PM YASASVI Yojana: પીએમ યસસ્વી યોજના:

By admin

Published on:

PM YASASVI Yojana: પીએમ યસસ્વી યોજના: કેંદ્ર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘની શિષ્યવૃતિ યોજનાઓ ચલાવવામા આવે છે. ગરીબ અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય મળી રહે તે માટે આવી જ એક યોજના એટલે PM YASASVI Yojana. આ યોજનામા ધોરણ 9 થી 12 મા વિદ્યાર્થીઓને રૂ. 75000 થી 125000 સુધીની શિષ્યવૃતિ આપવામા આવે છે. આ યોજના માટેના ફોર્મ ઓનલાઇન ભરાવાનુ શરૂ થઇ ગયેલ છે. ઓનલાઇન ફોર્મ ભરવાની અને કયા ડોકયુમેન્ટ જોઇએ, કેવી રીતે શિષ્યવૃતિ આપવામા આવે વગેરે જેવી માહિતી આ પોસ્ટમા આપણે મેળૅવીશુ.

Digital Gujarat Scholarship

ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ડીઝીટલ ગુજરાત પર શિષ્યવૃતિ માટેની દરખાસ્ત પ્રપોઝલ તૈયાર થાય છે. ચાલુ વર્ષ 2023-24 માટે ડીઝીટલ ગુજરાત પર ઓનલાઇન ફોર્મ ભરાવાનુ ચાલુ થઇ ગયેલ છે. જેમા વિદ્યાર્થી જે શાળા મા ભણતા હોય તે શાળામાથી તેની શિષ્યવૃતિ માટે ની દરખાસ્ત ઓનલાઇન કરવામા આવે છે.છે. જેમા નીચે મુજબ શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
જાતિધોરણકુમાર/કન્યાવાર્ષિક શિષ્યવૃતિSC અનુસૂચીત જાતિધો. 1 થી 5કુમાર/કન્યારૂ. 750SC અનુસૂચીત જાતિધો. 6 થી 8કુમારરૂ. 750SC અનુસૂચીત જાતિધો. 6 થી 8કન્યારૂ.1000SC અનુસૂચીત જાતિધો. 9 થી 10કુમાર/કન્યારૂ.1000SC તમામ અનુસૂચીત જાતિધો. 1 થી 8કુમાર/કન્યારૂ.900

PM YASASVI સ્કોલરશીપ ડીઝીટલ ગુજરાત

ડીઝીટલ ગુજરાત ઉપર પણ PM YASASVI સ્કોલરશીપ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. જેમા ગુજરાત સરકાર તરફથી નીચે મુજબ સ્કોલરશીપ આપવામા આવે છે.

ધોરણ 9 અને 10 માટે રુ. 4000

બી.એ., બી.એસ.સી. , બી.કોમ. રુ. 8000

ધોરણ 11-12 અને ITI રુ. 5000

ડીપ્લોમા,પોલીટેકટીક,નર્સીંગ રુ. 13000

એન્જીનીયરીંગ,મેડીકલ રુ. 20000

ડીઝીટલ ગુજરાત પર PM YASASVI યોજના માટેન અઓનલાઇન ફોર્મ ભરાવાનુ હજુ ચાલુ થયેલ નથી. જે ચાલુ થયે પરિપત્ર દ્વારા જાણ કરવામા આવતી હોય છે. તેના માટે આપની શાળા કોલેજમાથી માહિતી મળી રહેશે.

પીએમ યસસ્વી યોજના

PM YASASVI Yojana એટલે કે PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI)) હેઠળની Top Class School Education for OBC, EBC and DNT Students યોજના વર્ષ :૨૦૨૨-૨૩ થી અમલમા આવેલી યોજના છે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ આપવા માટે એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ લેવામા આવે છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૪માં મંત્રાલય દ્વારા નક્કી કરાયેલી સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરી શકે છે.

PM YASASVI શિષ્યવૃતિ

આ શિષ્યવૃતિ યોજના મા વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

આ પરીક્ષા નુ ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની રહેતી નથી.

આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલ છે.

વર્ષ ૨૦૨૩-૨૪માં આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પસંદ કરેલી સંસ્થા-શાળાઓમાં ધો.૯ થી ૧૨માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.

આ યોજનામા આવક મર્યાદા આ મુજબ નિયત કરવામા આવેલી છે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ ન હોવી જોઇએ.

આ યોજનામા ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ. ૭૫,૦૦૦ સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

ધો ૧૧ અને ધો ૧૨ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફી એમ મળીને વધુમાં વધુ વાર્ષિક રૂ.૧,૨૫,૦૦૦- સુધીની શિષ્યવૃત્તિ આપવામા આવે છે.

આ શિષ્યવૃત્તિ યોજના માટે મંત્રાલય દ્વારા પસંદ કરવામા આવેલી શાળા-સંસ્થાની માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર મૂકવામા આવેલી છે.

યસસ્વી સ્કોલરશીપ ડોકયુમેન્ટ લીસ્ટ

આ સ્કોલરશીપ યોજના માટે ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂર પડે છે.

ઉમેદવાર પાસે ધોરણ-10 પાસનું રીઝલ્ટ અથવા

ધોરણ 8 પાસનું રીઝલ્ટ હોવું આવશ્યક છે.

નિયત કરેલી આવકનુ સક્ષમ સતાધીકારીનો દાખલો

ઉમેદવારનું આઇ.ડી. કાર્ડ

ઇમેઇલ એડ્રેસ અને મોબાઈલ નંબર.

પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના માટે પાત્રતા

SAR/NT/SNT શ્રેણીના OBC/EBC/DNT વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ યોજના માટે ઓંલાઇન ફોર્મ ભરી શકે છે.

માત્ર ધોરણ 9 અને 11 માં ભણતા વિદ્યાર્થીઓ જ આ સ્કોલરશીપ પરીક્ષા આપી શકે છે.

સ્કોલરશીપ માટેની આ યોજના ખુબ જ સારી છે. જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને અચુક જાણ કરો.

આ યોજના અંતર્ગત નિયત થયેલી શાળાઓમા અભ્યાસ કરતા ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. તમારા જિલ્લાની શાળાઓનુ લીસ્ટ જોવા માટે આ પોસ્ટમા નીચે લીંક મૂકેલી છે. તેના પરથી જોઇ શકો છો.

PM YASASVI Yojana ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
PM YASASVI Yojana સ્કુલ લીસ્ટઅહિં ક્લીક કરો
ઓફીસીયલ નોટીફીકેશનઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Groupઅહિં ક્લીક કરો

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડો મહત્વપૂર્ણ લિંક એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ...

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત :Lifeskills Medo

વર્ષ 2024-2025માં બાળમેળા અને લાઇફસ્કીલ મેળાના આયોજન બાબત ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે “કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક ...

ધો.1 અને 2 તાલીમ ના મુદ્દા તા 13-07-2024

*ધો.1 અને 2 તાલીમ નવીન અભ્યાસ સામગ્રીનો ઉપયોગ :-* 𝓒𝓡𝓒 𝓬𝓸𝓻𝓭𝓲𝓷𝓪𝓽𝓸𝓻 𝓜𝓮𝓷𝓹𝓾𝓻𝓪 𝓣𝓪. 𝓖𝓪𝓵𝓽𝓮𝓼𝓱𝔀𝓪𝓻 𝓭𝓲𝓼𝓽.𝓴𝓱𝓮𝓭𝓪 🔖અભ્યાસક્રમ જીવન કૌશલ્ય અને એક્ટિવિટી બેસ પર ભાર. પાઠયપુસ્તક ઉદાહરણ સમજતો હોવો જોઇએ ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!