Income Tax Refund Status Check Online: ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ કરદાતાઓ ટેક્સ રિફંડ મળવાની રાહ જોઇ રહ્યા છે. કેટલાક કારણોસર ઘણી વખત ટેક્સ રિફંડ મેળવવામાં વિલંબ થાય છે. અહીં ટેક્સ રિફંડ સ્ટેટ્સ ઓનલાઈન ચેક કરવાની રીત અને રિફંડમાં વિલંબ થાય તો શું કરવું તેના વિશે જાણકારી આપવામાં આવી છે.
Income Tax Refund Status Check Online: ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2024 હતી. 7.5 કરોડથી વધુ લોકોએ આવકવેરા રિટર્ન ફાઇલ થયા છે. અને હવે ઘણા લોકો તેમના ટેક્સ રિફંડ માટે રાહ જોઈ રહ્યા છે. જે કરદાતાના ટીડીએસ અથવા સરપ્લસ એડવાન્સ ટેક્સ કાપવામાં આવ્યા હતા, તેમને હવે આઇટીઆર ફાઇલ કર્યા પછી રિફંડ મળશે. જો તમે પણ તમારા ઇનકમ ટેક્સ રિફંડ મળવાની રાહ જોઇ રહ્યા છો, તો અમે તમને જણાવી રહ્યા છીએ કે તમે કેવી રીતે સ્ટેટસ ચેક કરી શકો છો.
એકવાર ITR ફાઇલ થઈ જાય પછી, આવકવેરા વિભાગ સામાન્ય રીતે થોડા અઠવાડિયામાં રિફંડની પ્રક્રિયા કરવાનું શરૂ કરે છે. જો કે, ઓટોમેશન અને ડેટા એનાલિટિક્સમાં તાજેતરની પ્રગતિએ નોંધપાત્ર રીતે પ્રક્રિયાને ઝડપી બનાવી છે અને ટેક્સ રિટર્નના ઝડપી વેરિફિકેશનની અપેક્ષાઓ વધી ગઈ છે, જેનાથી મોટાભાગના કરદાતાઓને તેમના રિફંડ અગાઉના વર્ષો કરતાં વધુ ઝડપથી મળવાની આશા જાગી છે. જ્યારે મોટાભાગના કરદાતાઓને તેમનું રિફંડ તરત જ મળવાની અપેક્ષા છે. તો આના માટે વિપરીત કોમ્પ્લીકેટેડ રિટર્ન અથવા ITRમાં ડેટામાં ભૂલ હોવાને કારણે ITR રિફંડમાં વિલંબ થવાની સંભાવના રહે છે.
રિફંડ પ્રક્રિયામાં વિલંબના મુખ્ય કારણો
આવકવેરા રિફંડમાં વિલંબ પાછળના કારણોને સમજવાથી કરદાતાઓને ફાઇલિંગ પ્રક્રિયાની જટિલતાઓને નેવિગેટ કરવામાં અને તેઓને તેમનું રિફંડ ઝડપથી મળે તેની ખાતરી કરવામાં મદદ મળી શકે છે. એ પણ જાણીએ કે આવકવેરા રિફંડમાં વિલંબ થવાના મુખ્ય કારણો શું હોઈ શકે છે.
વધારાની માહિતીની જરૂર: આવકવેરા વિભાગ એસેસમેન્ટ પૂરું ન થાય ત્યાં સુધી રિફંડ પ્રક્રિયાને અટકાવીને કરદાતાઓ પાસેથી વધારાની માહિતી માંગી શકે છે.
મેળ ન ખાતી ગણતરી: આપેલ ગણતરીના આધારે વિભાગ ટેક્સ લાયેબિલીટીની પુષ્ટિ કરે છે. જો કોઈ ભૂલ હોય છે, તો ચુકવણીની રકમની વિગતો આપતું એક નોટિફિકેશન જારી કરવામાં આવે છે. જો કોઈ વિસંગતતા જોવા મળે, તો કરદાતા કલમ 139(4) હેઠળ અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકે છે.
ખોટી બેંક ખાતાની વિગતો: રિફંડ પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે કરદાતાઓએ ફાઇલિંગ પ્રક્રિયા દરમિયાન સાચા બેંક એકાઉન્ટ નંબરો પ્રદાન કરવા જોઈએ.
બેંક એકાઉન્ટ વેરિફિકેશન: રિફંડની પ્રક્રિયા માત્ર પ્રી-વેરિફાઈડ બેંક એકાઉન્ટ્સમાં જ કરવામાં આવે છે.
પ્રક્રિયાના સમયમાં વિલંબ: ભરવામાં આવેલા રિટર્નનું વોલ્યુમ વધારે હોવાને કારણે પણ પ્રોસેસમાં વિલંબ થઈ શકે છે અને કરદાતાઓએ રિટર્ન ફાઈલ કર્યાના 30 દિવસની અંદર તેમના રિટર્નને ઈ-વેરિફાઈ કરવું પડે છે.
ફોર્મ 26ASમાં ભૂલો: જો આવકવેરા રિટર્નમાં ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (TDS)ની વિગતો ફોર્મ 26ASમાં આપવામાં આવેલી માહિતી સાથે મેળ ખાતી નથી, તો તે રિફંડમાં મોડું થઈ શકે છે.