શાળા, કોલેજોના વિદ્યાર્થીઓના e-KYC બાબતે આચાર્ય/શિક્ષિકો VCE, નાયબ મામલતદાર (પુરવઠા), ઝોનલ અધિકારીશ્રીઓને જાણકારી આપવા બાબત.
ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, ભારત સરકારની સૂચના મુજબ તમામ કલ્યાણકારી યોજનાઓમાં DBT નો લાભ મેળવવા માટે લાભાર્થીખોનું e-KYC થયેલ હોવું જરૂરી છે. અ.ના.પુ. અને ગ્રા.બા. વિભાગ દ્વારા હાલ રેશનકાર્ડ ધારકોના e-KYC ની કામગીરી (૧) My Ration મોબાઈલ એપ્લીકેશન દ્વારા લાભાર્થી ઘરેબેઠાં ફેસ ઓથેન્ટીકેશનથી કરી શકે છે. (૨) ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં VCE દ્વારા વેબ બેઝડ મારફત તથા (૩) અધિકારી/કર્મચારી/VCE/આચાર્ય/શિક્ષકો દ્વારા PDS + મોબાઈલ એપ્લીકેશનથી કરવામાં આવી રહેલ છે.
કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારની પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના તથા અન્ય વિવિધ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ આપવા માટે વિદ્યાર્થીઓનું e-KYC કરવું જરૂરી છે. આ બાબતને અગ્રતા મળે તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના e-KYC સૌપ્રથમ કરવામાં આવે તે બાબતે નાયબ મામલતદારશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ, VCEશ્રીઓને અત્રેથી અગાઉ BISAG તથા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી જાણકારી આપવામાં આવેલ છે, જેમાં ખૂબ સારા પરિણામી મળી રહેલ છે.
e-KYC ની કામગીરીનો વ્યાપ ખૂબ વિશાળ હોય આ કામગીરી સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓ વચ્ચે સંકલન તથા એકસૂત્રતા માટે, વિવિધ પ્રશ્નનોના નિરાકરણ માટે તા. ૨૬/૦૯/૨૦૨૪ના રોજ બપોરે ૧:૦૦ થી ૨:૦૦ કલાક સુધી BISAG ના માધ્યમથી e- KYC બાબતે વિશેષ જાણકારી આપવાનું ફરીથી આયોજન કરવામાં આવેલ છે. e-KYC ની આ કામગીરીમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અગ્રતા આપી સરળતાથી અને ઝડપથી થઈ શકે તે માટે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓના શિક્ષકો/આચાર્યોને સદર તાલીમમાં BISAG ના માધ્યમથી જોડાય તે બાબતે આપની કક્ષાએથી જરૂરી સૂચના આપવા આથી જણાવવામાં આવે છે.
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે, ભારત સરકારની સૂચના મુજબ તમામ કલ્યાણકારી યોજનાઓમાં DBT નો લાભ મેળવવા માટે લાભાર્થીઓનું e-KYC થયેલ હોવું જરૂરી છે. અન્ન, ના.પુ. અને ગ્રા.બા.વિભાગ દ્વારા હાલ રેશનકાર્ડધારકોના e-KYC ની કામગીરી, (૧) My Ration મોબાઈલ એપ્લીકેશન દ્વારા લાભાર્થી ઘરેબેઠાં ફેસ ઓથેન્ટીકેશનથી કરી શકે છે. (૨) ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં VCE દ્વારા વેબ બેઈઝડ મારફત તથા (૩) અધિકારી/કર્મચારી/VCE/આચાર્ય/ શિક્ષકો દ્વારા PDS+ મોબાઈલ એપ્લીકેશનથી કરવામાં આવી રહેલ છે.
કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારની પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના તથા અન્ય વિવિધ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ આપવા માટે વિદ્યાર્થીઓનું e-KYC કરવું જરૂરી છે. આ બાબતને અગ્રતા મળે તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના e-KYC સૌપ્રથમ કરવામાં આવે તે બાબતે નાયબ મામલતદારશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ, VCEશ્રીઓને અત્રેથી અગાઉ BISAG તથા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી જાણકારી આપવામાં આવેલ છે, જેમાં ખૂબ સારા પરિણામો મળી રહેલ છે.
e-KYC ની કામગીરીનો વ્યાપ ખૂબ વિશાળ હોય આ કામગીરી સાથે સંકળાયેલ વિવિધ કચેરીઓના અધિકારી/કર્મચારીઓ વચ્ચે સંકલન તથા એકસૂત્રતા માટે, વિવિધ પ્રશ્નનોના નિરાકરણ માટે તા.૨૬/૦૯/૨૦૨૪ના રોજ બપોરે ૧:૦૦ થી ૨:૦૦ કલાક સુધી BISAG ના માધ્યમથી e-KYC બાબતે વિશેષ જાણકારી આપવાનું ફરીથી આયોજન કરવામાં આવેલ છે. આથી, G-KYC ની આ કામગીરીમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને અગ્રતા આપી સરળતાથી અને ઝડપથી થઈ શકે તે માટે જરૂરી સંકલન માટે નાથબ મામલતદારશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ, સંબંધિત આચાર્યશ્રી/શિક્ષકશ્રીઓ તથા VCEશ્રીને અને વિભાગોની ટેકનીકલ ટીમો આ તાલીમમાં BISAG ના માધ્યમથી જોડાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે.