વિષય:- શાળા કક્ષાએ PDS+ મોબાઈલ એપ્લીકેશન મારફત e-KYC અંગેની તાલીમના લાઈવ પ્રસારણ બાબત. માનનીય સાહેબશ્રી,
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું ફેમાન.મુખ્ય સચિવશ્રી દ્વારા આ વિભાગને શાળાના આચાર્યોના સમર્થનથી વિવિધ સરકારી યોજનાઓ હેઠળ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓનું c.KYC પુર્ણ કરવા નિર્દેશ આપવામાં આવેલ છે. જેના અનુસંધાને PDS+ મોડ્યુલમાં શિક્ષકો/આચાર્યો થકી વિદ્યાર્થીઓના e-KYC કરવા માટેની તાલીમ BISAG N SATCOMની વંદે ગુજરાત ચેનલ નંબર-૧ના માધ્યમથી તા.૧૯/૦૯/૨૦૨૪ને ગુરુવારના રોજ બપોરે ૧.૦૦ કલાકે લાઈવ પ્રસારણ કરવામાં આવનાર છે.
ઉક્ત બાબતે જિલ્લાના તમામ બી.આર.સી સી.આર.સી અને આચાર્યોને લાઈવ પ્રસારણના સમયે હાજર રહેવા સુચના અપાઈ જવા વિનંતી છે. જેથી વિદ્યાર્થીઓના સ્કોલરશીપ ફાળવણી માટે વિદ્યાર્થીઓના e-KYCની પ્રક્રિયા ઝડપથી પુર્ણ થઈ શકે.
મહત્વપૂર્ણ લિંક
ઈ કેવાયસી અને PDS બાબત અગત્યનો લેટર-૧ વાંચવા માટે અહીં ક્લિક કરો.
ઈ કેવાયસી અને PDS બાબત અગત્યનો લેટર-૨ વાંચવા માટે અહીં ક્લિક કરો.
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે. આ યોજનાનો અમલ ડિઝીટલ ગુજરાત પોર્ટલ મારફત શાળા કક્ષાએથી કરવામાં આવે છે. રાજય સરકારના તમામ લાભાર્થીઓનું રેશનકાર્ડના ડેટાબેઝમાં Aadhaar Based Biometric e-KYC ની પ્રક્રિયા ગ્રામ પંચાયત કચેરીમા VCE મારફત, અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી મારફત, તેમજ My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા થઈ શકે છે.
વધુમાં e-KYC ની કામગીરીનો વ્યાપ ખૂબ વિશાળ હોય આ કામગીરી સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓ વચ્ચે સંકલન તથા એકસૂત્રતા માટે, વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે PDS+ મોડયુલમાં શિક્ષકો/આચાર્યો થકી વિદ્યાર્થીઓના e-KYC કરવા માટેની તાલીમ BISAG N SATCOM ની વંદે ગુજરાત ચેનલ નંબર-૧ ના માધ્યમથી તા.૧૯/૦૯/૨૦૨૪ને ગુરૂવારના રોજ નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી મારફત e-KYC બાબતે વિશેષ જાણકારી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જેની નકલ આ સાથે સામેલ છે જે ધ્યાને લેવા વિનંતી છે. આથી તમામ જિલ્લા અધિકારીશ્રીઓએ તેમજ શિષ્યવૃત્તિનું કાર્ય કરતાં કર્મચારીઓએ ઉપર જણાવેલ તાલીમમાં BISAG ના માધ્યમથી લાઈવ પ્રસારણના સમયે જોડાય તે માટે તમામ જિલ્લા કચેરીને જણાવવામાં આવે છે.