Today News & Din Vishesh તા.21-06-2024 ના સમાચાર અને દિન વિશેષ

By admin

Updated on:

Today News & Din Vishesh તા.21-06-2024 ના સમાચાર અને દિન વિશેષ

આજ ના સમાચાર 21-06-2024

આજે વિક્રમ સવંત 2080 જેઠ પૂનમ વાર શુક્રવારે

• આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે

• જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં ૧૫ હજારથી વધુ લોકો જોડાશે

• ધો. ૧૦-૧૨ની પૂરક પરીક્ષામાં દરેક કેન્દ્રો પર CCTV ચેકિંગ માટે સુપરવાઈઝર મુકાશે

• અમદાવાદમાં અસહ્ય સુધી વરસાદ પડવાની ઉકળાટ : ૨૮ જૂન કોઈ જ શક્યતા નહીં

• ગુજરાતમાંથી હોમલોન લેનારાઓની સંખ્યામાં એક જ વર્ષમાં ૬૨%નો વધારો

• ભારતે અફઘાનિસ્તાનને ૪૭ રનથી હરાવીને પ્રથમ અંતરાય પાર કર્યો

આવા રોજના સમાચાર મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાવ. અમારા ગ્રુપમાં જોઈન થવા આ નંબર 9512089290 પર ‘માં’ મેસેજ કરો.

દિન વિશેષ 

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન દિન વિશેષ

SARVO ODAY SHAN 2 5

EDUCATION

હજારો વરસો પહેલાંથી યોગ એ પતંજલિ ઋષિએ દુનિયાને આપેલી ભેટ છે.મૂળથી જ એ ભારતની વિરાસત છે.યોગની શરૂઆત થઇ ભારતમાં, પણ આજે એ વિશ્વના દરેક દેશોમાં પહોંચી ગયો છે.તારીખ ૧૧ મી ડીસેમ્બર,૨૦૧૪ ના રોજ મળેલી આંતર રાષ્ટ્રીય સંસ્થા યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ મોટી બહુમતીએ ઠરાવ પસાર કરીને ૨૧ મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘International Day of Yoga’ તરીકે ઉજવવાની ઓફિસીયલી જાહેરાત કરી હતી.દુનિયાના ૧૯૩ દેશમાંથી ૧૭૩ દેશોએ આ ઠરાવને ટેકો આપ્યો હતો.મહર્ષિ અરવિંદ ઘોષે જેમ ભારત ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે એક સ્વતંત્ર દેશ બનશે એવું ભવિષ્ય ભાખ્યું હતું એવું જ બીજું ભવિષ્ય ભાખતાં એમણે ઈ.સ.૧૯૦૦ ની શરૂઆતના વર્ષ દરમ્યાન કહ્યું હતું કે આજથી ૧૦૦ વર્ષ પછી ભારત વિશ્વને આધ્યાત્મિક માર્ગ બતાવી વિશ્વ ગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે.તારીખ ૨૧મી જુન,૨૦૧૫ થી જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતમાં જ નહીં,પણ વિશ્વના અનેક દેશોમાં અવનવા કાર્યક્રમોનું આયોજન કરીને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે.આ પુરવાર કરે છે કે મહા યોગી અરવિંદ ઘોષને સો વરસો અગાઉ એમના અંતરમાં થયેલી પ્રતીતિ આજે કેટલી સાચી પડી છે ! યોગ એ માત્ર શારીરિક કસરત નથી,એ તો એનો માત્ર એક ભાગ છે.યોગ તન,મન અને આત્માને એકરૂપ બનાવી જોડે છે.તમે જે પણ કામ કરતા હો એમાં પુરા રસથી મગ્ન થઇ જાઓ એમાં તમને આંતરિક આનંદ અને સંતોષ મળે તો એ કાર્ય મેડીટેશન બની જાય છે.કોઈ સાચો કલાકાર શિલ્પી એક પત્થરને કંડારી એમાંથી એક સુંદર મૂર્તિનું સર્જન કરતો હોય ત્યારે એ આજુબાજુ શું ચાલી રહ્યું છે એ ભૂલી જાય છે અને જાણે કે તપ કરતા કોઈ યોગીનું સ્વરૂપ ધારણ કરી લે છે.સંત કબીર વ્યવસાયે એક વણકર હતા પરંતુ જ્યારે એ કાપડ વણવા બેસી જતા ત્યારે કાપડના દરેક તારે એમનો અંતરનો તંતુ પરવરદિગાર સાથે જોડાઈ જતો.આવા પ્રકારના મેડીટેશનમાંથી જ એમની અમર રચનાઓ જગતને મળી.ગીતામાં એટલા માટે જ કહેવાયું છે કે,”યોગઃ કર્મસુ કૌશલમ.

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-6-9-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!