Time Table :વર્ષ -2024-25 ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન તેમજ પ્રથમ સત્રાંત પરીક્ષા આયોજન બાબત નો પરિપત્ર બાબત
રાજ્યની તમામ માધ્યમની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ પ્રથમ સત્રાંત પરીક્ષા તા.૧૭/૧૦/૨૦૨૪ થી ૨૫/૧૦/૨૦૨૪ દરમિયાન યોજવાની રહેશે. સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા રહે તે માટેનું સમાન સમયપત્રક આ સાથે (પરિશિષ્ટ- અ) સામેલ છે. સદર પરીક્ષા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે અને તે મુજબ સંબંધિત જિલ્લા/કોર્પોરશન/નગરપાલિકા શિક્ષણ સમિતિઓ દ્વારા કામગીરી થાય તે સુનિશ્ચિત કરવાનુંર હેશે.
1) ધોરણ ૩ થી ૮ની પ્રથમ સત્રાંત કસોટીઓ માટે ધોરણવાર અને વિષયવાર પરિરૂપ રાજ્યકક્ષાએથી તૈયાર કરી તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ)ને આપવામાં આવેલ છે. આ નિયત પરિરૂપ મુજબ ડાયેટ દ્વારા કસોટીપત્રો તૈયાર કરી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને
સોંપવામાં આવશે.
2) સદર કસોટીમાં ધોરણ ૩ થી ૮ના વિવિધ વિષયોમાં જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમની માસવાર ફાળવણી અનુસાર પ્રથમસત્રનો જૂન થી ઓક્ટોબર માસ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે.
3) સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ ગુજરાતી (પ્રથમભાષા), ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયના કસોટીપત્રો રાજ્યકક્ષાએથી આપવામાં આવેલ માળખા (પરિરૂપ) મુજબ
શાળાકક્ષાએ તૈયાર કરવાના રહેશે તેમજ સમાન સમયપત્રક મુજબ પરીક્ષા યોજવાની રહેશે. બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓએ નિયત માળખા (પરિરૂપ)ના આધારે શાળા કક્ષાએથી પોતે નિયત કરેલ સમયપત્રક મુજબ યોજી શકશે.
4) સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓએ તમામ વિષયોના સમાન કસોટીપત્રો સમાન સમયપત્રકના આધારે અમલી કરવાના રહેશે.
5) ગ્રાન્ટેડ શાળાઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીને કસોટીપત્રો માટે નિયત રકમ ચૂકવવાની રહેશે.
6) સ્વનિર્ભર શાળાઓ ઈચ્છે તો તમામ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રી પાસેથી મેળવીને પોતાની શાળામાં ઉપયોગ કરી શકશે. આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/ શાસનાધિકારીશ્રીને નિયત કરેલ રકમ જે તે સ્વનિર્ભર સંસ્થાએ ચૂકવવાની રહેશે.
7) જે શાળાઓમાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયોની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ જ યોજવાની રહેશે.
8) પરીક્ષા સમયપત્રકમાં દર્શાવેલ તારીખોમાં જો કોઈ જિલ્લા દ્વારા સ્થાનિક રજા જાહેર કરેલ હોય તો તે રજા રદ કરી સમયપત્રક અનુસાર પરીક્ષા યોજવાની રહેશે.
9) જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો દ્વારા તૈયાર કરવામાં આવેલ કસોટીપત્રોના છાપકામ, પેપરના પ્રૂક. ભાષાશુદ્ધિની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રહેશે.
10) ધોરણ ૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખવાના રહેશે. ધોરણ ૫ થી ૮ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહીમાં ઉત્તરો લખવાના રહેશે.
11) ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫થી પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં ધોરણ-૩ અને ધોરણ-૪ માં અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવશે. તેનું મૂલ્યાંકન માળખુ અન્ય વિષયની જેમ વાર્ષિક ૨૦૦ ગુણનું રહેશે જેના આધારે પત્રક-A, પત્રક-C (પરિણામપત્રક), પત્રક – F (પ્રોગ્રેસકાર્ડ) અને પત્રક- E (સંગૃહિત વિકાસ પત્રક) માં મૂલ્યાંકનમાં તેનો સમાવેશ કરવાનો રહેશે.
12) સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયમાં નક્શાઓ અને ગણિત વિષયમાં આલેખપત્રની જરૂરી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ કસોટીપત્રોની સાથે જ કરવાની રહેશે.
13) સત્રાંત કસોટી અંતર્ગત ઉત્તરવહીઓની ચકાસણી જે-તે શાળા કક્ષાએ જ કરાવવાની રહેશે.
14) કસોટીના પરિણામની ઓનલાઈન ડેટાએન્ટ્રી અંગે વિગતવાર સૂચના સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર મારફતે અલગથી આપવામાં આવશે. તે અનુસાર સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
Page 2 of 4
15) સદર પરીક્ષાના સુચારુ અમલીકરણ માટે પરીક્ષા દરમિયાન મોનીટરીંગ સ્ટાફ( CRC-BRC કો-ઓર્ડિનેટર, BRP, કેળવણી નિરીક્ષક, TPEO, SSA જિલ્લા કો-ઓર્ડિનેટર, DIET લેક્ચરર વગેરે) દ્વારા સઘન મોનીટરીંગ કરાવવાનું રહેશે.
16) પરીક્ષા અંગેની વખતોવખતની સૂચનાઓને ધ્યાને લેવાની રહેશે. પરીક્ષા અંગેની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની ગંભીર તકેદારી રાખવાની રહેશે.
પરીક્ષાના ટાઇમ ટેબલ માટે – અહી ક્લિક કરો