બાલવાટિકા, ધોરણ :1-2ના વર્ગોમાં વિદ્યાર્થી દીઠ સ્લેટ અને સ્લેટપેનના પેકેટની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત.

By admin

Published on:

બાલવાટિકા, ધોરણ :1-2ના વર્ગોમાં વિદ્યાર્થી દીઠ સ્લેટ અને સ્લેટપેનના પેકેટની ખરીદી માટે ગ્રાન્ટ ફાળવણી કરવા બાબત.

ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષા મંત્રાલય, ભારત સરકાર દ્વારા પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન – (FLN) National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy NIPUN BHARAT મિશન લોન્ચ કરવામાં આવેલ છે. નવી શિક્ષણ નીતિ- 2020 મુજબ નિપુણ ભારતના વિઝન અનુસાર વર્ષ:2026-27 સુધીમાં ધોરણ-2 સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને અંકજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેનું યોગ્ય વાતાવરણ નિર્માણ કરવાનું છે.

બાળકોને અભ્યાસક્રમના ભાગરૂપે વર્ગકાર્ય દરમ્યાન જરૂર પૂરતી લેખનની તક આપે છે. પરંતુ બાળકોને વર્ગકાર્ય દરમ્યાન વારંવાર શ્રુતલેખન, અનુલેખન અને જાતે કશુક લખવા માટેની જરૂરીયાત ઉભી થાય ત્યારે લેખન માટેની હાલની સામગ્રી સિવાય લેખન માટેની અન્ય સાધન-સામગ્રી આપવી ઉચિત જણાય છે. પાયાના શિક્ષણમાં સચોટતા માટે બાળકો જે-જે બાબતો વર્ગકાર્ય દરમ્યાન શીખે છે તેનો જાતે મહાવરો કરવા માટે પ્રેરાય અને વર્ગ અભ્યાસમાં દરેક બાળકો સમાન સ્તરે લેખનકાર્યમાં જોડાઈ શકે તે માટે સ્લેટ (પાટી) આપવી જરૂરી જણાય છે. સ્લેટ દ્વારા બાળકો શાળામાં અને ઘરે બંને જગ્યાએ પોતાની જાતે લેખનનો મહાવરો કરી શકે તેવી સુવિધા પુરી પડવાની તકો જણાય છે.

લેખનનો મહાવરો ચિત્રો સાથે શરુ કરીને આગળ જતાં અંકો, સંખ્યાઓ, મૂળાક્ષરો, શબ્દો અને સાદા વાક્યોનું અનુલેખન, શ્રુતલેખન અને સ્વયં લેખન કરે તે માટે સ્લેટ ઉત્તમ સાધન-સામગ્રી જણાય છે. વર્ગમાં બાળકદીઠ સ્લેટ આપીને તેમની લેખન સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવો જરૂરી જણાય છે. વર્ષોથી ખૂબ સારી રીતે નીવડેલ ઉપકરણ છે તેમજ પર્યાવરણ જાળવણી સંદર્ભે પણ ઉપકારક રહેશે.

Nipun Bharat Mission (FL.N) અંતર્ગત બાળકો નિયત કરેલ લક્ષ્યો પ્રાપ્ત કરી શકે તે માટે વર્ગમાં શીખવા- શીખવવા માટેની સહાયક સામગ્રી આપવા સંદર્ભે ધોરણ : 1 અને 2ના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે વિદ્યાર્થીદીઠ સ્લેટ અને સ્લેટપેનની ખરીદી માટે સરકારી પ્રાથમિક શાળાઓને ધોરણ :1-2ના વર્ગોની વિદ્યાર્થી સંખ્યાને આધારે

ગ્રાન્ટ ફાળવણી કરવા બાબતે નિર્ણય થયેલ છે.

સંદર્ભ (1)ની મંજૂરી અન્વયે અત્રેની કચેરીના સંદર્ભ (2)ના કચેરી આદેશથી વિદ્યાર્થીદીઠ સ્લેટ અને

સ્લેટપેનની ખરીદી માટે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને નીચે જણાવેલ વિગતે ગ્રાન્ટની ફાળવણી કરવામાં

આવેલ છે. વિદ્યાર્થી સંખ્યા મુજબ નિયત થયેલ મળવાપાત્ર ફાળવેલ ગ્રાન્ટની વિગતો તેમજ સ્પેસીફીકેશન, ભાવ અને

ગ્રાન્ટની વિગત નીચે મુજબ છે.

વિદ્યાર્થી દીઠ સ્લેટ અને સ્લેટપેનના પેકેટની ખરીદી સંખ્યા, ગ્રાન્ટની વિગત અને સૂચનાઓ

1. શાળાએ ધોરણ : 1 અને 2ના તમામ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દીઠ એક સ્લેટ અને 1 પેકેટ સ્લેટપેનની

ઉક્ત સ્પેસિફીકેશન મુજબ જ ખરીદી કરવાની રહેશે.

2. સ્લેટ અને સ્લેટપેનના પેકેટ માટે વિદ્યાર્થી દીઠ ₹85/- ની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. આ ગ્રાન્ટમાંથી ઉપર જણાવેલ સ્પેસીફીકેશન અને મહત્તમ ભાવની મર્યાદામાં ખરીદી કરવાની રહેશે.

3. સ્લેટ લાકડા અથવા પ્લાસ્ટીકની ફ્રેમવાળી જ ખરીદવાની રહેશે. 4. સ્લેટની અંદરનો લખવાનો ભાગ સંપૂર્ણપણે સારી ગુણવત્તાવાળો, લાંબા સમય સુધી હું

તેવો અને મણકા કે લીટા/ખાના વગરનો હોવો જોઇએ. 5. સ્લેટનો ખૂણો ધારદાર કે વિદ્યાર્થીને ઇજા પહોંચે તેવો

માર્ગદર્શક સૂચનાઓ :

1. ઉક્ત ગ્રાન્ટની રકમ સંબંધિત શાળાઓને ફાળવવાની રહેશે.

2. ખરીદી શાળા કક્ષાએ સ્કુલ મેનેજમેન્ટ કમિટી દ્વારા કરવાની રહેશે.

3. સ્લેટ ધોરણ :1-2ના વર્ગોમાં શૈક્ષણિક અને લેખન પ્રવૃત્તિમાં વધુમાં વધુ તેમજ કાળજીપૂર્વક ઉપયોગ થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.

4. સ્લેટના સ્પેસીફીકેશન મિનીમમ છે એટલે કે આ સ્પેસીફીકેશન કરતાં વધુ ગુણવત્તાવાળા સ્પેસીફીકેશન કે મોટી સાઈઝની સ્લેટ માર્ગદર્શિકામાં જણાવેલ મહતમ ભાવની મર્યાદામાં ખરીદી કરી શકાશે.

5. સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રીએ તમામ શાળાઓમાં ખરીદવામાં આવેલ સ્લેટની સ્પેસીફીકેશન મુજબ ચકાસણી કરવાની રહેશે. આ ઉપરાંત અસલ બીલમાં દર્શાવેલ સ્લેટની ભૌતિક ચકાસણી અને ખરીદીના આધારો સાથે જાતે મેળવણું કરવાનું રહેશે.

6. તાલુકા કક્ષાએ તાલુકાની 10 % શાળાઓમાં (દરેક કલસ્ટરની ઓછામાં ઓછી 1 શાળા) સ્લેટની સ્પેસીફીકેશન મુજબ ચકાસણી સંબંધિત બી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રીએ કરવાની રહેશે. આ ઉપરાંત અસલ બીલમાં દર્શાવેલ સ્લેટની ભૌતિક ચકાસણી અને ખરીદીના આધારો સાથે જાતે મેળવણું કરવાનું રહેશે

7. જિલ્લા કક્ષાએ આ સંગીતના સ્લેટની ખરીદીની ચકાસણી માટે એક કમિટીની રચના કરવાની રહેશે. આ કમિટીએ જિલ્લાની 5 % શાળાઓમાં (દરેક બ્લોકની ઓછામાં ઓછી 2 શાળામાં) સ્પેસીફીકેશન મુજબ ચકાસણી કરવાની રહેશે.આ ઉપરાંત અસલ બીલમાં દર્શાવેલ સ્લેટની ભૌતિક ચકાસણી અને ખરીદીના આધારો સાથે જાતે મેળવણું કરવાનું રહેશે.

8. ઉપર જણાવ્યા મુજબ ચકાસણી થયેલ શાળાઓની યાદી અને વિગતો જે તે કક્ષાએ હાથવગી રાખવાની રહેશે.

9. સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રી, બી.આર.સી. કૉ-ઓડીનેટરશ્રી અને જિલ્લા કક્ષાએથી ચકાસણી કરી આ સાથે સામેલ નમૂના મુજબના પ્રમાણપત્ર મોકલી આપવાના રહેશે. આ ઉપરાંત જિલ્લાનું યુ.ટી.સી.

પણ મોકલી આપવાનું રહેશે.

ઉક્ત ગ્રાન્ટની સંબંધિત જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓર્ડીનેટરશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તેમજ સંબંધિત

શાસનાધિકારીશ્રીઓને ફાળવણી કરવામાં આવેલ છે. આ ગ્રાન્ટ સંબંધિત શાળાઓને ફાળવવાની રહેશે અને આ પરિપત્ર

પણ સંબંધિત તમામ શાળાઓને મોકલી આપવાનો રહેશે. ગ્રાન્ટ ફાળવણીના આદેશ અને પત્રમાં જણાવ્યા અનુસાર

સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર ખર્ચ કરવાનો રહેશે અને યુ.ટી.સી. અત્રેની કચેરીને મોકલી આપવાનું રહેશે.

મહત્ત્વપૂર્ણ લીંક 

પરિપત્ર જોવા અહીં ક્લિક કરો 

અમારા સાથે જોડાવો

હોમ પેજ અહીં ક્લિક કરો
Whatsaap ગ્રૂપ થી જોડાવો અહી ક્લિક કરો
Google news ને ફોલો કરો અહીં ક્લિક કરો 
Facebook થી જોડાવો અહી ક્લિક કરો

 

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડો મહત્વપૂર્ણ લિંક એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ...

Guru Purnima 2024 : સર્વાર્થ સિદ્ધ યોગ પર ગુરુ પૂર્ણિમા, જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ

Guru Purnima 2024 : હિંદુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે. તે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિએ મનાવવામાં આવે છે. આ તહેવારને ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનું ...

શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ. Online Training For Teachers .

શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ. વર્ગ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ મોડ તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જણાવે છે કે સર્વગ્રાહી શિક્ષણ પ્રણાલીને ટેકો ...

રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત

રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત વર્ગખંડમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓ દરમિયાન મુખ્યત્વે શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થી- અધ્યયન સામગ્રી વચ્ચે આદાનપ્રદાન જોવા મળે ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!