સમયપત્રક ધોરણ ૩ થી ૮ માટે અહીંથી PDF અને Excel ફાઈલ સ્વરૂપે.

By admin

Published on:

SCHOOL-TIME-TABLE-scaled

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કોરીના મહામારીને કારણે ઘણા સમયથી પત્યક્ષ શિક્ષણકાર્ય બંધ હતું. પરંતુ હવે રાજ્યમાં કોરોના ના ખુબ જ ઓછા આવતા હોવાથી 2 સપ્ટેમ્બર-2021 થી ઉચ્ચતર પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6 થી 8 માં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરુ થઇ ચુક્યું છે. જ્યાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું ત્યાં સુધી શાળાનો સમય સવારનો રાખવામાં આવેલ હતો પરંતુ હવે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરુ થઇ ચુક્યું હોવાથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પ્રાથમિક શાળા સમય બાબત પરિપત્ર કરવામાં આવેલ છે. આ પરિપત્ર માં પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીએ દરેક જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને RTE-2009 ની જોગવાઈઓને ધ્યાને લઈને શાળાનો સમય નિયત કરવા પ્રાથમિક શાળાઓને જરૂરી સુચના આપવા જાણ કરવામાં આવેલ છે.

GCERT દ્વારા નિયત કરવામાં આવેલ અભ્યાસક્રમ અંતર્ગત બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ 2 ( પ્રજ્ઞા ), ધોરણ 3 થી 5, ધોરણ 6 થી ૮ ના તમામ વિષયોના શૈક્ષણિક કલાકો નિયત કરવામાં આવ્યા છે અને જે તે વિષયનાં પાઠ્યપુસ્તકો પણ એ સમયને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે. આ અંતર્ગત દરેક વિષયનાં સમયપત્રક તૈયાર થયેલાં છે અને જે તે ધોરણ-વિષયની શિક્ષક તાલીમ દરમિયાન આ સમયપત્રકોની વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે. દરેક શૈક્ષણિક સત્રમાં દરેક અઠવાડિયામાં ઉપલબ્ધ ૪૫ તાસનું આયોજન પણ જે તે વિષય માટે ફાળવવામાં આવેલ સમય મુજબ કરવાનું છે.
તા. ૨૪-૯-૧૮ ના પરિપત્રમાં ધોરણ 3 થી 5 ના બંને સત્રની તાસ ફાળવણી આપવામાં આવી છે. આવી તાસ ફાળવણીને અનુસરવાથી દરેક વિષયમાં સમાવિષ્ટ વિષયવસ્તુને યોગ્ય અને ન્યાયપૂર્ણ રીતે શીખવી શકાય છે. .

ધોરણ 3 થી 5 નું સમયપત્રક બનાવવા માટે GCERT નો પરિપત્ર –

પરિપત્ર ૧ : અહીં ક્લિક કરો. પરિપત્ર ૨ : અહીં ક્લિક કરો.

ધોરણ 3 માં પ્રથમ સત્રથી જ અંગ્રેજી વિષયના તાસનું આયોજન – લેટેસ્ટ પરિપત્ર 3/6/2023 – અહીં ક્લિક કરો.

સમયપત્રક ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૬ થી ૮

ધોરણ 3 થી 5 ના ટાઈમ ટેબલ ને ઓનલાઈન શોધશો તો તમને ઘણી વેબસાઇટ પર સમયપત્રકના નમૂના મળી રહેશે. પણ એ બધા જ જુના હશે. ત્યાર બાદ વિષયોમાં, પાઠ્યપુસ્તકોના નામ માં પણ ફેરફાર થયેલ છે. તેની તમારે માટે પોતાની શાળાનું સમયપત્રક જાતે જ બનાવવું અનુકૂળ રહેશે.

અહીં કેટલાક time table ના નમૂના પણ આપ્યા છે, તેમાં સુધારા વધારા કરીને, પ્રિન્ટ કરીને ઉપયોગમાં લઇ શકો છો

જી.સી.ઈ.આર.ટી. ના પરિપત્ર મુજબના સમય પત્રકના નમુના

શાળામાં સમયપત્રક બનાવવા માટે એક્સેલ સોફ્ટવેરની વિશેષતાઓ.

આ સોફટવેરની મદદથી સમય પત્રક બનાવતી વખતે જો કોઈ શિક્ષકના એક સાથે બે વર્ગમાં તાસ ગોઠવાઈ જાય તો તરત જ એલર્ટ કરે છે.
ઓફીસ માટે, શિક્ષક માટે, વર્ગ માટે એમ અલગ-અલગ સમય પત્રક બને છે.
કયા વિષયના કેટલા તાસ થયા તેની માહિતી મળી જાય છે. જેથી વિષયના કાર્યભાર મુજબ તાસનું આયોજન કરી શકાય.
સમય પત્રક એકદમ સરળતાથી જનરેટ કરી શકાય છે.

SCHOOL-TIME-TABLE-scaled
SCHOOL-TIME-TABLE-scaled

admin

મારું નામ પ્રકાશ બાગુલ છે હું છેલ્લા 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

દૈનિક આયોજન નોંધપોથી pdf – Day to Day Aayojan STD 3 to 8

જો આપ કોઈ શાળાના શિક્ષક હોય તો દૈનિક નોંધપોથી શું છે? તેના વિષે પરિચય આપવાની કોઈ જરૂર નથી. છતાં પણ વ્યાખ્યા કરવી હોય તો ” વિધાર્થીને ભણાવવાના વિષય ...

અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ,Adhyayan Nishpatti STD 1 to 8 GCERT 2024-25

Larning outcomes 2024-25 std 1 to 8 : અહીં ધોરણ 1 થી 8 ની અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે. GCERT દ્વારા તૈયાર કરાયેલ આ અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2024-25 ...

રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત

રાજ્યની તમામ શાળાઓમાં બાલવૃંદની રચના કરવા બાબત વર્ગખંડમાં વિવિધ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે. આ પ્રવૃત્તિઓ દરમિયાન મુખ્યત્વે શિક્ષક-વિદ્યાર્થી, વિદ્યાર્થી-વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થી- અધ્યયન સામગ્રી વચ્ચે આદાનપ્રદાન જોવા મળે ...

વિવિધ કાર્યક્રમ માટે ઉપયોગી શાયરીઓ

વિવિધ કાર્યક્રમ માટે ઉપયોગી શાયરીઓ  ◆ પ્રાર્થના માટે ◆ ◆ દીપ પ્રાગટય માટે ◆ ➡️ વક્રતુંડ મહાકાય,સૂર્ય કોટી સમપ્રભ. નિર્વિઘ્નં કુરુમે દેવ,સર્વ કાર્યેશું સર્વદા. ➡️ શુભં કરોતુ કલ્યાણં, ...

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!