ધોરણ 1 લેટેસ્ટ માહિતી

ધોરણ 1 ની તમામ માહિતી : All Information For Std 1

By admin

Published on:

All Information For Std 1

ધોરણ 1 ની તમામ માહિતી : All Information For Std 1 નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે ધોરણ 1 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા ના તૈયારી માટે આ ખરેખર ખૂબ ઉપયોગી અને આવતી આવશ્યક માહિતી છે આ વેબસાઇટનો હેતુ તમામ ધોરણ ના અભ્યાસ અને તૈયારી માટે છે. આ વેબસાઇટ દ્વારા પાઠ્યપુસ્તક,પાઠ આયોજન,ઓનલાઇન ક્વિઝ,યુનિટ ટેસ્ટ,જુના પેપર્સ અહી આપવમા આવેલ છે. ધોરણ 9 માટે શિક્ષણ સર્વોદય વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો

 

પાઠ્યપુસ્તક- અહિ ક્લિક કરો

પાઠ આયોજન – અહિ ક્લિક કરો

સ્વ અધ્ધયન પોથી – અહિ ક્લિક કરો

અધ્ધયન નિષ્પતિ – અહિ ક્લિક કરો

ઓનલાઇન ક્વિઝ – અહિ ક્લિક કરો

યુનિટ ટેસ્ટ – અહિ ક્લિક કરો

શિક્ષક આવૃતી – અહિ ક્લિક કરો

જુના પેપર્સ – અહિ ક્લિક કરો

All Information For Std 1
All Information For Std 1

રાઇટ ટુ એજયુકેશન (RTE), 2009 અને આપણી શિક્ષણ નીતિઓને લીધે છેલ્લાં કેટલાંક વર્ષો પર નજર કરીએ તો આપણા વર્ગખંડની સ્થિતિ ખૂબ જ નાટ્યાત્મક રીતે બદલાઈ ગઈ છે. એક શિક્ષક અને શેક્ષણશાસ્ત્રી તરીકે તમે ખરેખર અનુભવ્યું હશે કે વર્ગનાં બધાં જ બાળકોને એક જ રીતે ભણાવી શકાતા નથી, ભણાવવાં ન જોઈએ. એવી પદ્ધતિઓને હવે વિકસિત કરવાની જરૂરિયાત છે જે બધા જ અધ્યેતાઓને પડકારોનો સામનો કરવાનો અનુભવ પૂરો પાડે અને સફળતાનો અનુભવ પહેલાં કરતાં વધુ મેળવે.

જો કોઈ અધ્યેતા આપણે શીખવીએ તેમ ન શીખી શકતો હોય તો શીખવનારે શીખવવાની रीतो शीजवी भेध्ये…. “- Ignacio Estrada

આ મૉડયૂલનો ઉદ્દેશ્ય આપણાં જેવા શિક્ષકો અને પ્રશિક્ષકોને વર્ગમાં વિવિધતાઓ છે તે સમજવા તથા સમજાવવામાં મદદ કરવાનો અને શિક્ષણશાસ્ત્ર માટે વિચાર કરવાનો છે. જે આપણાં વર્ગખંડોને અને શિક્ષણને સમાવેશી બનાવવા માટે સૌથી વધુ ઉપયોગી હોય. અહીં આપેલા સૂચનોને અનુભવ સાથે જોડવામાં આવેલ છે. એક વર્ગમાં જોવા મળતી વિવિધ અધ્યયન જરૂરિયાતોને પહોંચી વળવા સમાવેશી અધ્યયન માટેનું પર્યાવરણ વિકસિત કરવામાં મદદ મળી રહેશે. પાઠ્યક્રમ, પાઠ્યક્રમ સામગ્રી, પાઠ્યપુસ્તકો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, રાષ્ટ્રીય પાઠ્યચર્ચાની રૂપરેખાનો દૃષ્ટિકોણ તેમજ ખાસ કરીને NCFને ખૂબ જ ઝીણવટપૂર્વક જોવા- સમજવાનો અવસર પ્રદાન કરે છે. NCF-2005 અને હાલમાં . પ્રયોજાયેલ અધ્યયન નિષ્પત્તિઓ, પાઠ્યક્રમ સંબંધી અપેક્ષાઓ અને શૈક્ષણિક વર્ગખંડો/પરિસ્થિતિઓ સાથે સંબંધ સ્થાપિત કરવાનો છે.

અગત્યની નોંધ : પ્રશિક્ષકો અને તાલીમ સાથે જોડાયેલ KRP પાસે અપેક્ષા છે કે તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને જોડી કે જૂથમાં પ્રવૃત્ત રાખી તાલીમમાં સહભાગી બનાવવા.

ભારત ઘણી બધી પ્રાદેશિક અને સ્થાનિક સંસ્કૃતિઓથી બનેલ બહુસાંસ્કૃતિક સમાજ છે. લોકોની ધાર્મિક માન્યતાઓ, જીવન જીવવાની શૈલી અને તેઓની સામાજિક સંબંધોની સમજ એકબીજાથી જુદી છે. બધા સમુદાયને સહઅસ્તિત્વ અને વિકસિત થવાનો સમાન અધિકાર છે અને શિક્ષણ પ્રણાલીએ આ સાંસ્કૃતિક વારસાને સામુહિક રીતે જાળવવામાં મદદ કરવાની છે..

2. અધ્યયનના હેતુઓ :

  • અભ્યાસક્રમ, તેનો વિકાસ, કાર્યો અભ્યાસક્રમના હેતુઓ, વિકાસ અને મૂલ્યાંકનના જોડાણોનું વર્ણન કરે.
  • રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા (NCF-2005) અનેપાઠયક્રમ અને પાઠ્યપુસ્તકમાં તેનું રૂપાંતર સમજાવે.

  • સમાવેશી શિક્ષણનાં વિકાસ માટે વિવિધતાની અને પ્રાપ્ત વલણોની ઊંડી સમજ વિકસાવે.

  • યોગ્ય શિક્ષણશાસ્ત્રનો ઉપયોગ કરીને બધા જ બાળકોની અધ્યયન નિષ્પત્તિઓ સુધારવા માટે તેમનામ રહેલાં કૌશલ્યોને સર્દઢ કરે.

  • લિંગ સમાનતાની જાગૃતતા માટે વર્ગખંડ પર્યાવરણમાં જુદી-જુદી અધ્યયન પ્રવૃત્તિઓ સ્વીકારે અને ઉપયોગ કરે.

  • પાઠમાં સામેલ ચર્ચાના મુદ્દોઓનો ઉપયોગ થઈ શકે.

  • પાઠમાં આપેલા ચર્ચાના મુદ્દાઓનો ઉપયોગ થઈ શકે. કારણ કે આ મોડ્યૂલ શિક્ષકોની મદદ કરે છે.

  • પાઠ્યક્રમ સમજી એનું મૂલ્યાંકન કરે.

  • વિવિધતાની એક સમૃદ્ધ સમજનો વિકાસ થાય અને સમાવેશી શિક્ષણની વૃદ્ધિ માટેનો દૃષ્ટિકોણ પ્રાપ્ત કરે.

  • ઉપર મુજબના શિક્ષણના ઉપયોગથી બધાં જ બાળકોના શીખવાના પરિણામોમાં સુધારો કરવા માટે હાલમાં ઉપલબ્ધ કૌશલ્યોની મજબૂતી સધાય.

  • લિંગ સમાનતાની જાગરૂકતાના પ્રોત્સાહન માટે વર્ગમાં જુદી-જુદી ગતિવિધિઓનો ઉપયોગ કરે.

3. વિષયવસ્તુ :

કઠિન પરિભાષાઓ, નીતિઓ અને રૂપરેખાઓ ઉપર મુજબના શૈક્ષણિક હેતુઓની સિદ્ધિ માટે તથા આપણી પર્યાપ્ત સમજ માટે કેટલીક સામાન્ય પરિભાષાઓ સમજવી અનિવાર્ય છે. નીચેના મુદ્દાઓને ખૂબ જ બારીકાઈથી જોઈને સમજી લેવા જરૂરી છે. જેમકે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શિક્ષણ નીતિઓ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા.

3. 1 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ :

ભારત પાસે 1968 અને 1986 માં ગઠિત

થયેલ બે રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ છે. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું પાલન કરવામાં આવ્યું, શિક્ષણની એક રાષ્ટ્રીય પ્રણાલી પર ભાર મૂકવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીનો અર્થ એ થાય છે કે એક ચોક્કસ સ્તર સુધી તમામ

ચર્ચાના મુદ્દાઓ :

અભ્યાસક્રમ નક્કી કરવામાં શિક્ષણ નીતિઓની ભૂમિકા શું છે ?

આપના સાથીદારને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 1986 ની બે મહત્ત્વની લાક્ષણિકતાઓ વિશે પૂછો ?

તમારા વિષય સંબંધમાં આ નીતિના અમલીકરણ માટે સામાન્ય બાબતોની નોંધ કરો.

અન્ય જોડીઓ તથા જૂથોને મળો અને ચર્ચા કરો કે આપણે શા માટે શિક્ષણનીતિના 10+2+3 ના માળખાને અનુસરવું જોઈએ યાદી કરો

gyan sadhana STD 1

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત :Lifeskills Medo

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક ...

ધો.1 અને 2 તાલીમ ના મુદ્દા તા 13-07-2024

*ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ :-* 𝓒𝓡𝓒 𝓬𝓸𝓻𝓭𝓲𝓷𝓪𝓽𝓸𝓻 𝓜𝓮𝓷𝓹𝓾𝓻𝓪 𝓣𝓪. 𝓖𝓪𝓵𝓽𝓮𝓼𝓱𝔀𝓪𝓻 𝓭𝓲𝓼𝓽.𝓴𝓱𝓮𝓭𝓪 🔖અભ્યાસક્રમ જીવન કૌશલ્ય અને એક્ટિવિટી બેસ પર ભાર. પાઠયપુસ્તક ઉદાહરણ સમજતો હોવો જોઇએ ...

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!