Books 2025 શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ – ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તક

By admin

Published on:

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ – ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તક

મહત્વપૂર્ણ લિંક

વર્ષે – 2025-26 થી જે પાઠ્યપુસ્તકો બદલાય છે તેનું લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 7 : ગુજરાતી પાઠ્યપુસ્તક : અહીં ક્લિક કરો

ધોરણ 6 : વિજ્ઞાન અને ટેકનોલોજી : અહીં ક્લિક કરો

ધોરણ 6 : ગુજરાતી (પલાશ) : અહીં ક્લિક કરો

ધોરણ 6 થી 8 : શ્રીમદ્ ભગવદ્ ગીતા : અહીં ક્લિક કરો

ધોરણ 5 : અંગ્રેજી : અહીં ક્લિક કરો

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ – ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તકોનું અમલીકરણ કરવા બાબત ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ઠરાવ ક્રાંક : પીઆરઈ / ૧૧૨૦૨૧ / ૬૨૨ / ક બ્લોક નં . ૫ , સાતમો માળ , સચિવાલય , ગાંધીનગર . તારીખ : ૧૭/૦૩/૨૦૨૨ વંચાણે લીધા : ૧. શિક્ષણ મંત્રાલય , ભારત સરકાર દ્વારા પસિદ્ધ કરેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ માં કરવામાં આવેલ બહુભાષિતા અંગેની ભલામણ ૨. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ માં વિજ્ઞાન અને ગણિત માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને અધ્યયન – અધ્યાપન સામગ્રી તૈયાર કરવા અંગેની ભલામણ પ્રસ્તાવના : સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ( NEP ) ૨૦૨૦ નો અમલ શરૂ કરવામાં આવ્યો છે . ગુજરાત રાજ્યમાં પણ સદર નીતિના અમલીકરણ સંદર્ભે શિક્ષણ પ્રણાલીમાં જરૂરી સુધારા કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે . આ અનુસંધાને , રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવ્યામુજબ શિક્ષણ પ્રણાલીમાં શીખવા – શીખવવાની પ્રક્રિયામાં માતૃભાષાની સાથે સાથે બહુભાષિતાને પ્રોત્સાહન આપવાનું સૂચવાયેલ છે . રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ ના મુદ્દા નંબર ૪,૧૨ અનુસાર “ સંશોધન સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકો ૨ થી ૮ વર્ષની ઉંમર વચ્ચે અત્યંત ઝડપથી ભાષાઓ શીખી લે છે અને બહુભાષિતાથી આ ઉંમરના વિદ્યાર્થીઓને ઘણા બધા જ્ઞાનાત્મક લાભો થાય છે . પ્રારંભિક તબક્કાથી જ તમામ ભાષાઓને આનંદદાયક રીતે આંતરક્રિયાત્મક શૈલીમાં તથા

પારસ્પરિક વાતચીત દ્વારા ભણાવવામાં આવે . ધોરણ – ૩ અને પછીના ધોરણોમાં અન્ય ભાષામાં વાંચવા અને લખવા માટેનાં કૌશલ્યો વિકસિત કરવામાં આવે . વિવિધ ભાષાઓને શીખવવા માટે તથા ભાષાશિક્ષણને લોકપ્રિય બનાવવા માટે ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે આ ઉપરાંત , સદર દસ્તાવેજમાં મુદ્દા ૪.૧૪ માં દર્શાવવામાં આવ્યુ છે કે ” વિજ્ઞાન અને ગણિત માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને અધ્યયન – અધ્યાપન સામગ્રી તૈયાર કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે , જેથી વિદ્યાર્થીઓ બંને વિષયો વિશે વિચારવા અને બોલવા માટે તેમની માતૃભાષા અને અંગ્રેજી બંનેમાં સક્ષમ બની શકે ” સાંપ્રત સમયમાં અંગ્રેજી વિષયની ઉપયોગિતા વધી રહી છે ત્યારે સમાજ અને વાલીઓ પણ ઈચ્છે છે કે બાળકો અંગ્રેજી વિષયમાં પારંગત બને , પરિણામે , અંગ્રેજી માધ્યમની શાળાઓમાં નામાંકન પણ વધ્યું છે . અંગ્રેજી વિષય સારી રીતે શીખવા માટે અંગ્રેજી માધ્યમની નહિ , કોઈપણ માધ્યમમાં સારા અંગ્રેજી શિક્ષણની જરૂરિયાત હોય છે . યોગ્ય રીતે અધ્યયન અનુભવો પૂરા પાડવામાં આવે તો ગુજરાતી માધ્યમમાં પણ ઉત્તમ અંગ્રેજી શિક્ષણ મેળવી શકાય છે . ઠરાવ : ઉપરોક્ત બાબતે થયેલ પુખ્ત વિચારણાના અંતે , રાજ્યની અંગ્રેજી માધ્યમ સિવાયનાં માધ્યમની શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તથા ધોરણ – ૬ થી ક્રમશ : દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ કરવા બાબતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે ; ૧. ધોરણ – ૧ અને ૨ માં શ્રવણ અને કથન કૌશલ્યને લગતી વિવિધ પ્રવૃત્તિઓ ઉપર આધારિત પરિચયાત્મક અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે . ૨ . ધોરણ – ૩ થી ૫ અંગ્રેજી ( દ્વિતીય ભાષા ) માં શ્રવણ – કથન – વાચન અને લેખન કૌશલ્ય વિકસે તે રીતે શિક્ષણ આપવામાં આવશે . ૩ . ધોરણ – ૩ થી ૫ માં ગણિત અને પર્યાવરણ વિષયના પાઠ્યપુસ્તકોમાં મહત્વના શબ્દો માટેની અંગ્રેજી પરિભાષા ( Terminology ) નો સમાવેશ કરવામાં આવશે . ૪. ધોરણ – ૬ થી ૮ માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અમલ કરવામાં આવશે . ગણિત અને વિજ્ઞાન સિવાયના તમામ વિષયોનાં પાઠ્યપુસ્તકો જે તે માધ્યમની ભાષાઓમાં યથાવત રહેશે .

૫. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં ધોરણ ૬ , વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૭ તેમજ વર્ષ ૨૦૨૪-૨૫ માં ધોરણ ૮ માં ગણિત અને વિજ્ઞાન વિષયનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અમલી બનશે . ૬ . શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી ધોરણ ૯ થી ૧૨ માં ગણિત – વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકો ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવશે . વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન વિષય માટે બંને પૈકી કોઈ એક માધ્યમ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવશે . ૭. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ ( SoE ) અંતર્ગત પસંદ થનાર ૧૫,૦૦૦ સરકારી પ્રાથમિક શાળાઓમાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન- અધ્યાપન સામગ્રીનો ફરજીયાત અમલ કરવામાં આવશે . જ્યારે , અન્ય સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લઇ સ્વૈચ્છિક ધોરણે અમલ કરવામાં આવશે . ૮. અંગ્રેજી માધ્યમ સિવાયની સ્વનિર્ભર શાળાઓ સ્વૈચ્છિક ધોરણે દ્વિભાષી પાઠ્યપુસ્તકો અને દ્વિભાષી અધ્યયન – અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરી શકશે . જેની નોંધણી જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીમાં થશે . ૯. સ્કૂલ્સ ઓફ એક્સલન્સમાં પસંદ થયેલ તમામ સરકારી પ્રાથમિક શાળાઓ , તેમજ સ્વૈચ્છિક રીતે જોડાયેલ સરકારી , અનુદાનિત અને સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ – ૬ માં દાખલ થનારા વિદ્યાર્થીઓ દ્વિભાષી પાઠ્યપુસ્તકોનો અસરકારક ઉપયોગ કરી શકે તે માટે અંગ્રેજી ભાષા સજ્જતા અને ગણિત – વિજ્ઞાનના અંગ્રેજી પારિભાષિક શબ્દો { Terminology ) ની સમજૂતી આપતો એક માસનો બ્રીજ કોર્સ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જે તે શાળા કક્ષાએ યોજવાનો રહેશે . ૧૦. ધોરણ ૧-૨ ના પરિચયાત્મક અંગ્રેજી શિક્ષણ તેમજ ધોરણ ૩ થી ૫ નાં અંગ્રેજી વિષયનાં નવાં પાઠ્યપુસ્તકો તથા ધોરણ ૬ થી ૧૨ નાં ગણિત- વિજ્ઞાનનાં દ્વિભાષી પાઠ્યપુસ્તકો અન્વયે તમામ સરકારી અને અનુદાનિત શાળાઓનાં શિક્ષકો માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ( GCERT ) દ્વારા શિક્ષક – તાલીમ યોજવામાં આવશે . સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો માટે જરૂરિયાત મુજબ તાલીમ ઉપલબ્ધ કરાવવામાં આવશે . ૧૧. ધોરણ ૬ માં દાખલ થનાર બાળકો માટેના બ્રીજ કોર્સની સામગ્રી GCERT દ્વારા તૈયાર કરવામાં આવશે તેમજ સમગ્ર શિક્ષા ( SSA ) દ્વારા શાળાઓ સુધી પહોંચાડવામાં આવશે .

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળાઓમાં ધોરણ – ૧ થી અંગ્રેજી વિષયનું શિક્ષણ શરૂ કરવા તેમજ ધોરણ – ૬ થી ક્રમશ : ગણિત – વિજ્ઞાનના દ્વિભાષી પાઠ્યપુસ્તક

 

 

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

ગણિત વિજ્ઞાન ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે ઊપયોગી પીડીએફ ડાઉનલોડ કરો

ગણિત વિજ્ઞાન ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને સત્રો માટે ઊપયોગી પીડીએફ ડાઉનલોડ કરો ગણિત વિજ્ઞાન સજ્જતા માટે ધોરણ 6-7-8 પ્રથમ સત્ર તથા દ્વિતીય સત્ર બંને ...

શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત

શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત   શાળાના તમામ વિદ્યાર્થીઓની “એક રાષ્ટ્ર, એક વિદ્યાર્થી અપાર ID” (APAAR)” ID બનાવવા બાબત મહત્વપૂર્ણ ...

Ekyc tranning શાળા, કોલેજોના વિદ્યાર્થીઓના e-KYC બાબતે આચાર્ય/શિક્ષિકો VCE, નાયબ મામલતદાર (પુરવઠા), ઝોનલ અધિકારીશ્રીઓને જાણકારી આપવા બાબત.

શાળા, કોલેજોના વિદ્યાર્થીઓના e-KYC બાબતે આચાર્ય/શિક્ષિકો VCE, નાયબ મામલતદાર (પુરવઠા), ઝોનલ અધિકારીશ્રીઓને જાણકારી આપવા બાબત. ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારત સરકારની સૂચના મુજબ તમામ કલ્યાણકારી ...

E KYC માટે શાળાનો સમય સવારનો કરવા બાબત પરિપત્ર ભરૂચ

E KYC માટે શાળાનો સમય સવારનો કરવા બાબત પરિપત્ર ભરૂચ ✅ *શિષ્યવૃત્તિ મિશન મોડમાં* *`E KYC on Mission Mode`* 1. *બાળકની એન્ટ્રી અપડેટ કેવી રીતે કરવી ?* `https://youtu.be/HYzH5alRoxM?si=QI8VN__k8OuXWMmT` ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!