દૈનિક આયોજન નોંધપોથી pdf – Day to Day Aayojan STD 3 to 8

By admin

Published on:

Day to Day Aayojan STD 3 to 8

જો આપ કોઈ શાળાના શિક્ષક હોય તો દૈનિક નોંધપોથી શું છે? તેના વિષે પરિચય આપવાની કોઈ જરૂર નથી. છતાં પણ વ્યાખ્યા કરવી હોય તો ” વિધાર્થીને ભણાવવાના વિષય અને એકમનું અધ્યયન નિસ્પત્તિ ને આધારે શિક્ષક દ્વારા
અગાઉથી કરેલ સમયબદ્ધ આયોજનની લેખિત નોંધબુક ” જેને દૈનિક નોંધપોથી આયોજન કહી શકાય.

દૈનિક આયોજન લખવાનું કોઈ કારણ હોય તો તે જે શિક્ષકની સજ્જતા સાથે ભણાવવાની પૂર્વ તૈયારી. શિક્ષક આયોજન સાથે વર્ગખંડ માં જાય તો ભણાવવામાં કોઈ મુશ્કેલી નો સામનો કરવો પડતો નથી. પૂર્વ તૈયારી વિના એવું બનતું હોય છે કે શિક્ષક કોઈ એકમ ભણાવવાની શરૂઆત કરે, વચ્ચે પૂરક સાહિત્ય કે TLM ની જરૂર પડે તો તે તૈયાર હોતું નથી અને એકમ – કે પાઠ વચ્ચે જ રોકવો પડે છે. અથવા એમ પણ બને કે કોઈ પ્રવૃત્તિ આવતી હોય તો તેના માટે જરૂરી પૂરક સાહિત્ય સામગ્રી ઉપલબ્ધ હોતી નથી.

Dainik Aayojan Nondhpothi 2024

એક પ્રાથમિક શિક્ષક માટે દૈનિક નોંધપોથી એક અગત્યનો દસ્તાવેજ બની જાય છે. આમ જોઈએ તો શિક્ષકના કાર્યનું દર્પણ છે. દૈનિક આયોજન લખવાનો નિયમ એવો છે કે અગાઉના દિવસે જે તે લખાવી જોઈએ. તેના આધારે શિક્ષકે તૈયારી કરી લેવી જોઈએ. આચાર્યશ્રીની સહી કરાવી લેવાની હોય છે.

આ પણ જુઓ: 

દૈનિક આયોજન – નોંધપોથી લખવામાં રાખવાની કાળજી

  1. દરરોજ લખાવી જોઈએ. નહિ કે આખા મહિનાની એક દિવસમાં.
  2. બધા જ વિષયોને મહત્વ આપવું જોઈએ.
  3. શૈક્ષણિક કેલેન્ડર મુજબ માસવાર અભ્યાસક્રમને આધારે આયોજન થવું જોઈએ.
  4. દરેક તાસ માટે એક નોંધ કરવી.
  5. સ્વચ્છ અક્ષરે લખાણ કરવું જોઈએ.
  6. વિષય – વિષયાંગ અને અધ્યયન નિસ્પત્તિ લખાવી જોઈએ.
  7. કરેલ પ્રયોગ – પ્રવૃત્તિનું વર્ણન કરવું.
  8. આપેલ ગૃહકાર્ય – સ્વાધ્યાય કાર્યની નોંધ કરવી.
  9. તારીખ, વાર, શિક્ષકની સહી, આચાર્યની સહી અવશ્ય હોવી જોઈએ.
  10. રજા, તહેવાર, તાલીમ કે કોઈ કાર્યક્રમ હોય તો તેની નોંધ કરવી.
  11. પૂરક વિષય, રમત-ગમ્મત, સંગીત, યોગ, કમ્પ્યુટર, જેવી અન્ય પ્રવૃત્તિઓને આવરી લેવી.
  12. ઉપયોગમાં લીધેલ TLM કે શૈક્ષણિક સામગ્રીની નોંધ જરૂર કરવી.

દૈનિક નોંધપોથી આયોજન 2024

અહીં આપની સગવડતા માટે, ઉદાહરણ રૂપે કેટલાક વિષય વાઈજ, એકમ વાઈજ આયોજન આપ્યા છે. જે શિક્ષકોને દૈનિક આયોજન લખવામાં મદદરૂપ થશે. જેમાં ભણવાના એટલે કે અધ્યયનના મુદ્દા, અધ્યયન નીસ્પત્તિ અને ઉપયોગમાં લેવાના શૈક્ષણિક સાધનો તથા સ્વાધ્યાય અંગે માર્ગદર્શક ફાઈલ આપી છે. જે કીટલ શિક્ષકે બનાવી છે. તેનો આધાર લઇ આપ એક શ્રેષ્ઠ દૈનિક આયોજન કરી શકશો, લખી શકશો.

અહી તમામ ધોરણનું તમામ વિષયોનું દૈનિક આયોજન તારીખ વાઈઝ આપેલ છે. દૈનિક નોધપોથી નિભાવવી તમામ શિક્ષકો માટે ફરજીયાત છે વળી અભ્યાસક્રમનો જે વિષય અને વિષયાંગ ભણાવવાનો છે તેનું આયોજન કરવું પણ આવશ્યક છે.

પ્રથમ સત્ર Day to Day Aayojan STD 1 to 5 – અહીં ક્લીક કરો.

પ્રથમ સત્ર માટે દૈનિક આયોજન STD 1 to 8 – અહી ક્લિક કરો.

દ્વિતીય સત્ર દૈનિક નોંધપોથી આયોજન ૧ થી ૮ – અહીં ક્લિક કરો.

જામનગર જિલ્લા દ્વારા તૈયાર થયેલ Day to Day Aayojan. જેમાં કેળવણી નિરીક્ષક, શિક્ષકો દ્વારા ખુબજ જહેમત થી ધોરણ 1 થી 8 ના તમામ વિષયોને આવરી લઇ તૈયાર થયેલ આ દૈનિક આયોજન છે. જેમાં પ્રજ્ઞા ધોરણ ૧ અને ૨ નું પણ દૈનિક આયોજન છે. એક જ ફાઈલ માં બધા જ ધોરણ અને વિષયો આવરી લીધા છે. પ્રથમ સત્ર-દ્વિતીય સત્ર વર્ષ : 2022 – 23 માટે નું આ દૈનિક આયોજન છે.

કેટલાક વિષયો – એકમો બદલાતા નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો મુજબના દૈનિક આયોજન અને નોંધપોથી લેખન ફાઈલ અહીં ઉપડૅટ કરવામાં આવશે.

ધોરણ 6 પલાશ ( ગુજરાતી ) દૈનિક આયોજન

આ ઉપરાંત વર્ષ ૨૦૨૪ માટે અન્ય ઉમેરાયેલા વિષયો, ધોરણ ૩- ૪ અંગ્રેજી, હિન્દી, શ્રીમદ ભગવદ ગીતા, વિજ્ઞાન ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન, ગણિત વગેરે માટે દૈનિક આયોજન નોંધપોથી ની ફાઈલ મુકવામાં આવશે.

admin

હું 2012 થી બ્લોગિંગ ક્ષેત્રમાં જોડાયેલો છું. બાર વર્ષના અનુભવ ના આધારે આ વેબસાઇટ તૈયાર કરેલી છે. બ્લોગિંગ ક્ષેત્રમાં મને ખૂબ જ મજા આવે છે.

---Advertisement---

Related Post

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી  એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડો મહત્વપૂર્ણ લિંક એકમ કસોટી પેપર ડાઉનલોડ કરવા માટે ...

કલા ઉત્સવ 2024: Kala Utsav” programme

“કલા ઉત્સવ ” કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત સવિનય ઉપર્યુંકત વિષય અને સંદર્ભ ઠરાવ અન્વયે જણાવવાનું કે રાજ્ય સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં ચિત્રકલા કૌશલ્ય, સાહિત્ય રચના કૌશલ્ય, વાદ્ય ...

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી 

એકમ કસોટી માર્ક્સ સ્લીપ એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ લિંક  તારીખ:-21-9-2024 ના રોજ લેવાય ધોરણ 3-4-5 ની એકમ કસોટી ની ગુણ સ્લીપ ડાઉનલોડ ...

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2

Class 8 Sanskrit Chapter 2 चित्रपदानि – 2 સંસ્કૃત ધોરણ 8 નીચે આપેલ દરેક ગેમ માત્ર ધોરણ 8 સત્ર 1ના સંસ્કૃત વિષયના  અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલ છે. જેમાં ખાલી ...

Leave a Comment

error: Content is protected !!
WhatsApp ગ્રૂપમાં જોડાવો!