Din Vishesh: દિન વિશેષ

By admin

Updated on:

Din Vishesh

Din Vishesh: દિન વિશેષ

શાળા શિક્ષણનું કેન્દ્ર છે, તેને શિક્ષણનું અસરકારક માધ્યમ બનાવવાનું આપણા હાથમાં છે. તે ત્યારે જ સંભવ બને જ્યારે બાળક સતત વિકસતું રહે અને તો જ સમાજની શિક્ષણ પાસેની અપેક્ષાઓ પૂર્ણ થાય. આ માટે શાળા કક્ષાએ માત્ર વર્ગખંડમાં થતું કાર્ય પર્યાપ્ત નથી. શાળાનાં મેદાન, પર્યાવરણ, શરીર-મન-સમૂહ સાથે ઓતપ્રોત થતી પ્રવૃત્તિઓ મહત્વની છે. એ રીતે બૌદ્ધિક વિકાસ માટે પણ અનેકવિધ પ્રવૃત્તિઓ આયોજિત થવી જોઈએ.

Din Vishesh: દિન વિશેષ

તારીખ  દિન વિશેષ 
24 ઓગસ્ટ અહીં ક્લિક કરો
23 ઓગસ્ટ અહીં ક્લિક કરો
22 ઓગસ્ટ અહીં ક્લિક કરો
21 ઓગસ્ટ અહીં ક્લિક કરો
20 ઓગસ્ટ અહીં ક્લિક કરો
17 ઓગસ્ટ અહીં ક્લિક કરો
16 ઓગસ્ટ અહીં ક્લિક કરો 
14 ઓગસ્ટ અહીં ક્લિક કરો 
13 ઓગસ્ટ અહીં ક્લિક કરો -1

અહીં ક્લિક કરો -2

12 ઓગસ્ટ અહીં ક્લિક કરો 
10 ઓગસ્ટ અહીં ક્લિક કરો
09 ઓગસ્ટ અહીં ક્લિક કરો
08 ઓગસ્ટ અહીં ક્લિક કરો
07 ઓગસ્ટ અહીં ક્લિક કરો 
06 ઓગસ્ટ અહીં ક્લિક કરો
05 ઓગસ્ટ અહીં ક્લિક કરો
03 ઓગસ્ટ અહીં ક્લિક કરો
02 ઓગસ્ટ અહીં ક્લિક કરો
01ઓગસ્ટ અહીં ક્લિક કરો
1 જુલાઇ અહિ ક્લિક કરો.
2 જુલાઇ અહિ ક્લિક કરો.
3 જુલાઇ અહિ ક્લિક કરો.
4 જુલાઇ અહિ ક્લિક કરો.
5 જુલાઇ અહિ ક્લિક કરો.
6 જુલાઇ અહિ ક્લિક કરો.
7 જુલાઇ અહિ ક્લિક કરો.
8 જુલાઇ અહિ ક્લિક કરો.
9 જુલાઇ અહિ ક્લિક કરો.
10 જુલાઇ અહિ ક્લિક કરો.
11 જુલાઇ અહિ ક્લિક કરો.
12 જુલાઇ અહિ ક્લિક કરો.
13 જુલાઇ અહિ ક્લિક કરો.
14 જુલાઇ અહિ ક્લિક કરો.
15 જુલાઇ અહિ ક્લિક કરો.
16 જુલાઇ અહિ ક્લિક કરો.
17 જુલાઇ અહિ ક્લિક કરો.
18 જુલાઇ અહિ ક્લિક કરો.
19 જુલાઇ અહિ ક્લિક કરો.
20 જુલાઇ અહિ ક્લિક કરો.
21 જુલાઇ અહિ ક્લિક કરો.
22 જુલાઇ અહિ ક્લિક કરો.
23 જુલાઇ અહિ ક્લિક કરો.
24 જુલાઇ અહિ ક્લિક કરો.
25 જુલાઇ અહિ ક્લિક કરો.
26 જુલાઇ અહિ ક્લિક કરો.
27 જુલાઇ અહિ ક્લિક કરો.
28 જુલાઇ અહિ ક્લિક કરો.
29 જુલાઇ અહિ ક્લિક કરો.
30 જુલાઇ અહિ ક્લિક કરો.
31 જુલાઈ અહીં ક્લિક કરો 
01ઓગસ્ટ અહીં ક્લિક કરો

દિનવિશેષની ઉજવણી પણ આ પ્રવૃત્તિઓમાં શિરમોર છે. આપણે જાણીએ છીએ તેમ દરેક દિવસ આપણા સૌ માટે નવો સંદેશ લઈને આવે છે. માનવજાતના ઇતિહાસમાં દરેક દિવસ કોઈ ને કોઈ ઘટનાનો સાક્ષી બન્યો છે. રોજનો ઉગતો સૂર્ય એની ક્રાંતિનાં કિરણો આપણા ઉપર ફેંકે છે. નવી આશાઓ જન્માવે છે.

પ્રત્યેક દિવસ આપણને કંઈક શીખવાનો મોકો આપે છે. આ માટે વિદ્યાર્થીઓ વિવિધ દિન વિશેષથી માહિતગાર થાય તે ખૂબ જ જરૂરી છે. વિવિધ દિન વિશેષની ઉજવણી કરવાથી વિદ્યાર્થીઓ જુદી-જુદી બાબતોથી જાણકાર થાય છે અને તેઓની શારીરિક તેમજ માનસિક અભિવ્યકિતનો વિકાસ થાય છે. લાંબાગાળે આ બાબતો તેના વ્યક્તિત્વના નિખાર માટે ઉપયોગી નીવડે છે.

‘દિને દિને નવમ્ નવમ્’ – દરેક દિવસ નવો બની રહે. શાળામાં થતી દિન વિશેષની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં નવસ્પંદન જગાવવા અને શાળાના ભાવાવરણમાં હકારાત્મક વિચારોનું નિર્માણ કરવા માટે વિશેષતઃ ઉપયોગી બની રહેશે. આ માટે શાળા કક્ષાએ રચવામાં આવેલ બાલવૃંદ પણ ખૂબ સહાયક બનશે.

શિક્ષણને માનવીના માનવ તરીકેના અસ્તિત્વની સાથે સાંકળવામાં આવ્યું છે. શિક્ષણ વિના માનવી સંભવી જ ન શકે એવી એની દૈહિક રચના રચાયેલી છે. જન્મથી જ માનવીને પ્રાપ્ત થતી શારીરિક સંપત્તિ, એનાં અંગ-ઉપાંગો, એનું મગજ, એની જ્ઞાનેન્દ્રિયો વગેરે એને જીવનભર ટકી રહેવા, વિકસવા, સફળ નીવડવા અને તેમ કરીને એના જીવનની સાર્થકતાનો અનુભવ કરી, તેમાંથી મહત્તમ આનંદ અને સંતોષ મેળવવા જાણે કે એને નિરંતર શીખતા રહેવાની સામગ્રી પૂરી પાડે છે. એ માટે એને અભિપ્રેરણા આપે છે અને એમ કરીને દુનિયાના અન્ય પ્રાણી જાતથી એને એક આગવી ઓળખ આપે છે. આથી જ માનવીને ‘એક શીખતા પ્રાણી’ તરીકે ઓળખવામાં આવ્યો છે.

જેમ માનવીની દૈહિક સંપત્તિ એને સદા શીખતું રહેતું વ્યક્તિત્વ બક્ષે છે, એમ એની અનેકવિધ માનસિક શક્તિઓ, જેવી કે બુદ્ધિ, તર્ક, કલ્પના, સ્મૃતિ, અર્થગ્રહણ, તુલના, નિષ્કર્ષ, કુતૂહલ વગેરે એને પ્રચંડ ક્ષમતાભંડાર બક્ષે છે; જે એને શીખવા અને સતત શીખતા રહેવા એક અંતર્ગત બળ પૂરું પાડે છે. કુદરતે એને વાચા આપીને તો જાણે શીખવા-શીખવવાની અનેકાનેક સંભાવનાઓનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં ! પરિણામે, આદિ કાળથી લઈને આજ લગી માનવીએ અતિરોમાંચક, અતિસાહસભરી અને અકલ્પ્ય પરિણામો ધરાવતી જ્ઞાનયાત્રા ખેડ્યાં કરી છે. આજે એ 21મી સદીના આરંભે શરૂ થયેલા જ્ઞાનયુગનો તે એક કાબેલ યાત્રી, નિર્માતા અને વ્યવસ્થાપનકાર બની શક્યો છે એ તેના વિકાસનું ઇતિહાસનું એક અભૂતપૂર્વ પ્રકરણ બનવા પામ્યું છે.

માનવી એક સામાજિક પ્રાણી છે. એ સમાજમાં રહી સમાજ દ્વારા પોતાના માટે, પોતાના પરિવાર માટે અને સમાજનાં જે અનેકવિધ ઘટકો સાથે તે સંકળાયેલો હોય છે એમના માટે, સક્રિય રહી, આદાન-પ્રદાન કરતો રહે એ એના સામાજિક અસ્તિત્વનો તકાજો છે. આ તકાજો એને, એ ઇચ્છે કે ન ઇચ્છે, તોપણ શીખતા રહેવા, શીખતા રહી નવાં નવાં અનુકૂલનો સાધતા રહેવા અને એમ કરીને એના સામાજિક અસ્તિત્વનાં અનુકૂલનો સિદ્ધ કરતા રહેવા અંત:પ્રેરણા આપતો રહે છે અને ટાળી ન  શકાય એવું દબાણ કરતો રહે છે. આમ શીખવું અને શીખતા રહેવું એ એના વ્યક્તિગત તેમજ સામાજિક જીવનની અટપટી ગૂંથણીનું એક અભિન્ન તત્વ બની જાય છે.

માનવી માટે શીખવાની પ્રક્રિયા એ એક સહજ, નૈસર્ગિક અને સરળ પ્રક્રિયા છે. કુદરતે એને અનુકરણની અમોઘ શક્તિ આપીને નાની, કાચી વયથી જ શીખવાનું પાયાનું આધાર-માળખું રચી આપ્યું છે. એના સહારે એ હાવભાવ શીખે છે, એની વાચા વિકસાવે છે, ભૌતિક અસ્તિત્વ માટેની પાયાની ટેવો ગ્રહણ કરે છે, સમાજમાં સ્વીકાર પામવા માટેનાં  આચરણો વિકસાવે છે અને પછી તો જીવન અને વ્યવસાયનાં અગણિત ક્ષેત્રો માટેનાં વર્તનો, વ્યવહારો, કલાઓ અને કસબ શીખે છે. અનુકરણની તાકાતથી એ જે ખૂબીથી એની પ્રથમ ભાષા, એનાં ઉચ્ચારણો, એની સંરચનાઓ, એની સંકુલતાઓ, એની નજાકતો અને એનું વ્યવહારુ વ્યાકરણ શીખી લે છે એ શૈક્ષણિક માનસશાસ્ત્રની હજી સુધી અકળ રહેવા પામેલી ઘટના છે.

શીખવવાની પ્રક્રિયાનું સ્વરૂપ : શીખવવાની પ્રક્રિયા એ કોઈ એક-માર્ગી કામગીરી નથી. અગાઉ એમ મનાતું કે શિક્ષક એ જ્ઞાનનો અખૂટ અને એકમાત્ર ભંડાર છે અને શીખનાર એ જ્ઞાનની પ્રતીક્ષા કરતું ખાલી પાત્ર છે. શિક્ષકનું કાર્ય પેલા ખાલી પાત્રને ભરવાનું છે. પાત્રનું કામ શિક્ષક તરફથી જે કાંઈ અપાય તે સમાવી લેવાનું છે. આમ એક તરફ સક્રિય દાતા છે; તો બીજી તરફ નિષ્ક્રિય યાચક છે. વાસ્તવમાં આ માન્યતા સાચી નથી, એ વાસ્તવિક પણ નથી.

શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રયોગો અને સંશોધનો દ્વારા એ સિદ્ધ થયું છે કે વિદ્યાર્થી ગમે તે વયનો ભલે રહ્યો, એનું મન કદી પણ કોરી પાટી જેવું હોતું નથી. એનું ચેતન મન અને વિશેષ તો અચેતન મન, અખૂટ લાગણીઓ, વિચારો, કલ્પનાઓ, તર્કો, તરંગો વગેરેથી ઊભરાતું હોય છે. એ એક નિરંતર ચાલતું શક્તિનું કારખાનું (power house) હોય છે. સાદામાં સાદાથી માંડી સંકુલ અને અતિ અટપટા ખ્યાલોનું પરિશીલન (processing) કરવાની ક્ષમતા માનવના મનમાં રહેલી છે. આથી, કાબેલ શિક્ષક વડે અભિપ્રેરણા પામતું વિદ્યાર્થીનું ચિત્તતંત્ર અનુકરણથી માંડીને સર્જનમૂલક મૌલિકતાની કક્ષા સુધીના ઉપક્રમો કરવાને સક્ષમ પુરવાર થતું હોય છે. આથી જ દૃષ્ટિમંત અને નમ્ર શિક્ષક હંમેશાં પોતાના અદનામાં અદના વિદ્યાર્થીની અધ્યયન કરવાની ક્ષમતા માટે આદર અને વિશ્વાસ ધરાવતો જોવા મળશે. શિક્ષણના બધા તબક્કે આવા જ શિક્ષકોની તાતી જરૂર છે એ હવે સ્વીકારાયું છે.

જ્ઞાનવિસ્ફોટના વર્તમાન યુગમાં કોઈ પણ શિક્ષક પોતે સર્વથા જ્ઞાનસ્વામી છે એવો દાવો કરી શકે એવી સ્થિતિ રહી નથી. સાચો શિક્ષક, કવિવર ટાગોરની વ્યાખ્યા અનુસાર, નિરંતર વિદ્યાની સાધના કરતો વિદ્યાર્થી જ છે. પોતાના વિદ્યાર્થીની જેમ શિક્ષકે પણ શીખતા રહેવું પડે એવી પરિસ્થિતિ પ્રવર્તે છે. આજની દુનિયામાં દર પાંચ વર્ષે જ્ઞાનવિશ્વ બમણું થઈ જાય છે. પ્રયોગો, સંશોધનો, નવવિચાર વગેરેના પરિણામે જ્ઞાનને વૃદ્ધત્વ વહેલું આવવા લાગતું હોય છે. માટે જ એક વખત કોઈ પદવી પ્રાપ્ત કરી, જિંદગીભર એના સહારે શિક્ષણકાર્ય કરી શકાશે એવો દાવો હવે ટકી શકે એમ નથી. માટે શિક્ષણ એટલે શિક્ષક વિદ્યાર્થીને જે શીખવે તે પદાર્થ એવી શિક્ષણની પુરાતન વ્યાખ્યા હવે સાચી રહી નથી, બંધબેસતી પણ રહી નથી.

શિક્ષણને નડતા અવરોધો : શીખવાની પ્રક્રિયા એ મૂળગત રીતે વ્યક્તિની અંગત (personal) એવી ઐચ્છિક (volitional) પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ કરનાર શીખવાને લગતા અનેક નિર્ણયો લેતો હોય છે. એવા નિર્ણયો લેવાની એની સજ્જતા જેટલી ઓછી એટલા પ્રમાણમાં શીખવવામાં એને નડતા અવરોધોની સંખ્યા મોટી સમજવી. વળી શીખવા માટેની એની સ્વતંત્ર ઇચ્છાશક્તિ જેટલી ઉત્કટ એટલી એની શીખવાની પ્રક્રિયા ઝડપી સમજવી. આપણે ઘોડાને પાણી પાસે લઈ જઈ શકીએ, પણ એને એ પાણી પીવાની ફરજ પાડી શકીએ નહિ. એ ઉક્તિ શીખનાર માણસને પણ લાગુ પડે છે. ફક્ત લાદણ, હુકમ, ધાક, ધમકી, શારીરિક શિક્ષાનો ભય કે ગુણની લાલચ શીખનારને અભિપ્રેરિત કરી શકતાં નથી.

બીજું વિઘ્ન હોય છે શીખનારની વિકલાંગતા. શરીરની ખોડખાંપણ; બોલવા, સાંભળવા, દેખવા, હલનચલન કરવા વગેરેની નાની-મોટી ક્ષતિ શીખનારના માર્ગમાં અડચણો ઊભી કરતી હોય છે. માટે આવી વિકલાંગ વ્યક્તિ વિશેષ સહાય, સાધનો, તાલીમ વગેરે મળે તો જ એની ક્ષતિને અતિક્રમી શિક્ષણ પ્રાપ્ત કરી શકતી હોય છે. એમાંય માનસિક ક્ષતિ જેવી કે મંદબુદ્ધિ હોવી, નબળી સ્મરણશક્તિ હોવી, ગ્રહણશક્તિ કુંઠિત હોવી વગેરે પણ શીખનારને શીખવવામાં અવરોધો સર્જતી હોય છે. આથી જ આવી વ્યક્તિઓ માટે ખાસ શિક્ષણ(special education)નો પ્રબંધ કરવો પડતો હોય છે.

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

તા.24-06-2024 ના સમાચાર અને દિન વિશેષ

તા.24-06-2024 ના સમાચાર અને દિન વિશેષ આજ ના સમાચાર 24-06-2024 આજે વિક્રમ સવંત 2080 જેઠ વદ ત્રીજ વાર સોમવાર • આજથી ૧૮મી લોકસભાનું પ્રથમ સત્ર,વિવાદનાં એંધાણ • ગુજરાતમાંશુથી ...

તા.23-06-2024 ના સમાચાર અને દિન વિશેષ

તા.23-06-2024 ના સમાચાર આજ ના સમાચાર 23-06-2024 આજે વિક્રમ સવંત 2080 જેઠ વદ બીજ વાર રવિવાર શિક્ષણ સર્વોદય આવા રોજના સમાચાર મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાવ. ...

તા.22-06-2024 ના સમાચાર અને દિન વિશેષ

આજ ના સમાચાર 22-06-2022 આજે વિક્રમ સવંત 2080 જેઠ પૂનમ વાર શનિવાર શિક્ષણ સર્વોદય આવા રોજના સમાચાર મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપમાં જોઈન થાવ. અમારા ગ્રુપમાં જોઈન થવા ...

Today News & Din Vishesh તા.21-06-2024 ના સમાચાર અને દિન વિશેષ

Today News & Din Vishesh તા.21-06-2024 ના સમાચાર અને દિન વિશેષ આજ ના સમાચાર 21-06-2024 આજે વિક્રમ સવંત 2080 જેઠ પૂનમ વાર શુક્રવારે • આજે વિશ્વ યોગ દિવસની ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!