Guru Purnima 2024 : હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. તે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે. આ તહેવારને ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. તેને વેદ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે
Guru Purnima 2024 Puja Vidhi, Shubh Muhurat: હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. તે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે. આ તહેવારને ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. તેને વેદ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે દાન કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે શિષ્યો ગુરુનો આભાર વ્યક્ત કરે છે, કારણ કે ગુરુ આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢે છે અને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ, પૂજા વિધિ, શુભ યોગ અને અન્ય જાણકારી.
ગુરુ પૂર્ણિમા 2024 તારીખ (Guru Purnima 2024 Date)
વૈદિક પંચાગ અનુસાર અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખ 20 જુલાઈના રોજ સાંજે 5.59 વાગ્યાથી શરૂ થાય છે. જે 21 જુલાઈના રોજ બપોરે 3.46 વાગ્યે સમાપ્ત થશે. તેથી ગુરુ પૂર્ણિમા 21 જુલાઈ 2024ના રોજ મનાવવામાં આવશે.
ગુરુ પૂર્ણિમા 2024 પૂજા મુહૂર્ત (Guru Purnima 2024 Puja Muhurat)
ગુરૂ પૂર્ણિમાના દિવસે સવારે 5.46થી બપોરે 3.46 સુધી પૂજા કરી શકો છો.
ગુરુ પૂર્ણિમા 2024 શુભ યોગ (Guru Purnima 2024 Shubh Yog)
આ વર્ષે ગુરૂ પૂર્ણિમાના દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે વિષ્કુંભ, પ્રીતિ યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. સવારે 5.57 વાગ્યાથી શરૂ કરીને આખો દિવસ સર્વાર્થ સિદ્ધિ યોગ રહેવાનો છે.
ગુરુ પૂર્ણિમા 2024 પૂજા વિધિ (Guru Purnima 2024 Puja Vidhi)
ગુરૂ પૂર્ણિમાના દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને બધા નિત્ય કામ કરીને સ્નાન કરી લો. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ફાયદાકારક સાબિત થાય છે. આ પછી સ્વચ્છ કપડા પહેર્યા બાદ તાંબાના લોટામાં પાણી, સિંદૂર અને લાલ ફૂલ નાખીને સૂર્યને અર્ઘ્ય અર્પિત કરો. આ સાથે તમારા આરાધ્યની વિધિવત રીતે પૂજા કરો.
આ પછી તમારા ગુરુઓને માળા વગેરે અર્પણ કરો. આ સાથે જ જો તમારા ગુરુ નજીકમાં રહેતા હોય તો તેમના ઘરે જઈને તેમના ચરણસ્પર્શ કરીને કેટલીક ભેટ આપો. જો ગુરુ આ સંસારમાં ન હોય તો તેમના સ્થાને ગુરુના ચરણ પાદુકાની પૂજા કરો. આ સિવાય જેમને ગુરુ નથી હોતા તેઓ આ દિવસે નવા ગુરુ પણ બનાવે છે.
ગુરુ પૂર્ણિમા 2024નું મહત્વ
કબીરદાસજીએ લખ્યું છે કે –
ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકે લાગું પાય.બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાયે.
આ ચૌપાઈમાં કબીર દાસ કહે છે કે જો ભગવાન અને ગુરુ ઊભા હોય તો પહેલા કોના ચરણસ્પર્શ કરવા જોઈએ. તેથી ગોવિંદે પોતે જ કહ્યું કે સૌથી પહેલા ગુરુના ચરણસ્પર્શ કરવાા જોઈએ. ગુરુ પૂર્ણિમાના દિવસે તેમના ગુરુઓ ઉપરાંત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે. આ દિવસે ગૌસેવા કરવાની સાથે જરૂરિયાતમંદોને દાન કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળે છે. આરોગ્યની પ્રાપ્તિ સાથે કુંડળીમાં ગુરુ દોષ સમાપ્ત થાય છે.
ગુરુ પૂર્ણિમા વિશે શાયરી અને સુવિચાર
ગુરુ પૂર્ણિમા વિશે શાયરી
Guru Purnima quotes in Gujarati given below.
“ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય,બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
સબ ધરતી કાગજ કરૂ, લેખની સબ વનરાજસબ સાગર કી મસી કરૂ, ગરૂ ગુણ લિખ્યો ન જાય
ગરૂ બ્રહ્મ, ગુુુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરાગુરુ સાક્ષાતા પરબ્રહ્મ, તસ્મે શ્રીગુરુવે નમઃ
કયા દૂ ગૂરુ-દક્ષિણા, મન હી મન મૈં સોચુંચુકા ન પાઉ ઋણ મૈં તેરાઅગર જીવન ભી અપના દે દૂં
જિસે દેતા હૈ હર વ્યકિત સમ્માન, જો કરતા હૈ વીરો કા નિર્માણજો બનાતા હૈ ઇન્સાન કો ઇંસાન, એસે ગુરુ કો કટિ -કોટિ પ્રણામ
અજવાળું આપી જાતે સળગે તે મીણબત્તીએવી જ રીતે જ્ઞાન આપી બીજાને સફળ કરે એ ગુરુ છેગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ
જીવનના અગણિત પાઠ શીખવ્યા અમનેગુરુ પર્ણિમાની શુભેચ્છા આપને
ગુરુ વિના જ્ઞાન નથીજ્ઞાન વિના આત્મા નથીધ્યાન, જ્ઞાન, સંયમ અને કર્મબધુ ગુરુની ભેટ છે.ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા
ગુરુના ચરણોમાં નમન કરું,જીવનનું દીપક પ્રગટાવ્યું.જ્ઞાનનું અમૃત પાયું,ગુરુના આશીર્વાદથી સફળ થયું.
ગુરુ મિત્ર, ગુરુ માર્ગદર્શક,ગુરુના આશીર્વાદથી ચમકે છે આકાશ.જીવનના અંધકારમાં પ્રકાશ,ગુરુના ચરણોમાં નમન કરું હું વારંવાર.
ગુરુના શિક્ષણથી મનમાં પ્રકાશ,જીવનના રસ્તે આગળ વધવાનો માર્ગ.ગુરુના આશીર્વાદથી મળ્યો વિશ્વાસ,ગુરુના ચરણોમાં નમન કરું હું વારંવાર.
ગુરુ મંત્ર, ગુરુ ઉપદેશ,જીવનમાં મળ્યો મને નવો અનુભવ.ગુરુના આશીર્વાદથી મળ્યો સફળતાનો શિખર,ગુરુના ચરણોમાં નમન કરું હું વારંવાર.
ગુરુનું સ્મરણ કરું હું દિન રાત,ગુરુના આશીર્વાદથી મળ્યું મને નવું જીવન.જીવનના સંઘર્ષમાં સાથ આપનાર,ગુરુના ચરણોમાં નમન કરું હું વારંવાર.
Guru Purnima Wishes in Gujarati
ગુરુ વિના નથી થતું જીવન સાકાર,ગુરુ જ છે સફળ જીવનનો આધાર.💐 Happy Guru Purnima 💐ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર:ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸
ગુરુજી આપે પ્રાણ સુના અંતરે પ્રગટે દીપ,ખોયું તે ભૂલી જે છે તેમાંથી કર નવસર્જન,ગુરુજી ખોલે અંતર ચક્ષુ આપે શિક્ષા અપાર.🙏 હેપી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ 🙏
આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે.🌻 હેપી ગુરુ પૂર્ણિમા 🌻
માથાં પર હોય જયારે ગુરુનો હાથ,ત્યારે જ બને છે જીવનનો સાચો આકાર.🌷 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🌷
જે કોઈ મારાથી પ્રેરિત થયા હોય એવા શિષ્યોઅને જેનાથી હું પ્રેરણા લઈ શક્યોએ બધા ગુરુઓ ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છાઓ..💐કૃષ્ણ થી જેનું ઊંચું સ્થાન,કરું તેને પ્રણામમાટી ને બનાવી દે ચંદનએવું એનું જ્ઞાનતેને સત સત પ્રણામ …🌹 Happy Guru Purnima 🌹
ગુરુ પૂર્ણિમા ના શુભ દિવસે મારા ગુરુ ક્યો તો પણ એજ અને ઇષ્ટદેવ ક્યો તો પણ એજ…એવા મારા માતા પિતાના ના પાવન ચરણો મા શીશ નમાવી વંદન કરું છું…🌷 ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા 🌷
“ગુરુની ભૂમિકાનો સાચો અર્થ એ છે કે તે આપણા સપનાને યોગ્ય માન આપે છે.”
“ગુરુ જ આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે.”
“આપણા જીવનમાં એક ગુરુ હોવું અને તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય આપણી અંદર દયા અને કરુણાનો પ્રકાશ પ્રજ્વલિત રાખવાનો છે, તે આપણા વિકાસનો આધાર બનાવે છે.”
ગુરુ પૂર્ણિમા વિશે શાયરી અને સુવિચાર ગુજરાતી PDF Download
GURU PURNIMA SPECIAL SCRIPT CLICK HERE