે ખૂબ ખૂબ આભારી છીએ.
એવા સુકાની સાહેબશ્રી…………. શિક્ષણ પ્રત્યે ખૂબ જ નાવિન્યતા, વૈવિધ્યતા દાખવનાર તથા ચિંતન કરનાર એવા અમને ખૂબ જ સુંદર મજાનું માર્ગદર્શન પૂંરુ પાડનાર એવા કહેવાય છે કે ધ્યેય હંમેશા ઉંચા રાખો…અને આપણે નક્કી કરેલ ધ્યેય ચોક્કસ પણે સફળતા દ્વ્રારા સિધ્ધ થશે…હંમેશા કંઇક નવા વિચારને, નવી દિશાને વેગ આપનાર એવા …. શાળાનાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરૂં પાડનાર મારા મિત્ર એવા….આપના આ માર્ગદર્શન દ્વારા જ આ શક્ય બન્યું છે…તો ફરીથી ખૂબ ખૂબ આભાર….અને ભવિષ્યમાં પણ અમારા પથદર્શક રહેશો…એવી આશા…..
Follow the શિક્ષણ સર્વોદય ઓફિશિયલ channel on WhatsApp: https://whatsapp.com/channel/0029VadRXXlBA1f4NXNXZa3t