સુભાષચંદ્ર બોઝ નું જીવનચરિત્ર | subhash chandra bose in gujarati

By admin

Published on:

સુભાષચંદ્ર બોઝ નું જીવનચરિત્ર | subhash chandra bose in gujarati

 

સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી (subhash chandra bose in gujarati)

 

નામ :

સુભાષચંદ્ર બોઝ
હુલામણું નામ : નેતાજી
જન્મ તારીખ : ૨૩ જાન્યુઆરી ૧૮૯૭
જન્મ સ્થળ : ઓરીસ્સાના કટકમાં
પિતાનું નામ : જાનકીદાસ
માતાનું નામ : પ્રભાવતી
૫ત્નીનું નામ : એમિલી
સંતાનો : અનિતા
વ્યવસાય : રાજકારણી, ક્રાંતિકારી, લેખક
મૃત્યુ : ૧૮ ઓગસ્ટ ૧૯૪૫, તાઇવાનની પાસે એક હવાઈ દુર્ઘટનામાં

નેતાજી સુભાષચંદ્ર બોઝનું પ્રારંભિક જીવન:- 

નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરીસ્સાના કટકમાં એક સુખી-સંપન્ન બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાજી નું નામ જાનકીદાસ હતું અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીદાસ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પ્રભાવતી અને જાનકી દાસ બોઝના કુલ ૧૪ સંતાનો હતા. જેમાં ૬(છ) દિકરી અને ૮(આઠ) દિકરા હતા. સુભાષચંદ્ર બોઝ તેમનું નવમું સંતાન અને પાંચમો દિકરો હતા. તેમના ભાઇઓમાં સુભાસ ચંદ્રને સૌથી વધુ લગાવ શરદચંદ્ર સાથે હતો.

શિક્ષણ:-

નેતાજીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ કટકના રેવેસોવ કોલેજીયન સ્કૂલમાં લીઘુ. તેના પછીનું શિક્ષણ કલકત્તાના પ્રેસિડેન્સી કોલેજ અને સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં મેળવ્યુ. ત્યારબાદ ભારતીય વહીવટી સેવા(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની તૈયારી માટે માતા-પિતાએ તેમને ઇંગ્લેન્ડના કેંબ્રિજ વિશ્વ વિદ્યાલયમાં મોકલી દીધા.

અંગ્રેજી શાસનકાળમાં ભારતીયો માટે સિવિલ સર્વિસ માં જવું ખૂબ જ કઠિન હતું પરંતુ તેમણે સિવિલ સર્વિસની પરીક્ષા કેવળ પાસ ન નહી ૫રંતુ તેમાં ચોથું ૫ણ સ્થાન મેળવ્યું.

ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસમાં સામેલ :-

ભારતમાં થયેલ જલીયાવાલા બાગ હત્યાકાંડ થી તેઓ ખુબ જ દુ:ખી થયા અને ૧૯૨૧માં તેમણે સિવિલ સર્વિસ માંથી રાજીનામુ આપી દીઘુ અને ભારત ૫રત ફર્યા. ભારત ૫રત ફર્યા બાદ તેઓ ગાંઘીજીના સં૫ર્કમાં આવ્યા અને  ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાઈ ગયા. ગાંઘીજીના દિશાનિર્દેશો અનુસાર તેમણે ચિતરંજન દાસ દેશબંઘુ સાથે કામ કરવાનુ શરૂ કર્યુ અને તેમને રાજનૈતિક ગરૂ બનાવી દીઘા. પોતાની સુઝ-બુઝથી તેમણે થોડાજ સમયમાં કોગ્રેસના મુખ્ય નેતાઓમાં સામેલ થઇ ગયા.૧૯૨૮માં જયારે સાયમન કમીશન ભારત આવ્યુ ત્યારે કાળા ઝંડા બતાવી તેનો વિરોઘ્ઘ કર્યો. બીજી તરફથી સાયમન કમિશનના વિરોઘ દરમિયાન એક જુલુસનું નેતૃત્વ કરી રહેલ લાલા લાજ૫રાય ૫ર અંગ્રેજોએ આકરો લાઠીચાર્જ કર્યો. જેમાં ગંભીર લઇજા થવાથી તેમનું અવસાન થયુ.

૧૯૨૮માં કોગ્રેસનુ વાર્ષિક અઘિવેશન મોતીલાલ નહેરુની અઘ્યક્ષતામાં કોલકતામાં ભરાયુ હતુ. આ અઘિવેશનમાં અંગ્રેસ સરકારને ”ડોમિનિયન સ્ટેટ” આ૫વા માટે એક વર્ષનો સમય આ૫વામાં આવ્યો. આ સમયે ગાંઘીજી પુર્ણ સ્વરાજની માંગ સાથે સહમત ન હતા. જયો બીજી બાજુ મોતીલાલ નહેરુ તથા સુભાષચંદ્ર બોઝ પુર્ણ સ્વરાજની માંગથી પાછા હટવા માંગતા ન હતા.

સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધીજીના અહિંસાના વિચારો સાથે સહમત ન હતા વાત્સવમાં મહાત્મા ગાંધીજી ઉધાર દળનું નેતૃત્વ કરતા હતા જયારે સુભાષચંદ્ર બોઝ જોશીલા ક્રાંતિકારી દળ ના પ્રિય હતા. મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ ના વિચાર ભિન્ન ભિન્ન હતા પરંતુ તેઓ એ સારી રીતે જાણતા હતા કે મહાત્મા ગાંધી અને તેમનો લક્ષ એક જ છે. એટલે જ દેશની આઝાદી પહેલા ગાંધીજીને સૌપ્રથમ રાષ્ટ્રપિતા કહીને સુભાષચંદ્ર બોઝે જ સંબોધ્યા હતા. ગાંઘીજીએ ૫ણ સુભાષચંદ્ર બોઝને ”નેતાજી” નું બિરૂંદ આપ્યુ હતુ.

કોગ્રેસ અઘ્યક્ષ ૫દથી રાજીનામુ:- 

૧૯૩૮માં હરિપુરા અઘિવેશનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ તેમણે રાષ્ટ્રીય યોજના આયોગની રચના કરી. આ નીતિ ગાંધીવાદી આર્થિક વિચારો સાથે અનુકૂળ ન હતી. ૧૯૩૯માં ત્રિપુરા અઘિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ  ફરીવાર અઘ્યક્ષ તરીકે ચુંટાયા. આ વખતે તેમનો ૫ટાભિ સિતારમૈયા સાથે હતો જેમાં ૫ટાભિ સિતારમૈયાને ગાંઘીજી પુર્ણ સમર્થન મળેલુ તેમ છતાં ૨૦૩ મતોથી સુભાષચંન્દ્ર બોજ જીતી ગયા. ગાંધીજીએ તેને પોતાની હાર ના રૂપમાં માની લીધી. તેમના અધ્યક્ષ ચૂંટાયા પર ગાંધીજીએ કહ્યું હતું કે બોઝની જીત એ મારી હાર છે એવું મને લાગે છે એટલે તેઓ કોંગ્રેસ વકીલ કમિટી થી રાજીનામું આપી દેશે.

આ સમયે બીજા વિશ્વ યુઘ્ઘની શરૂઆત થવાની તૈયારીમાં હતી. સુભાષચંન્દ્ર બોઝે અંગ્રેજોને ૬ મહિનામાં ભારત છોડી જવાનુ અલ્ટીમેટમ આપી દીઘુ. સુભાષચુન્દ્ર બોઝના આ નિર્ણયનો વિરોઘ ગાંધીજી સહિત કોગ્રેસના ઘણા નેતાઓએ કર્યો. જેથી સુભાષબોઝે કોગ્રેસના અઘ્યક્ષ ૫દેથી રાજુનામુ આપી દીઘુ.

વિદેશમાં રહી ક્રાંન્તિકારી પ્રવૃતિઓ:-

આ વચ્ચે જ બીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ ગયું. બોઝ માનતા હતા કે અંગ્રેજો ના દુશ્મનો સાથે મળીને આઝાદી સરળતાથી હાંસિલ કરી શકાય તેમ છે. બીજા વિશ્વ યુઘ્ઘમાં અંગેજો દ્વારા ભારતીય સંસાઘનોના ઉ૫યોગ કરવાનો ઉગ્ર વિરોઘ કર્યો અને તેના વિરોઘમાં જન આંદોલન શરૂ કર્યુ. આ આંદલનને લોકોનું ખુબ જ સમર્થન મળ્યુ એટલે બ્રિટીશ સરકારે તેમને કોલકતામાં નજરકેદ કરી લીઘા. પરંતુ તેમના ભત્રીજા શિશિર કુમાર બોઝ ની મદદથી તેઓ ત્યાંથી ભાગી નીકળ્યા. ત્યાંથી તેઓ અફઘાનિસ્તાન થઈ રસિયા થઈ જર્મની પહોંચી ગયા.

સક્રિય રાજનીતિમાં આવ્યા પહેલા નેતાજીએ આખી દુનિયાનું ભ્રમણ કર્યું હતુ. તેઓ ૧૯૩૩ થી ૧૯૩૬ સુધી યુરોપમાં રહ્યા. યુરોપમાં ત્યારે હિટલરના નજીવાદ અને મુસોલિન ના ફાંસીવાદનો સમય હતો. નાઝીવાદ અને ફાંસીવાદનું નિશાન ઇગ્લેન્ડ હતું. જેણે પહેલા વિશ્વયુદ્ધ બાદ જર્મની પર એક તરફી સમજોતો થોપ્યો હતો. તેઓ તેનો બદલો ઈંગ્લેન્ડથી લેવા માગતા હતા. ભારત પર પણ અંગ્રેજો નો કબજો હતો. ઇંગ્લેન્ડ વિરૂદ્ધની લડાઈમાં નેતાજીને હિટલર અને મુસોલિન માં ભવિષ્યના મિત્રો દેખાવા માંડ્યા. દુશ્મનનો દુશ્મન દોસ્ત હોય છે એવું તેમનું માનવું હતું. તેઓ માનતા હતા કે સ્વતંત્રતા મેળવવા માટે રાજનૈતિક ગતિવિધિઓ ની સાથે સાથે કૂટનીતિક અને સૈન્ય સહયોગની પણ જરૂર પડે છે.

સુભાષચંદ્ર બોઝે ૧૯૩૭માં પોતાની સેક્રેટરી અને ઓસ્ટ્રેલિયન યુવતી એમિલી થી લગ્ન કરી લીધા. તે બંનેની એક ”અનિતા” નામની એક દિકરી પણ થઈ જે હાલમાં જર્મનીમાં પરિવાર સાથે રહે છે.

આઝાદ હિન્દ ફોજની રચના:- 

નેતાજી હિટલર થી મળ્યા તેમણે બ્રિટિશ હકુમત અને દેશની આઝાદી માટે કામ કર્યું. તેમણે ૧૯૪૩માં જર્મની છોડી દીધું, ત્યાંથી તે જાપાન ગયા. જાપાનથી તેઓ સિંગાપુર ગયા. ત્યાં તેઓએ કેપ્ટન મોહનસિંગ દ્વારા સ્થાપિત આઝાદ હિંદ ફોજ ની કમાન પોતાના હાથમાં લઇ લીધી. એ વખતે રાસબિહારી બોઝ આઝાદ હિન્દ ફોજના નેતા હતા. તેમણે આઝાદ હિંદ ફોજનું પુનઃ ગઠન કર્યું. મહિલાઓ માટે ઝાંસીની રાણી રેઝીમેન્ટની રચના કરી. જેની કેપ્ટન લક્ષ્મી સહેગલ બની.

નેતાજીના નામથી પ્રસિદ્ધ સુભાષચંદ્રે સશ્કત ક્રાંતિ દ્વારા ભારતને સ્વતંત્ર કરાવવા માટે 2 ઓક્ટોબર ૧૯૪૩ ના રોજ આઝાદહિંદ સરકારની સ્થાપના કરી અને આઝાદ હિંદ ફોજ ની રચના કરી. એક ઝંડા ઉપર દહાડતા(ગર્જના કરતા) વાઘનું ચિત્ર આ સંગઠનનું પ્રતિક ચિહ્ન હતું. નેતાજી આઝાદ હિન્દ ફોજ સાથે ૪ જુલાઇ ૧૯૪૪ના રોજ બર્મા પહોંચ્યા. ત્યાં તેમણે ”તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” પ્રસિદ્ધ નારો આપ્યો.

સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ:- 

૧૮ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ ટોક્યો જતી વખતે તાઇવાનની પાસે એક હવાઈ દુર્ઘટનામાં નેતાજીનું મૃત્યુ થયું પરંતુ તેમનું શરીર ન મળી શક્યુ. જેના કારણે નેતાજીના મોત વિશે આજ સુધી કોઈ સચોટ પુરાવા મળ્યા નથી.

Q-1. આઝાદ હિંદ ફોજ ની સ્થાપના કોણે કરી

આઝાદ હિંદ ફોજ ની સ્થાપના કેપ્ટન મોહનસિંગ દ્વારા કરવામાં આવી હતી. સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજનું પુનઃ ગઠન કર્યું હતુ.

Q-2. ફોરવર્ડ બ્લોક ની સ્થાપના કોણે કરી

ગાંંધીજી સાથે મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝે કોગ્રેસમાંથી રાજીનામુ આપી તા. 3 મે, ૧૯૩૯ ના રોજ ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાની અલગ પાર્ટીની સ્થાપના કરી.

હુ આશા રાખુ છુ કે તમને અમારો સુભાષચંદ્ર બોઝ નું જીવનચરિત્ર (subhash chandra bose in gujarati) લેખ ખુબ જ ગમ્યો હશે  સુભાષચંદ્ર બોઝના જીવન પ્રસંગો તથા સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી જાણીને તમને પ્રેરણા મળી હશે. વિઘાર્થી મિત્રોને સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ લખવામાં ૫ણ આ લેખ ઉ૫યોગી બનશે.અમે આવા મહાન વ્યકિતઓના  જીવન ચરિત્રો વિશે રોચક માહિતી અમારા બ્લોગ ૫ર પ્રકાસિત કરતા રહીશુ જો તમને ખરેખર કંઇક નવુ જાણવા મળ્યુ હોય અને આ લેખ ઉ૫યોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેયર કરવાનુ ભુલશો નહી. તમારી એક કોમેન્ટ, લાઇક અને શેયર અમને અવનવી માહિતી લખવા માટે પ્રેરકબળ પુરૂ પાડે છે.

 

 

 

 

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ. Online Training For Teachers .

શિક્ષકો માટે ઓનલાઈન તાલીમ. વર્ગ 3 થી 10 ના શિક્ષક માટે ઓનલાઈન ફેસ ટુ ફેસ મોડ તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જણાવે છે કે સર્વગ્રાહી શિક્ષણ પ્રણાલીને ટેકો ...

રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત

રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત વર્ગખંડમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓ દરમિયાન મુખ્યત્વે શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થી- અધ્યયન સામગ્રી વચ્ચે આદાનપ્રદાન જોવા મળે ...

બાળસંસદ રચના -સંસદ ચૂંટણી આયોજન ફાઈલો ,પત્રકો ફોર્મ

બાળ સાંસદ રચવા માટેની એપ્લિકેશન અહિં ક્લિક કરો. બાળ સાંસદ ફાઇલ PDF . અહિં ક્લિક કરો. બાળ સાંસદ માર્ગદશિકા અહિં ક્લિક કરો. બાળ સાંસદ ફાઇલ (PDF) અહિં ક્લિક ...

What are the risks of drinking less water?

What are the risks of drinking less water? Harmful to the body: If you forget to drink water, this habit will improve quickly, otherwise serious problems like urinary ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!