કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

By admin

Updated on:

કલા ઉત્સવ "

કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત

સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય કૌશલ્ય વગેરે જેવા વિવિધ કૌશલ્યોના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રેરણા અને પ્રોત્સાહન પુરું પાડી શકાય તથા પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે તે માટે વર્ષ2024- 25માં જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે કલા ઉત્સવની થીમ “ગરવી ગુજરાત’ રાખેલ છે. જેમાં ગુજરાત રાજ્યને ધ્યાને રાખી સંસ્કૃતિ, કવિઓ, સ્થાપત્યો, ઐતિહાસિક વારસો, કુદરતી વારસો, સાહિત્ય, તહેવારો, મેળાઓ, હસ્તકલાઓ, વીરાંગનાઓ, ભાષાઓ, નૃત્ય વગેરેનો સમાવેશ કરી શકાશે

કલા ઉત્સવમાં ઉક્ત થીમ આધારિત ચિત્ર સ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત (ગાયન અને વાદન)નું આયોજન દરેક જિલ્લામાં શાળા કક્ષાથી શરૂ કરી જિલ્લા સુધી કરવાનું છે. આ કાર્યક્રમ

ડાયટ પ્રાચાર્યશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, શાસનાધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના સકંલનથી કરવાનું રહેશે

આ સાથે સામેલ માર્ગદર્શિકા (SOP) મુજબ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે.

રાજ્યમાં આવેલ તમામ સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કલા ઉત્સવમાં – ચિત્રકલા, બાળકવિ સંમેલન, સંગીત સંમેલન (ગાયન અને વાદન)નું આયોજન ફરજિયાત કરવાનું રહેશે

કલા ઉત્સવ કાર્યક્રમ -SOP

1) રાજ્યમાં આવેલ તમામ સરકારી, ગ્રાંટ-ઇન-એઇડ અને સ્વનિર્ભર ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કલા ઉત્સવમાં – ચિત્રકલા, બાળકવિ સંમેલન, સંગીત સંમેલન (ગાયન અને વાદન)નું આયોજન ફરજિયાત કરવાનું રહેશે

2) આ સ્પર્ધા ત્રણ વિભાગમાં યોજવામાં આવશે

1. પ્રાથમિક વિભાગ

ધોરણ-6 થી 8ના વિદ્યાર્થીઓ માટે

2. માધ્યમિક વિભાગ

ધોરણ – 9 થી 10ના વિદ્યાર્થીઓ માટે

3. ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ

ધોરણ – 11 થી 12ના વિદ્યાર્થીઓ માટે

3) શાળા કક્ષાની સ્પર્ધા : સર્વ પ્રથમ શાળા કક્ષાએ કલા ઉત્સવ હેઠળ યોજવાની થતી ચિત્રકળા, બાળકવિ, સંગીત (ગાયન અને વાદન) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃ તીય ક્રમના સ્પર્ધકને પસંદ કરવાના રહેશે અને તે પૈકી દેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી સી.આર.સી./ યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનીરહેશે

4) ક્લસ્ટર / ક્યુ.ડી.સી. કક્ષાની સ્પર્ધા : ક્લસ્ટર / ક્યુ.ડી.સી. કક્ષાએ શાળાઓમાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃ તીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી બીઆરસી-તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે.

5) તાલુકા / એસ.વી.એસ. કક્ષાની સ્પર્ધા : તાલુકા કક્ષાએ ક્લસ્ટર /ક્યુ.ડી.સી.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃ તીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાનું રહેશે તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.આર.સી. કો.ઓ અને એસ.વી.એસ. કન્વીનર સાથે રહી કરશે.

6) જિલ્લા કક્ષાની સ્પર્ધા : જિલ્લા કક્ષાએ બીઆરસી-તાલુકા કક્ષા(એસ.વી.એસ.માંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃ તીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી ઝોન કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની રહેશે.

7) ઝોન કક્ષાની સ્પર્ધાઃ ઝોન કક્ષાની સ્પર્ધા માટે જિલ્લા કક્ષાએ આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતિય અને તૃ તીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે.

8) રાજયકક્ષાની સ્પર્ધા: રાજ્યકક્ષાએ ઝોન કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજવાની રહેશે.

9) કલા ઉત્સવ હેઠળ યોજવાની થતી ચિત્રકળા, બાળકવિ, સંગીત (ગાયન અને વાદન) સ્પર્ધાઓ માટે સ્પર્ધાદીઠ નીચે મુજબ ઈનામ આપવાના રહેશે

સામાન્ય સૂ ચનાઓઃ

1. શાળા કક્ષાએથી લઈને સી.આર.સી/ક્યુ.ડી.સી. કક્ષાએ, બી.આર.સી./એસ.વી.એસ. કક્ષાએ, જિલ્લા કક્ષાએ ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાનું પત્રક નિભાવવાનું રહેશેઅને અત્રે મોકલી આપવાનું રહેશે

2. કોઇ પણ સ્પર્ધક એક સાથે બે સ્પર્ધામાં ભાગ લઇ શકશે નહીં

3. પ્રક્રિયા દરિમયાન સ્પર્ધા અને આયોજનના સુચારું સંચાલન માટે આયોજકનો નિર્ણય આખરી ગણાશે અને તે દરેક સ્પર્ધકને બંધનકર્તા રહેશે.

4. ગત વર્ષે ઝોન માંથી જે તે સ્પર્ધામાં વિજેતા થઈને રાજ્ય કક્ષાએ આવેલ તમામ વિદ્યાર્થીઓ જે સ્પર્ધામાં વિજેતા થયેલ છે તે સ્પર્ધામાં આ વર્ષે ભાગ લઇ શકશે નહી.

સ્પર્ધાના નિયમો અને મૂલ્યાંકન ફોર્મેટ

ચિત્ર સ્પર્ધા :

સ્પર્ધકે થીમ આધારિત ચિત્ર દોરવાના રહેશે. ઉદાહરણ રૂપે વિષયમાં મારું સપનાનું ગુજરાત ગુજરાતના ઉત્સવો, ડીઝીટલ ગુજરાત ગુજરાતનાં પ્રાણીઓ-આપણા મિત્રો, ગુજરાતમા આવેલ મારૂ ગામ/શહેર વગેરે..જેવા લઇ શકાય છે. આ ફક્ત ઉદાહરણરૂપ જ છે. જેની ખાસ નોંધ લેશો.

1. સ્પર્ધાનો સમયગાળો 2:30 કલાકનો રહેશે.

2. આપેલ થીમ/વિષયને અનુરૂપ ચિત્ર કાર્યક્રમના સ્થળે જ દોરવાનું રહેશે

3. ચિત્રમાં મૌલિકતાને વધુ પ્રાધાન્ય આપવાનું રહેશે.

4. સ્પર્ધા માટે કાગળ 12″ X 18″ પ્રમાણે દરેક સ્પર્ધકોને આયોજક તરફથી આપવામાં આવશે. કાગળ સિવાયની ચિત્ર માટેની અન્ય સાધન સામગ્રી સ્પર્ધકે જાતે લાવવાની રહેશે.

5. આપવામાં આવેલ થીમ/વિષય શાળા/સીઆરસી/ક્યુ ડીસી,બીઆરસી/યુઆરસી/એસવીએસ કક્ષા સુધી રહેશે જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ સ્થળ પર વિષય આપવામા આવશે અને તે વિષય આધારિત ચિત્ર દોરવાનું રહેશે

6. જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ વિષય નક્કી કરવા માટેની ટીમના સભ્યો

જિલ્લા કક્ષાએ ચિત્રના જાણકાર તજજ્ઞ/ડાયટ પ્રાચાર્ય/ડાયટના સિ.લેકચરર/જીસીઇઆરટી લાયઝનશ્રી

ઝોન કક્ષાએ – ચિત્રના જાણકાર તજજ્ઞ/યજમાન ડાયટ પ્રાચાર્ય/ ડાયટના સિ.લેકચરર) જીસીઇઆરટીના લાયઝનશ્રી

રાજ્યકક્ષાએ – ચિત્રના જાણકાર તજન/નિયામકશ્રી જીસીઇઆરટીના રીસર્ચ એસોસીએટસ કથાએ વિષય માટે જરૂર નિર્ણાયકોનું માર્ગદર્શન મેલ

વિવિધ કક્ષાએ શબ્દો/ભાવ નક્કી કરવા માટેની ટીમના સભ્યો

શાળા કક્ષાએ ભાષા શિક્ષક/આચાર્ય

સીઆરસી/ક્યુડીસી – સીઆરસી/ ક્યુ ડીસી કો-ઓર્ડીનેટર (માધ્યમિક/ઉચ્ચત્તર માઈ વિભાગ માટે), ભાષા તજજ્ઞ-ભાષા શિક્ષક/ ડાયટ લાયઝન 9/12

બીઆરસી/એસવીએસ બીઆરસી/એસવીસ કો-ઓર્ડીનેટરશ્રી(માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે), ભાષા તજજ્ઞ-ભાષા શિક્ષક /ડાયટ લાયઝન

જિલ્લા કક્ષાએ,- ભાષા તજજ્ઞ -ભાષા શિક્ષક /ડાયટ પ્રાચાર્ય/ડાયટના સિ.લેકચરર

ઝોન કક્ષાએ – ભાષા તજજ્ઞ/ ડાયટના સિ.લેકચરર /યજમાન ડાયટ પ્રાચાર્ય

રાજ્યકક્ષાએ – ભાષા તજજ્ઞ/ નિયામકશ્રી/ જીસીઇઆરટીના રિસર્ચ એસોસીએટ્સ

 

કલા ઉત્સવ "
કલા ઉત્સવ “

ઉક્ત તમામ કક્ષાએ વિષય/શબ્દો/ભાવો માટે જરૂર જણાય નિણાયકોનુ માર્ગદર્શન મેળવવુ.

કલા ઉત્સવ 2024 પરીપત્ર અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

 

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-6-9-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1

Class 8 Sanskrit Chapter 1 चित्रपदानि – 1 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Today’s story : આજ ની વાર્તા

નાના બાળકો કે ધો.૧ થી  ૩ કે ૪ થી ૮નાં છાત્રોને શિક્ષણની અલગ અલગ ટેકનિકી ભણાવવો પડે તો જ તેને શિક્ષણ રસપ્રદ લાગે બાકી તો તે શાળા છુટવાની ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!