ધોરણ 3 લેટેસ્ટ માહિતી

ધોરણ 3 ની તમામ માહિતી : All Information For Std 3

By admin

Updated on:

All Information For Std 3
ધોરણ 3 ની તમામ માહિતી : All Information For Std 3 નમસ્કાર મિત્રો આ લેખમાં આપણે ધોરણ 1 માટેની તમામ માહિતી આપવામાં આવેલી છે શિક્ષણ સર્વોદય ટીમ દ્વારા તમામ માહિતી ઉપલબ્ધ કરવામાં આવેલી છે પરીક્ષા ના તૈયારી માટે આ ખરેખર ખૂબ ઉપયોગી અને આવતી આવશ્યક માહિતી છે આ વેબસાઇટનો હેતુ તમામ ધોરણ ના અભ્યાસ અને તૈયારી માટે છે. આ વેબસાઇટ દ્વારા પાઠ્યપુસ્તક,પાઠ આયોજન,ઓનલાઇન ક્વિઝ,યુનિટ ટેસ્ટ,જુના પેપર્સ અહી આપવમા આવેલ છે. ધોરણ 3 માટે શિક્ષણ સર્વોદય વધુ માહિતી માટે અમારી વેબસાઇટની મુલાકાત લો

પાઠ્યપુસ્તક- અહિ ક્લિક કરો

 માસવાર આયોજન – અહિ ક્લિક કરો

સ્વ અધ્ધયન પોથી – અહિ ક્લિક કરો

અધ્ધયન નિષ્પતિ – અહિ ક્લિક કરો

ઓનલાઇન ક્વિઝ – અહિ ક્લિક કરો

યુનિટ ટેસ્ટ – અહિ ક્લિક કરો

શિક્ષક આવૃતી – અહિ ક્લિક કરો

જુના પેપર્સ – અહિ ક્લિક કરો

All Information For Std 3
All Information For Std 3
શિક્ષકનાં કૌશલ્યો :

વિવિધતાનો સ્વીકાર અને સમજ

શીખનાર(અધ્યેતા)ના તફાવતો ઓળખવા માટે સંવેદનશીતા, વિકલાંગ બાળકો સહિત અન્ય તમામ

બાળકોની તાકાત અને નબળાઈ, યોગ્યતા અને રસ વિષે જ્ઞાન થવું. સામાજિક સાંસ્કૃતિક અને શારીરિક ભિન્નતાનો સ્વીકાર – સામાજિક, સાંસ્કૃતિક પ્રવાહો, કુદરતી રહેઠાણો, ઘરના અને આસપાસના વાતાવરણને સમજે,

ભિન્નતાઓનો સ્વીકાર કરી તેમને એક શીખવવાના સ્ત્રોત તરીકે માનવ-અધ્યયન પ્રક્રિયામાં બાળકના જ્ઞાન અને વિવિધ સંદર્ભનો ઉપયોગ કરવો.

વિવિધ અધ્યયન જરૂરિયાતોનો સહાનુભૂતિપૂર્વક સ્વીકાર કરવો. અધ્યયન શૈલીને સમજવી અને એ મુજબ પ્રતિચાર આપવો.

અધ્યેતાઓ વિવધ પસંદગી પૂરી પાડવા માટે સ્રોતોની ગતિશીલતાની ક્ષમતા-વિવિધ સ્રોતોની ઓળખ અને ગોઠવણી- જેમાં મુદ્રિત અને ડિજીટલ સ્વરૂપના સ્રોતો, આસપાસ રહેલા ખૂબ જ નજીવી કિંમતના સોતો, અધ્યયન માટેનાં સ્થાનો અને મદદગાર બને તેવા વ્યક્તિઓ

અધ્યયનમાં સહાય માટે ટેકનોલોજિનો ઉપયોગ, વિવિધ એપ્સનો ઉપયોગ દા. ત. ગુગલ આર્ટ એન્ડ કલ્ચર, ગુગલ સ્કાય, ગુગલ અર્થ,

વિશિષ્ટ એપ્સ : જીઓજીબ્રા, ટક્સ ઓફ મેથ્સ અને ગુગલ સ્પીક

આંતર વ્યક્તિગત સંબંધો અને વ્યવહાર- શ્રવણ કૌશલ્ય, પ્રત્યત્તર આપવો, વાતચીતની શરૂઆત અને જાળવણી, હકારાત્મકતા, શારીરિક દેખાવ અને હાવભાવ.

ચર્ચવાના મુદ્દા :

શું તમે વિવિધતાને સમજાવવા માટે તમારા શિક્ષણ કાર્યમાં આમાંથી કોઈ કૌશલ્યોનો ઉપયોગ કર્યો છે ? તમામ બાળકોને સમાન રીતે વર્ગમાં ભાગ લેતાં કરવા તમે કેવા પ્રકારના શૈક્ષણિક કૌશલ્યોનો ઉપયોગ કરશો?

જાતિ સંવેદનશીલ શિક્ષણ :

આપણે બધાં જાણીએ છીએ કે જાતિ સંવેદનશીલતા એ એક શિક્ષણશાસ્ત્રનો મહત્વપૂર્ણ અભિગમ છે. જેનો શિક્ષકોએ તેમની શીખવવાની- શીખવાની પ્રક્રિયાઓમાં સંકલન કરવું જોઈએ. તેઓના હકારાત્મક અભિગમો કે જે તેઓ સામાજિક પ્રક્રિયાઓમાંથી પ્રાપ્ત કરે છે તેમાં મદદ કરી શકે છે. શિક્ષકોએ પાઠ્યપુસ્તકના લખાણમાં અને અભ્યાસક્રમના વ્યવહારમાં જાતિભેદની બાબતોને ઓળખવાની જરૂરિયાત છે. પુરુષ અને સ્ત્રી પાત્રોને વિવિધ ભૂમિકાઓ પૂરી પાડવાના સંદર્ભે રહેલા ભેદને ઓળખવાની જરૂર છે. ભાષાકીય પૂર્વગ્રહની તપાસ કરવી અને રાજકીય, સામાજિક અને આર્થિક પ્રક્રિયાઓમાં મહિલાઓની ભાગીદારી ઓળખવી જરૂરી છે. જાતિ સંવેદનશીલ શિક્ષણ કે જે તમામ જાતિઓ તેમના કુટુંબો, સમુદાયો અને રાષ્ટ્રમાં જે મોટા પાયે પોતાની ભૂમિકા ભજવે છે તે પ્રત્યે આદર પૂરો પાડવામાં મદદરૂપ થાય છે. (આવી બાબતોના સંશોધનો) સૂચવે છે કે આ પ્રકારનો સમાવેશ ખર્ચાળ છે પણ શૈક્ષણિક અને સામાજિક રીતે અલગ(વિશિષ્ટ) શાળાઓ કરતાં વધુ અસરકારક છે. તેમની શક્તિઓ અને શિક્ષણની જરૂરિયાત વિચાર્યા સિવાય બધાં બાળકોની સાથે તેમને શિક્ષણ આપવામાં આવે તો બધાને ફાયદો થાય છે અને આ સમાવેશી શિક્ષણનું સીમાચિહ્ન છે. શાળાઓ અને શિક્ષકોએ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવા અને બાળકોને ભણવાની તક આપવા માટે તેમની જવાબદારી સારી રીતે નિભાવવી જોઈએ. આપણે સમજવું જોઈએ કે જો શિક્ષણની ખામી દૂર કરવી હોય ત્યારે શિક્ષકે બાળકોમાં રહેલી ક્ષમતાઓને જોવા કરતા અધ્યયન અધ્યાપન પરિસ્થિતિમાં રહેલી ક્ષતિઓનો વિચાર કરવો જોઈએ. જ્યારે આપણે સમજી લેવું જોઈએ કે શિક્ષણનો સંપૂર્ણ અર્થ માત્ર સમાવેશી શાળાઓ જ નહીં પણ સમાવેશી સમાજ નિર્માણ કરવાનો છે.

ચર્ચાના મુદ્દાઓ :

બધા વિદ્યાર્થીઓએ શા માટે સામાન્ય શાળામાં ભણવું જોઈએ ? તેના માટે તમે અન્ય કારણો વિચારો છો ?

નાના જૂથમાં ચર્ચા કરો:

બધાં બાળકોને સાથે શિક્ષણ આપવું એ સમાવેશી સમાજના નિર્માણમાં કઈ રીતે ઉપયોગી છે ?

શિક્ષકોના સમાજ સાથેના ઔપચારિક અને બિનઔપચારિક વ્યવહારો દરમિયાન તેમનામાં અજાણપણે જાતિગત વલણો ઘર કરી જાય છે. માટે બધા જ શિક્ષકોએ વર્ગમાં જતા પહેલા તેમના પોતાના પૂર્વગ્રહો છોડી દેવા જોઈએ.

gyan sadhana

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત :Lifeskills Medo

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક ...

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક 

એસએએસ ગુજરાત પ્રાથમિક શિક્ષકો માટે ઉપયોગી માહિતી તથા એસએએસ ગુજરાત વેબસાઇટ લોગીન લિંક મહત્વપૂર્ણ લિંક SAS GUJARAT લોગીન કરવા માટે અહીં ક્લિક કરો મોંઘવારી બિલ બનાવવા માટેની માર્ગદર્શિકા ...

પત્રક-અ ધોરણ-8 તમામ વિષય | Std-8 Patrak-A Download in Excel or PDF File

ધોરણ-8 ના પત્રક-અ ડાઉનલોડ કરો, Excel અને PDF ફોર્મર્ટમાં. વિષય : ગુજરાતી, ગણિત, પર્યાવરણ, English ના પ્રથમ અને દ્રીતીય બંને સત્રના રચનાત્મક મૂલ્યાંકન પત્રક-A ઓટોમેટિક ફાઇલ ડાઉનલોડ કરો. ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!